________________
આશાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
બધી જ જવાબદારી અમારા માથે. ખાજે-પીજે, મઝા કરજે. અમારી પાંચ આજ્ઞા તું પાળજે, બસ.
આજ્ઞા પાળે તેનો મોક્ષ ગેરેન્ટેડ ! પ્રશ્નકર્તા ઃ જ્ઞાની પુરુષ બધાંને મોક્ષમાં જ પહોંચાડે કે જેવી ભાવના લઈને આવ્યો હોય, તે જગ્યા આવે એટલે છોડી દે ?
દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. આજ્ઞા પાળો અમારી, તો મોક્ષમાં જ પહોંચાડે ને ના પાળે તો એની મેળે છૂટો થઈ ગયો. પણ થોડાં પાપ તો ધોવાઈ ગયા એનાં. હલકો થઈ ગયો, પણ આજ્ઞા ના પાળે તો પછી રહ્યું શું ? અમુક કાળ વધારે રખડવું પડે. એ જ્ઞાની પુરુષની પાંચ આજ્ઞા પાળે એટલે એને મોક્ષમાં જ પહોંચાડે એની ચોક્કસ ગેરન્ટી !
પ્રશ્નકર્તા: અમારા બધાંમાંથી કોણ કોણ મોક્ષે જવાનું ? દાદા તો જાણેને ?
દાદાશ્રી : હા. એવું સમજાઈ જાય. ના સમજાય એવું નહીં. પણ એ આજ્ઞા જે પાળતા હોય તે સો ટકા હું કહેતો નથી. સો ટકા કોઈ પાળી શકે નહીં, પાળે તો એંસી ટકા સુધી પાળી શકે કોઈ માણસ, બહુ જોર કરે તો, પણ પાંસઠ-સિત્તેર ટકા પાળે તોય બહુ થઈ ગયું. તોય મારી ફૂલ આજ્ઞા પાળ્યા બરાબર છે. બીજી તમારે એમ કહી દેવી કે મારાથી પળાતી નથી નિર્બળતાને લીધે, પણ માફી માગું છું એટલે થઈ ગઈ, સો ટકા. પાંસઠ ટકા પાળી મેં અને બીજી પાંત્રીસ માટે માફી માગું છું. મારાથી પળાતી નથી એટલે. તે સો ટકા થઈ ગઈ, નબળાઈ છે ને એ તો ! એકબે અવતાર વધારે થાય.
પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓ ઊઠે ત્યારથી વ્યવહાર તો ચાલતો જ હોય છે. અને વ્યવહારિક વાતો બધી કરવી પડતી હોય, તો એ વ્યવહારિક વાતો કરવી અને આ દ્રષ્ટિ ન રહેવી એ ઊંઘમાં ગયું કહેવાય ?
દાદાશ્રી : અમારી આજ્ઞા પાળતો હોય તો એ જાગે છે. સિત્તેર ટકા, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) નહીં. હંડ્રેડ પરસેન્ટમાં તો બધાય નાપાસ થાય. એ તો લોક એમ કહે કે ભઈ, હંડ્રેડ પરસેન્ટ શી રીતે માણસ પાળી શકે ? માણસનું ગજું શું ? ત્યારે મેં કહ્યું ના ભઈ, હું તો સિત્તેર ટકે પાસ કરું છું. પછી કંઈ અમારો દોષ ખરો, સિત્તેર ટકાએ છૂટ આપીએ તો પછી ! તેમાં સિત્તેર ટકા પાળી તોય હું સો ટકા કરી દઈશ. કારણ કે હું જાણું કે અત્યારે કઠણ કાળ છે, એમાં લોકોથી થઈ શકે નહીં આખુંય, આટલું જ થઈ શકે એટલે માર્ક વધારે મૂકવા પડે !
આજ્ઞા પાળે તેની જવાબદારી અમારી ! પ્રશ્નકર્તા : આપની જ્ઞાનગંગા પ્રાપ્ત કર્યા પછી અલૌકિક શાંતિ છે. જેની રક્ષા કરવા માટે અમારાથી જે થઈ શકે તે કરીશું પણ આપ પણ આ જ્ઞાનગંગાની રક્ષા કરો છો કે કેમ ?
દાદાશ્રી : અમે રક્ષા કરીએ પણ તમે આજ્ઞા પાળો તો અમારી રક્ષા હોય જ. જો આજ્ઞા પાળે તો અમારે હાજર થવું પડે. તમે આજ્ઞા પાળો કે તે વખતે હાજર જ હોઈએ અમે. એક બોલ ના પાળવો જોઈએ ? આ
દાદાશ્રી : બધાંય, મોક્ષે જવા માટે મારી પાસેથી જ્ઞાન લીધું છે અને મારી આજ્ઞા પાળે છે એની મોક્ષની ગેરન્ટી મારી છે જ.
પ્રશ્નકર્તા : જય સચ્ચિદાનંદ. (આત્મોલ્લાસથી)
દાદાશ્રી : અને આજ્ઞા તે પૂરી નહીં, સિત્તેર ટકા પાળે તેને મોક્ષની ગેરન્ટી પૂરી પાળે તો મારા જેવો થાય. પૂરી ના પળાય તો વાંધો નહીં, સિત્તેર ટકા પાળ !
પ્રશ્નકર્તા : અમારે દાદા જેવા થવું છે.
દાદાશ્રી : તો પછી સો ટકા પાળવી જોઈએ અને તેય છે તે પાંચ ટકા બાદ આપું છું, પંચાણું ટકે !
પ્રશ્નકર્તા ઃ ત્રણ વરસથી જ્ઞાન લીધું છે, ત્યારથી મને પોતાને એમ લાગે, બાહ્ય રીતે લાગે કે હું આજ્ઞા પાળું છું. હવે મને જોઈને આપને લાગે કે હું આજ્ઞા પાળું છું કે નહીં ?