________________
આજ્ઞાની મહત્વતા
આવી જાય. અને પેલા ભક્તિમાં ચઢ્યા છે, એમનોય ઉકેલ તો આવશે. કારણ કે બીજી ઉપાધિ મટી ગઈને !
કિંમત આજ્ઞાતી જ !
પ્રશ્નકર્તા : જેમણે જ્ઞાન લીધેલું છે, એમની બે-પાંચ ભવે મુક્તિ તો થવાની ને ?
૩
દાદાશ્રી : હા, પણ જ્ઞાન જોડે આજ્ઞા પાળે તો. આજ્ઞા ના પાળે તો વધારે અવતાર થઈ જાય. આજ્ઞાની જ કિંમત છે, જ્ઞાનની કિંમત નથી. આજ્ઞા એ અમે છીએ અને આજ્ઞા પાળી એટલે અમે જોડે જ હોઈએ. દાદા ચોવીસેય કલાક હાજર રહે. આપણે યાદ ના કરવા હોય તોય યાદ રહ્યા કરે, આવ્યા જ કરે યાદ. અને કેટલાકને તો રોજ સ્વપ્નમાં આવવાના. અત્યારે ઈન્ડિયામાં કેટલાયને સ્વપ્નાં આવતાં હશે, મને કાગળેય આવે કે સ્વપ્ન આવ્યું હતું.
દાદા વિશેષ કે આજ્ઞા ?
પ્રશ્નકર્તા : મહાત્માઓ માટે ટોપમોસ્ટ જાગૃતિ કઈ ?
દાદાશ્રી : આ પાંચ આજ્ઞા જેટલી પાળે એ જાગૃતિ. નહીં તો દાદા જ નિરંતર યાદ રહે, તે જાગૃતિ જ કહેવાય.
પ્રશ્નકર્તા : આજ્ઞામાં રહે એ જાગૃતિને વધારે કે નિરંતર દાદાનું ધ્યાન રહે એ જાગૃતિને વધારે ? એમાંથી કયું જાગૃતિને વધારે ?
દાદાશ્રી : આજ્ઞામાં વધારે રહે તે. દાદા જો યાદ રહે છે, એ તો એમાં એનો પુરુષાર્થ નથી.
પ્રશ્નકર્તા : એમાં એનો પુરુષાર્થ નથી તો એ ભક્તિભાવ વધારે છે ?
દાદાશ્રી : જે કહો તે પણ એ એનો પુરુષાર્થ નથી અને આ છે તે પુરુષાર્થ છે આખો, પાંચ આજ્ઞા પાળી તે. અને પુરુષાર્થ એ જ મુખ્ય વસ્તુ છે. પેલું તો એને પ્રાપ્ત થયેલી વસ્તુ છે ને ઊડીયે પણ જાય.
*
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આજ્ઞા પાળવી જરૂરી !
આજ્ઞામાં રહ્યા, એનું નામ જ જાગૃતિ. નહીં તો પેલું છતું રહી ગયું અને આપણે ઊંધું કરીએ, એનું નામ જાગૃતિ નહીં. એનું નામ ઉઘાડી
આંખે ઊંઘે છે. તને આજ્ઞા પાળવાની ગમે છે ?
પ્રશ્નકર્તા : આજ્ઞા પાળવી, તો પાળનારો રહ્યોને ?
દાદાશ્રી : હા, પાળનારો રહ્યો. તો હવે શું કરીશ તું ? પ્રશ્નકર્તા : પાળનારો જ રાખવો નથી.
દાદાશ્રી : ઓહો ! એટલે આપણે આ સુરતથી હવે ગાડી જ છોડી દેવી, એટલે વિરમગામ પહોંચી જવાય.
કેટલાક આજ્ઞામાં ના રહ્યા એ તો ઊડી જ ગયા અહીં આગળ. આજ્ઞામાં રહ્યો તો સોલિડ થઈ ગયો. નહીં તો આ ગ્લોબ ઊડી જાય છે.
આ જ્ઞાન આપેલું સાવ નકામું જતું નથી. એનાં પાપો ભસ્મીભૂત થયેલાં હોય છે ને, તે એમાં ભાવના સારી રહે છે પછી, પહેલાં કરતાં બહુ ડાહ્યો થઈ ગયો હોય પણ મોક્ષમાર્ગી ના રહ્યો. મોક્ષમાર્ગી ક્યારે રહે, આજ્ઞામાં રહે તો. આ બધા અમારી આજ્ઞામાં રહે છે નિરંતર, ચોવીસેય ક્લાક. જેટલી પળાય એટલી પાળો. પ્રયત્ન કરો, ન પળાય તેનો વાંધો નહીં પણ ન પળાય તો એનો ખેદ કર્યા કરો. પસ્તાવો થવો જોઈએ કે આમ ન હોવું જોઈએ, બસ. એને અમે પૂર્ણાહુતિ કહીએ છીએ.
સાગર ઠાલવ્યો ગાગરમાં !
માર્ગ બધા પ્રકારનો આપણે આપેલો છે અને પાછો લાંબો નહીં. પ્રશ્નકર્તા : લાંબો નહીં, એટલે જ્યારે એના ઉપર ધ્યાન બહુ કેન્દ્રિત કરીએ છીએ ત્યારે એમ લાગે છે કે દાદાએ કેટલું ટૂંકામાં આપી દીધેલું છે.
દાદાશ્રી : નહીં તો આ કાળમાં ભૂલી જાય બિચારા.
પ્રશ્નકર્તા : પણ હવે કેટલીક અમારી પ્રકૃતિ એવી હોય છે કે આમ સીધી મળેલી વસ્તુને પણ અમે લાંબીલચ કરવા માગીએ છીએ.