________________
આશાની મહત્વતા
૨૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
છીએ. આ દાદા એ દાદા જોય. આ તો પબ્લિક ટ્રસ્ટ ! જેના હાથમાં આવ્યું તેના બાપનું. અમારા હાથમાંય નથી.
અક્રમનું ફ્લાયવ્હીલ ! આજ્ઞાનું ફલાયવ્હીલ એકસો એક્યાસી સુધી ફર્યું એટલે ગાડું ચાલ્યું. એકસો એંસી સુધી છે તે રકમ જમે કરાવવાની છે. એકસો એક્યાસી થયો એટલે એના પોતાના જોરથી ચાલશે. એ તો આ મોટા ફલાય વહીલ હોય છેને તે આમથી આમ, તે અહીં અડધે સુધી ઊંચું કર્યું પછી એ એની મેળે, એના પોતાના જોરે ફરે પછી બીજું અડધું. એવું આય બીજું અડધું એની મેળે જ ફરે. આપણે ત્યાં સુધી જોર કરવાનું છે, બસ. પછી તો એની મેળે સહજ થઈ જાય, આખું હીલ ફરવાનું.
એટલે તમારે આ એકસો એક્યાસી સુધી જાયને, પછી ડરવાનું કોઈ કારણ રહે નહીં. તે પછી એની મેળે ફરશે પછી. અમે નાની ઉંમરમાં એ શોધખોળ કરી હતી કે આ આખું ત્રણસો સાઇઠ છે તો ક્યાં સુધી ફેરવાય આપણે ! પછી શોધખોળ કરી કે એકસો એક્યાસીએ પહોંચે અને પછી એની મેળે ફરે છે.
એ તો આપણે ત્યાં મિલના ફલાયવ્હીલ હોય છે ને એવાં. તે એવું આ ફલાયવહીલ છે અક્રમનું. અક્રમનું ફલાયવહીલ ઊંચું ના થાય પણ એકસો એક્યાસીમાં લઈ જાય તો ઉકેલ આવી ગયો.
છતાંય લોકો કહે છે કે, દાદા, આજ્ઞા સોએ સો ટકા શી રીતે પળાય ? મેં કહ્યું, સો ટકા નહીં, એંસી ટકા પાળને તું ! એંસી ટકાવાળો કહે છેને, એંસી ટકા શી રીતે પળાય ? ત્યારે મેં કહ્યું, સાઇઠ ટકા પાળ તું. એકાવન ટકા ઉપર પાળજે, બાકીના ઓગણપચાસ અમારે ઉમેરી આપવાના. કારણ કે મેં જોયેલું. એક મોટું ફલાય વ્હીલ હતુંને મિલમાં, એમાં એને અડધે સુધી ઊંચકીને લઈ જાય, સ્ટેટ વે થી. પછી એની મેળે જ ફરે, એના પોતાના ફોર્સથી, એકાવન ઉપર જાય તો, પચાસ ઉપર નહીં. અને ઓગણપચાસ થાય તો “પાછું ફરે”. આવી દુનિયામાં કંઈક હેલ્ડિંગ તો હશેને, કોઈ કાર્યની પાછળ હેલ્ડિંગ હોય જ. હેલ્ડિંગનું ભાન ના
રાખીએ, તો આપણે સાયન્ટિસ્ટ ના કહેવાઈએ. હું તો એટલે સુધી કહું કે આવું ફરી ફરી આ દાદા મળવાના નથી અને આ દાદાનું જ્ઞાનેય મળવાનું નથી. આ અક્રમ વિજ્ઞાન ફરી ફરી જોવાનું નહીં મળે, માટે આનું એકાવન ટકાએ કામ કાઢી લેજો. નહીં તો આ દુનિયામાં કોઈ આરો નથી. હવે તો એટલું જ કે મોક્ષનો બીજનો ચંદ્રમાં થયો છે, હવે એની ત્રીજચોથ થવી જોઈએ. માટે હવે કામ કાઢી લો.
જરૂર જાગૃતિની જ ! પ્રશ્નકર્તા : એવું આજ્ઞા માટે કેમ સહજ નથી થઈ જતું ? દાદાશ્રી : એ તો પોતાની કચાશ છે. પ્રશ્નકર્તા : શું કચાશ છે ? દાદાશ્રી : કચાશ એ જાગૃતિની, ઉપયોગ દેવો પડેને થોડો ઘણો.
એક માણસ સૂતાં સૂતાં વિધિ કરતો હતો. તે જાગતાં છે તે પચ્ચીસ મિનિટ થાય બેઠાં બેઠાં. તે સૂતાં સૂતાં અઢી કલાક થયા એન. શાથી ?
પ્રશ્નકર્તા : વચ્ચે ઝોકું ખાઈ જાય.
દાદાશ્રી : ના, પ્રમાદ ઉત્પન્ન થાય ને એટલે પછી ક્યાં સુધી બોલ્યો એ પાછું ભૂલી જાય. પાછું ફરી બોલે. આપણું વિજ્ઞાન એવું સરસ છે. કંઈ ડખલ થાય એવું નથી. થોડુંઘણું રહે છે ?
પ્રશ્નકર્તા : પાંચેય આજ્ઞા એટ એ ટાઈમ પાળવી એટલું સહેલું નથીને ! પેલું ખેંચી જાય મનને !
દાદાશ્રી : આમાં રસ્તે જતાં જતાં શુદ્ધાત્મા જોતાં જાય, એમાં શેની અઘરી ? શું અઘરી ? ડૉક્ટરે કહ્યું હોય કે આજે જમણા હાથે જમશો નહીં, આઠ-દસ દહાડા સુધી. તે યાદ રાખવું એટલું જ કામ છે ને ? એટલે જાગૃતિ થોડી રાખવી એટલું જ કામ છેને ? જાગૃતિ ના રહે એટલે પેલો હાથ જતો રહે એ બાજુ. અનાદિનો અવળો અભ્યાસ છે.