________________
આજ્ઞાની મહત્વતા
૩)
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આ પાંચ વાક્યો તો બહુ ભારે વાક્યો છે. એ વાક્યો સમજવાને માટે એ બેઝિક છે. પણ બેઝિક બહુ ભારે છે. ધીમે ધીમે સમજાતાં જાય. આમ દેખાય છે હલકાં, છેય સહેલાં પણ તે બીજા અંતરાયો બધા બહુ છે ને ! મનના વિચાર ચાલતા હોય, મહીં ધૂળધાણી ઊડતી હોય, ધુમાડા ઊડતા હોય, તે એ શી રીતે રિલેટિવ ને રિયલ જુએ ?
પ્રશ્નકર્તા : દાદા, આપની જે પાંચ આજ્ઞાઓ છે, તેનું પાલન જરા કપરું ખરું કે નહિ ?
દાદાશ્રી : અઘરું એટલા જ માટે છે કે આપણને પાછલાં કર્મો છે, તે ગોદા માર માર કરે. પાછલાં કર્મોને લઈને આજે દૂધપાક ખાવા મળ્યો. અને દૂધપાક વધારે માગે અને તેને લીધે ડોઝિંગ થયું એટલે આજ્ઞા પળાઈ નહીં. હવે આ અક્રમ છે. ક્રમિક માર્ગમાં શું કરે કે પોતે બધાં કર્મો ખપાવતો ખપાવતો જાય. કર્મને પોતે ખપાવી, અનુભવી અને ભોગવી અને પછી આગળ જાય. અને આ કર્મ ખપાવ્યા સિવાયની આ વાત છે. એટલે આપણે એમ કહેવાનું કે ‘ભઈ, આ આજ્ઞામાં રહે, ને ના રહેવાય તો ચાર અવતાર મોડું થશે, એમાં ખોટ શું જવાની છે ?
આત્માને રક્ષે આજ્ઞા ! આજ્ઞામાં બહારું પડે પછી ગાય-ભેંસ બધું ખાઈ જાય. એટલે પ્રોટેક્શન તો પહેલું જોઈએને ?
પ્રશ્નકર્તા : આજ્ઞા એ જ પ્રોટેક્શન !
દાદાશ્રી : મોટામાં મોટું પ્રોટેક્શન જ એ છે. જ્ઞાન તો પ્રગટ થયું અને આ બહાર પાંચ આજ્ઞા પ્રોટેક્શન માટે આપી. એવું હજુ બે-ચાર વર્ષ ‘ફૂલ’ રાખે તો પછી ચાલે. પછી રહી ગયું હોય તોય સહજ થઈ જાય. પછી કાળજી રાખવાની જરૂર નહીં. જેમ આ છોડવો મોટો થતાં સુધી જ, પછી કાળજીની જરૂર નહીં એવું.
પ્રશ્નકર્તા : દાદા, આ પાંચ આજ્ઞાનો જે નિશ્ચય છે તો એ શેમાં ગણાય ?
દાદાશ્રી : એ બધું આત્મામાં નહીં, આત્માની રક્ષા માટે. પુદ્ગલ ગણાય એ.
પ્રશ્નકર્તા : એટલે પુદ્ગલ એમાં ભળી ના જાય એના માટે છે ?
દાદાશ્રી : એકાકાર ના થઈ જાય અને બહારનું વાતાવરણ અડે નહીં આત્માને, એ વચ્ચે રક્ષા-વાડ છે ! બસ વાડ, પ્રોટેક્શન !
પ્રશ્નકર્તા: એટલે કર્મના ઉદયે અમે કદાચ ભળી જતાં હોઈએ, પણ આ જો નક્કી હોય તો આ અમને હેલ્પ કરે.
દાદાશ્રી : હા, ઉદય વખતે રક્ષણ કરે. તમે આજ્ઞા પાળો એટલે કર્મના ઉદય તમને અડે જ નહીં. જેને આજ્ઞા પાળવી છે, એને કશું અડે નહીં.
પ્રશ્નકર્તા : દાદા, હંડ્રેડ પરસેન્ટ આજ્ઞા એટલે સો ટકા ઉપયોગ થઈ ગયોને ?
દાદાશ્રી : સો ટકા હોય જ નહીં માણસને ! મેં કહ્યું છેને, સિત્તેર ટકા પાળે તો બહુ થઈ ગયુંને ! સો ટકા પાળે તો ભગવાન થઈ ગયો કહેવાય.
પ્રશ્નકર્તા: દાદા, એટલે અમે જ્યાં જ્યાં આજ્ઞા ચૂકીએ છીએ, ત્યાં ત્યાં ઉપયોગ ચૂકીએ છીએ ?
દાદાશ્રી : ચૂક્યાને વળી એ તો ! એ બહુ ચિંતા નહીં કરવાની. આપણે હવે પ્રગતિ કેમ મંડાય તે જોવાનું. ચૂક્યા એ તો ચૂકવાનું તો છે જ, ભૂલો તો થવાની જ છે. ભૂલો તો જેટલી “જોવાઈ” એટલી જતી રહે અને જતી રહે એટલી શક્તિ આપીને જાય. ભૂલને લઈને જે અશક્તિ આવી હતી, એ ભૂલ જવાથી શક્તિ ઉત્પન્ન થાય. ભૂલો ઉપરી છે, બીજું કોઈ ઉપરી નથી. બ્લેડર્સ તો ગયું !
આપણું જ્ઞાન એવું છે કે એની મેળે નિરંતર સહજ થતું જ જાય. જેમ જેમ વખત જાયને, તેમ સહજતાને પામતું જાય. તમારે ફક્ત અમારી આજ્ઞા આરાધવી છે એવું નક્કી રાખવું. ના આરાધાય કે આરાધાય એનો સવાલ નથી મારે. તમારે નક્કી રાખવું કે આપણે આજ્ઞા ચૂકવી નથી. પછી