________________
આજ્ઞાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
એ ખૂબ આનંદ થવો જોઈએ નહીં. એ વિચાર જ આવે કે ઓહો ! આજ્ઞા મળી આજે. એનો હેતુ જુએ, જ્ઞાની પુરુષની આજ્ઞા એ જ ધર્મ ને એ જ તપ. પોતાની ઇચ્છાથી કરવું એ જ જોખમ છે. એમની આજ્ઞા ના પાળી એટલે પોતાની ઇચ્છાથી કરવા ગયો. પાળવી હોય તો પાળે પણ આ મોટું. કઠણ કરીને કરવી, કેટલું બધું જોખમ છે ! એનાથી દાદા માટે અભાવ આવી જાય કોઈ વખત. આજ્ઞા એ તો મોટામાં મોટું લહાણું કહેવાય. કોને મળે ? ત્યાં દર્શન કરવા આવ્યો વડોદરે, કેટલી હરકતો વેઠીને, પણ દાદા આવું કહે છે ?! એ મારું પુણ્ય કેટલું જબરજસ્ત હશે ! કહે જ નહીં ? ગાંડા હોય તોય દાદા ના કહે. કહે એવા કંઈ છે ? એવું કહે દાદા ? પણ કેટલું બધું પુણ્ય કે મારી ઉપર આજ્ઞા આવી થઈ. આજ્ઞા પાળવાથી મોક્ષ થઈ જાય, ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય. માટે સમજો આજ્ઞાને. ભગવાને કહ્યું છે આજ્ઞા એ જ ધર્મ છે ને આજ્ઞા એ જ તપ છે. પોતાની સમજણે ના ચાલવું.
પ્રશ્નકર્તા: તો પોતાની પછી રિસ્પોન્સિબિલિટી(જવાબદારી) નહીં રહી.
દાદાશ્રી : પ્રતિક્રમણ થવા માંડ્યા છે ખરાં હવે ? બધું થાય છે ખરું? થોડું જાગ્રત થયું છે મહીં ?
પ્રશ્નકર્તા: હા, આવ્યું છે થોડુંક. પણ જોઈએ એવી જાગૃતિ નથી.
દાદાશ્રી : નરી ચંચળતા જ હતી. એ જાગૃતિ બહુ એટલે પેલામાં થાય નહીંને ! અહીંયા જેમ ચંચળતા ઓછી થાય તેમ પેલું થાય.
પ્રશ્નકર્તા: જેમ જેમ દાદાની આજ્ઞા પળાય, પછી ઘેર બધા જોડેનું એડજસ્ટમેન્ટ, એ બધું થાય, ત્યાર પછી જાગૃતિ વધશેને ?
દાદાશ્રી : પછી રાગે પડશે. ત્યાં સુધી રાગે પડે નહીંને ! પોતાના મતે ચાલ્યા કરે. અત્યાર સુધી જે ભૂલો થઈ એ ખોળી કાઢ !
અમે તમને પાના રમવાની આજ્ઞા કરીએ તો તે તમારે પાળવી જોઈએ. પાના રમો તેની કિંમત નથી, આજ્ઞા પાળો તેની કિંમત છે. તમે ના કહો એટલે થઈ રહ્યું. આજ્ઞાથી દરેક ચીજ મળે. અમારી આજ્ઞા એ જ ધર્મ ને એ જ તપ. અત્યારે તમને બે જણને દાદા એકદમ કહેશે, જાવ, જઈને સુઈ જાવ. તમારે જવું જોઈએ અને મનમાં શું માનવું જોઈએ જતાં જતાં કે, આજ્ઞા મળી ! મને આજ્ઞા મળી !! આજે મને આજ્ઞા મળી !!! જગતનો સાર શું ? ત્યારે કહે, આજ્ઞા. પછી ડબલ ખાવાનું કહે તો ડબલ ખઈ લેવું જોઈએ, ના ખાવાનું કહે તો નહીં ખાવાનું.
પ્રશ્નકર્તા: પણ આજ્ઞા પાળવાની.
દાદાશ્રી : તે ઘડીએ આજ્ઞા મળી, એના ઉપર બહુ જ આખી રાત આનંદ આવે એવું હોવું જોઈએ. આજ્ઞા મળવી બહુ મુશ્કેલ વસ્તુ છે, મળે નહીં !
પ્રશ્નકર્તા: આ જ્ઞાની પુરુષનો એક શબ્દય નીકળવો એ આજ્ઞા રૂપે જ સ્વીકાર થઈ જવો જોઈએ આખો.
દાદાશ્રી : તોય એ આજ્ઞા કરી હોય એ વાત જુદી ! એ આજ્ઞાને શાસ્ત્રકારોએ ચોખ્ખું લખ્યું, આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ.
દાદાશ્રી : રિસ્પોન્સિબિલિટી નહીં, પોતાની સમજણે જ ચાલવું છે. પોતાની સમજણ કરવા ગયા એટલે ચાલે નહીં, દાદાએ કહ્યું એટલે જવું પડે, પણ જઈએ પણ મોટું ચઢાવીને જઈએને, એ બધું બરકત વગરનું થઈ જાય, પોતાના વિચારે, પોતાની જ ધારણા પ્રમાણે કરે, એ સ્વછંદ કરે છે.
બ્રહ્મચર્યની આજ્ઞા આપી હોયને, તો આખી જીંદગી સુધી અહો અહો ! એ આજ્ઞાની કિંમત બહુ રહે ! આજ્ઞાની કિંમત તને સમજાય થોડી ઘણી ? તે ઘડીએ ખરું તપ કરવાનું આવે અને આનંદ ત્યાં હોય, કિંમત સમજે તો.
પ્રશ્નકર્તા : એવું થાય કે આપણે દાદાની આજ્ઞા પાળવી જોઈએ અને પળાતી નથી એનું દુઃખ પણ રહે.
દાદાશ્રી : એ આજ્ઞાની કિંમત સમજાઈ નથી. પ્રશ્નકર્તા: કિંમત સમજાય તો પળાય જ.