________________
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આતવાણી
શ્રેણી ૧૨ (ઉત્તરાર્ધ)
[૧] આજ્ઞાની મહત્વતા
પંચાજ્ઞા પાળે તે પામે મહાવીર દશા ! પ્રશ્નકર્તા: અમને તો તમે આત્મજ્ઞાન આપ્યું છે, પાંચ આજ્ઞાઓમાં રહેવાનું કહ્યું છે અને ચરણવિધિ કરવાની કહી છે. એથી વિશેષ બીજું કાંઈ અમારે કરવાનું રહે છે ?
દાદાશ્રી : પાંચ આજ્ઞાઓ અમે જે આપી છે ને એમાંથી એક જો નિરંતર પાળો તો ય બહુ થઈ ગયું.
પ્રશ્નકર્તા : તો અમને લિફટમાં બેસાડી દેશોને ? બાકીની જવાબદારી તમારીને ?
આજ્ઞામાં રહ્યાને એટલે બસ થઈ ગયું. આજ્ઞા એ આ ભવમાં જ સંપૂર્ણ પદ આપે એવી છે. ભલે પછી આ ભવમાં દશ વર્ષ જીવવાનું હોય કે પાંચ વર્ષ, પણ એમાં પૂરું કરી આપે.
આજ્ઞાથી જ જાગૃતિ તે મોક્ષ ! પ્રશ્નકર્તા : આ સ્વરૂપની જાગૃતિ સતત રહે, એના માટે શું કરવું?
દાદાશ્રી : આ આજ્ઞા આપી છે એ જાગૃતિ આપનારી છે. એ આજ્ઞામાં રહેને, તોય બહુ થઈ ગયું. પાંચ આજ્ઞા એ જ જ્ઞાન છે, બીજું કોઈ જ્ઞાન નથી.
પ્રશ્નકર્તા : આ “કારણ-મોક્ષ થઈ ગયો કહેવાય ?
દાદાશ્રી : “કારણ-મોક્ષ થઈ ગયો, પણ આપણું જ્ઞાન કેવું છે કે એ જ્ઞાન એને આજ્ઞાપૂર્વક રહે તો જ કામનું. જો આજ્ઞામાં ના રહ્યો તો જ્ઞાન ઊઉડી જશે. કારણ કે આજ્ઞા જ મુખ્ય છે. વાડ ના હોય તો ઊડી જાય બધું. એટલે પછી આ જ્ઞાન લીધા પછી તમે આજ્ઞામાં આવી જશો અને ત્યારે મોક્ષે ય મળી ગયો હશે.
આજ્ઞા એ જ ધર્મ અને તપ ! આપણે અહીં હજારો માણસો એવા હશે કે તમે એમને જઈને પૂછો કે દાદા તમને યાદ આવે છે? ત્યારે એ કહે, ‘ચોવીસે કલાકમાં એક સેકન્ડ પણ દાદા ભૂલાયા નથી !!! કોઈ એવો દિવસ નથી ગયો કે અમે દાદાને એક સેકન્ડ ભૂલ્યા હોઈએ ! અને ના ભૂલ્યા હોય પછી એમને દુઃખ હોય જ નહીં ત્યાં આગળ. જ્યારે દાદાને ભૂલે જ નહીં તો જગત વિસ્તૃત જ રહ્યા કરેને ! એકની સ્મૃતિ તો બીજાની વિસ્મૃતિ. દાદાની સ્મૃતિ તો જગતની વિસ્મૃતિ. કેટલાક માણસો દાદાની ભક્તિમાં ચઢી જાય. નિરંતર દાદાને યાદ કરીને ભક્તિમાં ચઢી જાય. બીજાં કેટલાક જ્ઞાનમાં રહેનારા માણસો. અને તેમાંય પાછા પૂરેપૂરા આજ્ઞામાં રહેનારા અમુક જ માણસો, પણ બધાંનો એક અવતારી, બે અવતારી, પાંચ અવતારી થઈને પણ ઉકેલ
દાદાશ્રી : બધી જવાબદારી અમારી. પાંચે આજ્ઞા પાળે તો મહાવીર ભગવાન જેવી દશા રહે, એ હું લખી આપું. પાંચ આજ્ઞા પાળેને તો હું ગેરન્ટી લખી આપું કે મહાવીર ભગવાન જેટલી સમાધિ રહેશે તને ! પણ પાંચને બદલે એક પાળોને, તોય જવાબદારી અમારી છે.
અમે જ્ઞાન આપીએ પછી બીજું કશું કરવાનું હોતું નથી. અમારી પાંચ આજ્ઞા હોય છે ને તે આજ્ઞામાં જ રહેવાનું છે. એ પાંચ જ વાક્યોમાં આખા વર્લ્ડનું સાયન્સ આવી જાય છે. એમાં કોઈ જગ્યાએ કંઈ બાકી રહેતું નથી. અને આખા દિવસમાં પાંચેય આજ્ઞા એને કામ લાગે !