________________
આજ્ઞાની મહત્વતા
દાદાશ્રી : લાંબું જ્ઞાન આપ્યું હોયને, તો આરાધવાનું હોય તે રહી જાય અને ના આરાધવાનું આરાધ્યા કરે એવું થાય. પણ આ ટૂંકું છે એટલે આરાધવાનું એક અને ના આરાધવાનું એક, તો ક્યાં જાવ ? આટલો ત્રણ જ ફૂટ પહોળો હોય એક ખાડો, આમ ફરું તોય એ અને આમ ફરું તોય એ. જઉં જ નહીં ને બહાર ! એટલે આ બધું આપણું જ્ઞાન એવું આપેલું છે. અમે જાણતા હતા આ કાળના જીવોને જો કશું લાંબું જ્ઞાન આપીએ ને તો વેષ થઈ પડત. શું આરાધવાને બદલે શું ય આરાધે ? એટલે વિજ્ઞાન બહુ હાઇક્લાસ આપેલું છે બધું અને કશું વાંચવાનું નહીં, મહેનત નહીં, કશું નહીં. તે એને જાગૃતિ રહ્યા જ કરે અને સંસારની મુશ્કેલીઓમાં ય પણ પાંચ આજ્ઞા સરસ પળાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ એક બહુ મહત્ત્વનું વાક્ય જે આપે અમને આપ્યું કે હવે શુદ્ધાત્માનું લક્ષ કરાવ્યા પછીથી, હવે તમારે આ પાંચ આજ્ઞાઓમાં રહેવાનું છે, બાકી બીજું કશું જ તમારે કરવાનું નથી.
દાદાશ્રી : હા. કશું કરવાનું નથી. આ પાંચ આંગળી જેટલું જ ને ! કંઈ વધારે ડખો છે ? આ વીસ આંગળી જેટલું હોય તો એ ભાંજગડ ઊભી થઈ જાય. પણ આ તો પાંચ આંગળી જ ! અને પાંચમાંથી એકાદ આંગળી ઝાલી રાખે તોય બહુ થઈ ગયું.
સમાધાત કરાવે તે જ્ઞાત !
આ અમારો શબ્દ જ જ્ઞાનરૂપે છે, તે કશું વાંચવું જ ના પડે. ભૂલાતું જ નથી આ. તમારે કશું વાંચવું પડ્યું છે ત્યાર પછી ?
પ્રશ્નકર્તા : ના, દાદા.
દાદાશ્રી : પણ બધું જ્ઞાન હાજર છે ને ?
પ્રશ્નકર્તા : હા. સમજણ આવતી જાય વધારે.
દાદાશ્રી : બધે હાજર છે જ. પાંચ વાક્યો હાજર હોય. અમારું વચનબળ ખરુંને ? એટલે એ ભૂલાય નહીં. જ્યારે સમય આવે ને ત્યારે જ્ઞાન હાજર જ થઈ જાય તે ઘડીએ.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આ સર્વ સમાધાની જ્ઞાન કહેવાય. કોઈ પણ જગ્યાએ, કોઈ પણ દશામાં, કોઈ પણ અવસ્થામાં સમાધાન કરાવે, એનું નામ જ જ્ઞાન. અને અસમાધાન થયું એ જ્ઞાન જ કેમ કહેવાય ? જ્યાં ગૂંચ રહી એને જ્ઞાન જ કેમ કહેવાય ?
પ્રશ્નકર્તા : એ તો જોયું કે જ્ઞાન લીધું છે, એને ધીમે ધીમે અંદર જ્ઞાનક્રિયા કામ કરતી હોય છે. આ મોટામાં મોટું આશ્ચર્ય છે.
દાદાશ્રી : નિરંતર કામ કર્યા જ કરે મહીં. વિજ્ઞાન એટલે ચૈતન્ય જેવું. એની મેળે જ કામ કર્યા કરે. તમારે પાંચ આજ્ઞા પાળવી ના પડે. એ પાંચ આજ્ઞા મહીંથી જ પળાવડાવે.
આ તો અજાયબ વિજ્ઞાન છે કે અંદર નિરંતર ચેતવે છે. અરે ! આપણે આડાં કામમાં પડ્યા હોય ત્યારે એ અંદરથી ચેતવીને ઊભું રહે, હડહડાટ ! એટલે તમારે કશું કરવું ના પડે. આ જ્ઞાન જ ઇટસેલ્ફ કરી લે છે. તમારે તો ડીસીઝન જ લેવાનું કે અમારે તો દાદાજીની આજ્ઞા પાળવી છે. એ આજ્ઞા બધા પ્રકારના વાતાવરણોમાંથી બચાવનારી છે, પ્રોટેક્શન છે એ તો. આપણે ઊંઘી ગયા હોય તોય એ ચેતવે. હવે એથી વધારે કશું જોઈએ ખરું ?
આત્મપ્રાપ્તિતી ગેરન્ટી !
પ્રશ્નકર્તા : શુદ્ધાત્મા પ્રાપ્ત થયો છે એની તો દાદા ગેરન્ટી આપે છે.
દાદાશ્રી : હા, એની ગેરન્ટી આપીએ છીએ. અમે તને આપ્યો છે શુદ્ધાત્મા, તને પ્રગટ થયો એ સાચો શુદ્ધાત્મા. હવે સાચવવું એ તારા હાથની વાત.
પ્રશ્નકર્તા : પાછું તમે આ બદલ્યું. લિફ્ટમાં બેસાડી દીધા એટલે મોક્ષે જવાનાં જ છો, એવું પણ તમે કહો છો.
દાદાશ્રી : એ તો એવું ના કહે તો પછી ગાડું જ ના ચાલે. પણ આ તદન નવી વાત છે ને, તે સમજણ જ ના પડે, એવું ના કહે તો. બીજી