________________
આજ્ઞાની મહત્વતા
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
બાકી આ પાંચ આજ્ઞા કોઈ પણ જગ્યાએ અને ગમે તે ટાઈમે સર્વ સમાધાન આપે એવી છે. માટે આ હોય તો સમાધાન રહેશે. એટલે એ સેફસાઇડ છે તમારી, કમ્પ્લિટ સેફસાઈડ !
બહુ સહેલું થઈ ગયું છે આ, જો વાત સમજે તો. આ જ્ઞાન આપવાથી બિલકુલ સહેલું. તમારે શાસ્ત્રો વાંચવાની જરૂર નથી. આ પાંચ આજ્ઞા જો કદી પળાય તો ઘણું છે. આપણાથી પુરુષાર્થ થયો છે માટે હવે પકડી શકાય એવું છે. તેમાં અંતરાય કરનારાં છે, એવું હું ના નથી કહેતો. પાછલાં હજુ રિઝલ્ટ છે. તેમાં ધક્કા માર માર કરે, પણ તે આપણે જાગૃત રહ્યા કરવાનું. પ્રતિક્રમણ કર્યા કરવું, તો જાગૃતિ રહે. જેટલી જાગૃતિ એટલું ફળ મળે અને સંપૂર્ણ જાગૃતિ, એનું નામ કેવળજ્ઞાન.
પાંચ આજ્ઞા પાળતો હોય તો એ અમારી પ્રત્યક્ષ હાજરી છે ! પ્રત્યક્ષપણું સૂચવે છે આ. તો પછી આ દાદા અમેરિકા ગયા તો તેમાં આપણે શું ? આપણને પાંચ આજ્ઞા આપીને ગયેલા છે, પછી આપણને શું? એ પોતે જ છે ને ?
પ્રશ્નકર્તા: આ દાદા જશે પછી આપણે શું કરીશું, એનો આ જવાબ દાદા આપે છે.
દાદાશ્રી : હં, આપણે તો કાયમના દાદા ખોળી કાઢવાના. આ દાદા તો છોત્તેર વર્ષના ને દેહ છૂટે ને ગબડી પડે, એનું શું કહેવાય ? એનાં કરતાં આપણે કાયમના દાદા ખોળી કાઢ્યા હોય તો ભાંજગડ ખરી પછી ?! પછી રહ્યા તો સો વર્ષ છોને જીવે, આપણને વાંધો નથી. પણ આપણે આપણું ખોળી કાઢીને બેસવું.
પ્રશ્નકર્તા : આપ તો દાદા, આપની પાસે આવનારને કેટલા બધા નિરાલંબ બનાવી દો છો !
શક્તિ પામવી જ્ઞાતી કલેથી ! પ્રશ્નકર્તા : આજ્ઞા પાળવા માટે બહુ શક્તિ જોઈએ.
દાદાશ્રી : આપણું જ્ઞાન રહે તો બહુ થઈ ગયું, બસ. એટલું જ જોવાનું. આપણું જ્ઞાન શુદ્ધાત્માને ચોપડે સારી રકમ જમે કરે. પાંચ આજ્ઞા જેટલી વધારે પાળે એટલું વધારે જમે થાય. તમે ઓછું જમે કરાવો છો? તે વધારે કરાવો તો શો વાંધો છે ? એમાં કંઈ આજ્ઞા ભારે, અઘરી કોઈ છે નહીં.
પ્રશ્નકર્તા: તમારા આશીર્વાદ અને શક્તિ મળે તો કંઈ અઘરું નથી. દાદાશ્રી : આશીર્વાદ ને શકિત અમારા નિરંતર ચાલુ જ હોય છે.
પ્રશ્નકર્તા : બાકી આજ્ઞા એટલી સહેલી નથી. આપની શક્તિ મળે તો જ થાય એમ છે.
દાદાશ્રી : એટલે શક્તિ અમારી એટલા માટે જ ચાલુ રાખેલી છે. એ એની મેળે જ નળ બંધ કરે તો એને બંધ થાય. બાકી ચાલુ જ રાખેલી છે. નહીં તો આજના આ મોહના તોફાનમાં શી રીતે આ માણસ જીવી શકે ? કેવડું મોટું મોહનું તોફાન !
પ્રશ્નકર્તા : આમાં આગળ જવાય તો શું કામ ના જવું?
દાદાશ્રી : જવાય એવું છે, માર્ગ કરી આપું. આ પુરુષ થયા પછી પુરુષાર્થ જેટલો કરો એટલો તમારો.
પ્રશ્નકર્તા : પુરુષાર્થમાં કચાશ ના રહે, એવું બળ પણ તમારે આપવું જોઈએ સાથે.
દાદાશ્રી : અમે તો આ વિધિમાં દરેક વખતે આપીએ છીએ.
પ્રશ્નકર્તા: તો એવા આશીર્વાદ આપી દો કે થઈ જાય. આ જ જોઈએ છે એ આપી દો.
દાદાશ્રી : એવું જ આપેલું છે, પણ તમે બીજું કંઈ આઘુંપાછું કરવા
દાદાશ્રી : ત્યારે શું કરે ? હિંમત તો રાખવી જોઈએને ! આપણે સ્થિર રહેવું જોઈએને એટલે આપણે બેસવાના પાટિયા ઉપર બેસવું. આજ્ઞા પાળી કે બેસવાનું પાટિયું મળી ગયું, બસ.