________________
આજ્ઞાની મહત્વતા
ડૉક્ટરનું કહેલું કરવું પડે છે, નહીં ? હમણે ખાંડ ખાશો નહીં, દહીં ને રોટલો બે જ ખાજો, કહેશે. તો આપણે કહીએ કે ‘કેમ આજે આ બધા શ્રીખંડ ખાય છે ને તમે નહીં ખાતા ?” ડૉક્ટરે ના કહી છે ને ! ત્યારે મૂઆ, ડૉક્ટરનું કહેલું, એક અવતારમાં મરવા હારુ આટલું બધું ચેત ચેત કરું છું, તો અનંત અવતારનું મરણ છે, એટલા હારુ ચેતને અમથો ! અત્યારે તો અલૌકિક શાંતિ થઈ ગઈ છે ને ! એવી ને એવી રહેશે, એથી વધશે ઊલટી.
આ બધા માર્ગ અહીં ભેગા થાય છે એ દાદા ભગવાન તમને બતાડે છે અને તમને ત્યાં આગળ મોક્ષમાર્ગ ઉપર ચઢાવે છે. અમારી આજ્ઞા પાળો એટલે જવાબદારી અમારી. એટલે અમે કહીએ છીએ ને કે અમારી આજ્ઞા પાળો ને જો એક ચિંતા થાય તો અમારી ઉપર બે લાખનો દાવો
માંડજો. એક ચિંતા ના થાય એવું આ જ્ઞાન છે, સાચવજો. હવે આજ્ઞા ના પાળે તો પછી શું થાય તે ? આજ્ઞા પાળવામાં વાંધા જેવું છે કંઈ ? તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : અમારાથી આજ્ઞા પૂરેપૂરી ના પળાય, અમુક ભાગ રહી જાય પાળવામાં તો આપે કહ્યું છે ને, અમે અમુક જવાબદારી લઈએ છીએ.
દાદાશ્રી : ના, તમારી દાનતખોરી નહીં હોય તો અમે જવાબદારી લઈશું. દાનતખોરી હોય તો નહીં લઈએ. અમને તરત ખબર પડી જાય કે આ દાનતખોરી કરી રહ્યા છે. ‘દાદા ભગવાને કહ્યું છે ને, હઉ થશે’
એ અમે તરત જાણી જઈએ. તરત અમારી પાસે ફોન આવી જાય કે આ દાનતખોરી કરી. તમારે અડચણને લઈને એવું થશે, તેનો વાંધો નહીં. ઉદયકર્મનો ધક્કો હોય ને એવું થઈ જાય તો વાંધો નહીં.
પ્રશ્નકર્તા : આપ કઈ રીતે એ જવાબદારી સાચવો છો ?
દાદાશ્રી : અમારા કહ્યા પ્રમાણે ચાલે, તેની બધી જવાબદારી અમારી. તે બીજી બાબતમાં નહીં, પાંચ આજ્ઞામાં જ. બીજું, તમારે જે આઇસ્ક્રીમ ખાવો હોય તે આઇસ્ક્રીમ ખાજો અને જે કરતા હોય તે કરજો. અમારી પાંચ આજ્ઞા પાળે તે સિત્તેર ટકા ઉપર તો પાળેલી હોવી જ જોઈએ. હવે એટલી બધી છૂટ આપીએ, નહીં તો આજ્ઞા તો આખી હોવી જોઈએ.
૧૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આજ્ઞા એ જ પ્રત્યક્ષ હાજરી અમારી !
પ્રશ્નકર્તા ઃ પાંચ આજ્ઞામાં નથી રહેવાતું. હાલી જવાય છે એમાં બહુ. દાદાશ્રી : એમ ? આજ્ઞા રહેવા દેતી નથી કે આપણે નથી રહેતા ? પ્રશ્નકર્તા : આપણે નથી રહેતાને !
દાદાશ્રી : તો પછી આજ્ઞા એમાં શું કરે ? આજ્ઞા સહેલી-સરળ છે. પ્રશ્નકર્તા : પાંચ આજ્ઞા પાલન કરવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : કરવાનું કશું ના હોયને ! એનો ભાવ નક્કી કરવો જોઈએ કે મારે પાળવી છે.
પ્રશ્નકર્તા : અવરોધ બહુ આવે છે.
દાદાશ્રી : અવરોધ તો હોયને ! અવરોધ વગર દુનિયાના લોકો હોય જ નહીંને, પણ એની સામે અનંત શક્તિવાળો છે !
પ્રશ્નકર્તા : આપની હાજરીમાં બહુ શાંતિ રહે છે પણ બહાર જઈએ પછી બહુ અવરોધો રહે છે.
દાદાશ્રી : પાંચ આજ્ઞા એ મારી હાજરી જ છે. એ આજ્ઞા હાજરી
જેટલું જ ફળ આપે. એટલે જેને આ આજ્ઞામાં રહેવું છે, તેને કશું અડતું નથી. જેને આ સંસારમાં લોચા વાળવા છે, તેને ભાંજગડ છે.
પ્રશ્નકર્તા : દાદા, પણ હજી વ્યવહારમાં બહુ ગૂંચવાઈ જવાય છે. દાદાશ્રી : એ તો કર્મના ઉદય આવે, પણ તે વખતે આપણે આજ્ઞામાં રહીએ તો બધા ગૂંચવાડા ઊડી જાય. આજ્ઞા તો . બહુ ઊંચી વસ્તુ છે. આજ્ઞામાં થોડું-ઘણું રહેવાય છે મહીં ?
પ્રશ્નકર્તા : રહેવાય છે દાદા, થોડું થોડું રહેવાય છે. દાદાશ્રી : નહીં તો શેમાં રહો ? વ્યવહાર ધક્કો મારીને ભૂલાડી
દે, આજ્ઞા.