________________
આજ્ઞાની મહત્વતા
૨૧
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એમાં બધું આવી જાય. આજ્ઞામાં રહેવાનું ભાવ થાયને, નિરંતર ? અત્યારે તને કહે કે તું અમદાવાદ ચાલ્યો જા, તો ?
પ્રશ્નકર્તા : જતો રહું.
દાદાશ્રી : તરત ? આજ્ઞા બહુ કામ કરે. જેટલું બને એટલું આજ્ઞામાં રહો તો સારું. એટલે આજ્ઞાની જ કિંમત છે. આજ આજ્ઞા મળી હોય તે આખો દહાડો આનંદ રહે પછી ભલેને અહીંથી કાઢી મેલ્યો હોય પણ એવી આજ્ઞા મળીને ! એની બહુ ખુમારી રહે. કારણ કે એ જ ધર્મ ને તપ, બીજું આ બધું કરો છો, એ ધર્મ ને તપ નહીં. પેલી પાંચ આજ્ઞા પાળો છો તે ધર્મ અને બીજી તમને છૂટક મળ્યા કરે એ મોટો ધર્મ !
પ્રશ્નકર્તા : આપે જે આજ્ઞા આપી હોયને એમાં રહીએ એટલે ખરેખર ખૂબ આનંદ આવે છે.
દાદાશ્રી : જવાબદારી નહીં તમારી, અમારી જવાબદારી અને એ જ ધર્મ ને એ જ આનંદ ને એ જ સુખ.
પ્રશ્નકર્તા અને આપે કહ્યું હોય તો એમાં રહેવાનું પણ બહુ સહેલું પડે. દાદાશ્રી : રહેવું છે તેને તો સહેલું છે.
પ્રશ્નકર્તા: દાદા, જે આજ્ઞા પ્રમાણે ચાલતો હોય એ પોતે આત્મા જ થઈ ગયો ?
દાદાશ્રી : આત્મા થવાનાં કારણો સેવવા માંડ્યાં. જેવાં સેવાય એવાં. એંસી ટકા સેવાય કે સાઠ ટકા.
પ્રશ્નકર્તા : તો પછી બાકીની એટલી આજ્ઞામાં રહેતો નથી એવું થયુંને ? કારણ કે પેલો તો પોતાની રીતે ચાલે.
દાદાશ્રી : પોતાની રીત આવી કે બધું બગડ્યું, એ સ્વછંદ. પોતાના ડહાપણે ચાલવું. હમણે ખબર ના પડે, એ તો ઊગે ત્યારે ખબર પડે.
પ્રશ્નકર્તા : દાદા, એ કેવું કે આપે આજ્ઞા કરી એટલે મહીં વિરોધ ના હોય પણ તપ રહે, પણ એની ધન્યતા ના લાગે.
દાદાશ્રી : એ સમજણ નહીં તેથી. મને એક આજ્ઞા મળી હોય તો આખો દહાડો ઊંઘ ના આવે. મને આજ્ઞા મળી ! એનો આનંદ થઈ જાય ! ઊલટો આ અમારે આજ્ઞા મળે નહીં અને આજ્ઞા મળે તો હું અહોભાગ્ય માનું. મળે જ નહીં. વિધિઓ મળે, બીજું બધું મળે પણ આજ્ઞા ના મળે.
પ્રશ્નકર્તા: એ પછી એનું ફળ શું આવે, દાદા ? ઉલ્લાસમય આજ્ઞા પાળે, એનું પરિણામ શું મળે ?
દાદાશ્રી : એ જ મોક્ષને !
પ્રશ્નકર્તા અને ઉલ્લાસમય ના પાળે અને ના છૂટકે પાળે તો એનું શું ફળ આવે ?
દાદાશ્રી : ના છૂટકે પાળે એનો અર્થ જ નહીંને ! એ તો ભેંસને બાંધીને દવાખાને લઈ જાય અને પાછળ મારે, એના જેવું. જ્ઞાની પુરુષની આજ્ઞા તો ક્યાંથી મળે ? લોક આશા સારુ તો મારી પાસે બેસી રહ્યા હોય છે. કંઈક આજ્ઞા કરો.
દાદાની સેવા કરવી એટલે આજ્ઞાની સેવા કરવી તે ! આજ્ઞાની સેવા કરવી અને દાદાની સેવા કરવી એક જ.
પ્રશ્નકર્તા : સેવા કરતાં આજ્ઞા ચઢી જાય ?
દાદાશ્રી : આજ્ઞા ચઢી જાય. એ જ આજ્ઞાની સેવા. એ જ આ દાદાની સેવા. બીજું બધું તો ફાંફાં. તું સારું સમજી ગયો ? મેં કહ્યું, જા, દાદા તારી જોડે વાતચીત કરશે. હેલ્પફૂલ, સરસ વાતો કરશે !
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાને આજ્ઞા એ જ ધર્મ કહ્યું છે ને !
દાદાશ્રી : બધાંય ભગવાને કહેલું એવું. અને આજ્ઞામાં તો બહુ બળ હોય, જબરજસ્ત બળ હોય. ભયંકર રોગો કાઢી નાખે. એક જ આજ્ઞા જો રાજીખુશીથી પાળે, તો કેટલો બધો ફાયદો થાય !
આ બધા બ્રહ્મચર્ય પાળે છે તે આજ્ઞાને લીધે પાળી શકે, નહીં તો