________________
દાદાશ્રીની પાંચ આજ્ઞા પાળે પછી બહારનો સર્વ વ્યવહાર શુદ્ધ વ્યવહાર જ છે. જ્ઞાનીઓ શુદ્ધ વ્યવહારમાં મૂકી દે ! શુદ્ધ વ્યવહારનાં લક્ષણો કયા કયા ? ક્રોધ-માન-માયા-લોભ વપરાય નહીં. ગુસ્સો થાય પણ ક્રોધ ના થાય. ક્રોધમાં તાંતો હોય ને હિંસકભાવ હોય. તે મહાત્મામાં ના હોય. દેહને જ ફાઈલ નં. ૧ ગણે ને સગાવહાલાં બધાંને ફાઈલો તરીકે જુએ એટલે જુદા જ પડી ગયો ! ખાય-પીવે છતાં શુદ્ધ વ્યવહાર. કારણ ‘આહારી આહાર કરે છે એ નિરાહારી એવો હું માત્ર તેને જાણું છું’ એ જાગૃતિ સહિત છે તેથી. શુદ્ધ વ્યવહારમાં આત્મા માત્ર જાણ્યા જ કરે, બીજો કંઈ જ ડખો ના કરે ને વ્યવહાર ચાલ્યા કરે. શુદ્ધ વ્યવહાર હોય ત્યાં મમતા ના હોય. મમતા ના હોય ત્યાં કષાય પણ ના હોય. ઝાડ, પશુ, પંખી, મનુષ્યો, જીવમાત્રની અંદર શુદ્ધાત્મા દેખાય, તે શુદ્ધ વ્યવહાર થર્યા કહેવાય. આત્મજ્ઞાન વિના શુદ્ધ વ્યવહાર ના થઈ શકે. જીવમાત્રમાં શુદ્ધાત્મા ત્યાર પછી જ દેખાય. શુદ્ધ વ્યવહારમાં કર્તાભાવ જ નથી, અહંકાર નથી. કષાય નથી, નિરંતર આંતરિક સંયમ રહે, બાહ્ય સંયમ હોય કે ના હોય. સર્વ્યવહાર, સદાચાર, શુભાશુભ વ્યવહાર એમાં અહંકાર હોય. સવ્યવહાર કોને કહેવાય ? જેમાં કષાયો કોઈને નુકસાન કરતા ના હોય, પોતાને એકલાને જ કરે એને. કોઈ દુ:ખ આપે તો જમાં કરી લે. શુદ્ધ વ્યવહાર કષાયો રહિત હોય. ક્રમિક માર્ગમાં શાસ્ત્રોના આધારે પોતાનો વ્યવહાર રાખવો તે સવ્યવહાર. મોક્ષે જવાના સાધનો વ્યવહારમાં હોય એ સડ્યવહાર અને સંસારના સાધનો હોય તે શુભ વ્યવહાર. શુભ અને શુદ્ધ વ્યવહારમાં શો ફેર ? આત્મજ્ઞાનીને શુદ્ધ વ્યવહાર હોય ને અજ્ઞાનીને શુભ વ્યવહાર હોય. જ્ઞાની અકર્તા ભાવમાં હોવાથી એમને શુદ્ધ કે શુભ વ્યવહાર કરવો પડતો નથી, સ્વયં થઈ જાય છે. અને શુભ વ્યવહાર તો કરવો પડે. તેમાં અહંકાર હોવાથી કરવો પડે.
અશુભ વ્યવહાર આ કાળમાં ખૂબ ચાલે છે. જેમ કે ગજવાં કપાય, મારમારી, ગાળાગાળી વિગેરે. પછી અશુદ્ધ વ્યવહાર કો'કને જ હોય. નર્ક લઈ જાય એવો વ્યવહાર તે અશુદ્ધ વ્યવહાર કહેવાય. શુદ્ધ વ્યવહાર છે ત્યાં જ શુદ્ધ નિશ્ચય છે. વ્યવહાર શુદ્ધિ કોને કહેવી ? કષાયરહિત વ્યવહાર એ વ્યવહાર શુદ્ધિ છે. કોઈ માણસને મારીને તેનું માંસ ખાય એ અશુદ્ધ વ્યવહાર કહેવાય. અગર તો શોખને ખાતર હરણાં મારે એ અશુદ્ધ વ્યવહાર. અને છોકરાનાં પેટ ભરવા હરણાં મારીને ખવડાવે એ અશુભ વ્યવહાર. અને ત્રીજાએ છોકરાંને ખવડાવવા હરણાં માર્યા અને દિલથી પશ્ચાતાપ કર્યો તો એ શુભાશુભ વ્યવહાર કહેવાય. અશુભ ઊડી જઈને શુભેય થઈ શકે ખરા પ્રતિક્રમણથી ! શુદ્ધ વ્યવહારના પાયા પર શુદ્ધ નિશ્ચય હોવો જોઈએ. જ્યાં શુદ્ધ વ્યવહાર નથી ત્યાં શુદ્ધ નિશ્ચય નથી. નિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો, એનું નામ શુદ્ધ વ્યવહાર. અક્રમ માર્ગમાં શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય બેઉ સાથે રાખવામાં આવે છે. બેઉને સરખું જ મહત્ત્વ અપાય છે. છતાં નિશ્ચય ગ્રહણીય છે ને વ્યવહાર નિકાલી છે. જ્ઞાન મળ્યા પછી જેટલો વ્યવહાર ડ્રામેટિક કર્યો એ સાચો શુદ્ધ વ્યવહાર ચા પીતા ના હોઈએ ને કોઈ બહુ દબાણ કરે તો ખેંચાખેંચી કરીને, કષાયો કરીને ના પીવો તેના કરતાં શાંતિથી થોડીક પી જાવને ! વ્યવહાર એડજસ્ટેબલ હોવો જોઈએ. ડ્રામેટિક હોવો જોઈએ. કોઈ બુમો ના પાડે એવો હોવો જોઈએ. કોઈ ગાળો ભાંડે તોય તે શુદ્ધાત્મા જ દેખાય, ફૂલહાર ચઢાવે, પગે લાગે તોય તે શુદ્ધાત્મા જ દેખાય, એનું નામ શુદ્ધ વ્યવહાર. શુદ્ધ વ્યવહાર એ શુદ્ધ નિશ્ચયનું ફાઉન્ડેશન છે. શુદ્ધ વ્યવહાર કોઈનેય હરકત ના કરે. નિશ્ચય પ્રાપ્ત થયા પછીનો વ્યવહાર શુદ્ધ વ્યવહાર. ત્યાં સુધી વ્યવહારને વ્યવહારે ય કહેવાતો નથી.
જ્યાં નિશ્ચય છે ત્યાં વ્યવહાર ઘટે ને જો વ્યવહાર નથી તો નિશ્ચય પ્રાપ્ત થયો નથી. પણ તેથી કરીને વ્યવહારની ખેંચ ના હોવી જોઈએ. વળગવાનું
52