________________
આજ્ઞાની મહત્વતા
૨૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આપણે તો આજ્ઞા પાળેને, એ જ દાદા અને રૂબરૂ આવે તો વાત જુદી છે, નહીં તો આજ્ઞા પાળે તો દાદા ન હોય તોય ચાલશે. કિંમત આજ્ઞાની છે, રૂબરૂ તો ફક્ત ડિરેક્ટ શક્તિઓ મળે એટલા માટે છે. આજ્ઞાની ઇન્ડિરેક્ટ શક્તિઓ મળે અને પેલી ડિરેક્ટ શક્તિ.
પ્રશ્નકર્તા : સત્સંગ જે કરવાનો છે તે આજ્ઞા પાળવા માટે જ કરવાનો છે ?
દાદાશ્રી : બધું આજ્ઞા પાળવા હારુ છે. સત્સંગથી બધાં કર્મો ઢીલાં થઈ જાય. ઢીલાં થઈ જાય એટલે આજ્ઞા પાળવામાં સરળતા થાય. નહાયા પછી માણસ કેવો લાગે છે? આળસ-બાળસ એની જતી રહેને ? એવી રીતે સત્સંગથી બધી આળસ છૂટી જાય. સંસાર એટલે નર્યુ કુસંગનું ટોળું ! ના ગમતું હોય તોય એમાં પડી રહેવું પડે.
પ્રશ્નકર્તા: આ પાંચ આજ્ઞા એકબીજાને સંકળાઈને શુદ્ધાત્માના ફેવરમાં કઈ રીતે કાર્ય કરે છે, તે સમજાવો.
દાદાશ્રી : પાંચ આજ્ઞા એ તો પ્રોટેક્શન છે. નહીં તો આ કુસંગના વાતાવરણમાં બધું ખાઈ જાય. આ આજ્ઞા પ્રોટેક્શન છે. આ આજ્ઞા આત્માને કશી હરકત કરતી નથી. બાકી ઘરમાં-ઓફીસમાં બધે જ આ કળિયુગમાં કુસંગ છે. આ આજ્ઞા પાળે તો કશું સ્પર્શ નહીં ને નિરંતર સમાધિ રહે.
આજ્ઞાનું ન ખપે ટણ ! પ્રશ્નકર્તા એટલે પાંચ આજ્ઞાઓ જે રીતે સ્વાભાવિક યાદ રહે એ રીતે જ રાખવી ? એનું મનન કે રટણ કરવા ટ્રાય ન કરવો ?
દાદાશ્રી : મનન કરાય જ નહીં એ. એના ગુણનું મનન કેવી રીતે થાય ? મન તો ફિઝિકલ છે. તે ચેતન મન તમારી પાસે રહ્યું નથી. આ બધું ક્યાં પાછું ડહાપણ કરવા જશો ? આ મન જે તમારું રહ્યું છે ને, તે ફિઝિકલ માઈન્ડ છે. હવે ફિઝિકલ ને ચેતન બેનો મેળ મળે ? રહે ખરો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ચેતન માઈન્ડ જે ચેતન ખરેખર હતું નહીં એ પાવર ચેતન હતું, તે પણ ઊડી ગયું છે આખુંય. દુનિયામાં જે ચીજ કોઈ દહાડો ના મળે એ ચીજ મળી, હવે અમારી આજ્ઞા પ્રમાણે રહો, બસ. અને આ આજ્ઞા સહેલી છે કે અઘરી ?
જ્ઞાતીતું સાનિધ્ય એ જ મોક્ષ ! હજુ કેટલા કલાકનો તમારો મારો પરિચય કહો ? બધો મૂળ તો લોક પરિચય, એના માટે આખી જિંદગી કાઢતા હતા. મોક્ષમાર્ગને પામવા હારુ કાઢતા હતા. પણ આ તો રોકડો મોક્ષ મળે છે એના માટે, પેલો મોક્ષમાર્ગ તો આગળ પાછો ભૂલાય પડે, છતાં તેને માટે આખી જીંદગીઓ કાઢતા હતા. તો આને માટે પરિચય ના જોઈએ ?
જ્ઞાન મળ્યું એનો અર્થ એવો કે આપણે લોક પરિચયથી મુક્ત થઈ ગયા. છતાં આપણે એવી સ્ટ્રોંગ ભાવના જોઈએ કે જ્ઞાનીનો પરિચય મળવો જોઈએ. નિરંતર આવતાં-જતાં ગમે ત્યારે, જેટલો આ પરિચય એટલો લાભ.
પ્રશ્નકર્તા : બીજું શું થાય છે કે મારી તબિયત જરા નબળી રહેને એટલે દાદાનો લાભ લેવાય નહીં, એ જરાક અંતરાય છે.
દાદાશ્રી : એવું છે ને, આ દાદાનો લાભ તો જેટલા દહાડા મળ્યો એટલા દહાડા ખરો. એટલે જેટલો લેવાય એટલો લેવો. હવે અહીં આવે કે તરત લેવો. ના આવે ત્યાં સુધી નિદિધ્યાનમાં રહેવું. દાદા એટલે કોણ ? નિદિધ્યાસનથી દાદા હાજર થાય, પણ આજ્ઞા એ મુખ્ય દાદા. એમની આજ્ઞા પાળવાનો જ મોટો ધ્યેય રાખવાનો, બીજું કશું કરવા જેવું નથી. આ દેખાય છે એ દાદા હોય. આ દાદાથી ‘અમે” તો છૂટા થઈ ગયા છીએ. તમે સંભારો તો ‘દાદા' તમારી જોડે જ હોય.
પ્રશ્નકર્તા: આ દાદાથી પણ આપ છૂટા થયા છો ?
દાદાશ્રી : છટા રહીએ છીએ. તેથી તમને બધાને લાભ થાયને ! અહીંયા જે સંભારે તેનું ત્યાં. અમે બોલીએ છીએને, કે ભઈ, અમે છૂટા