________________ નિશ્ચય - વ્યવહાર 433 વ્યવહાર સ્પર્શે જ નહીં તે કેવળજ્ઞાત ! જે માણસને જેટલો વ્યવહાર સ્પર્શે નહીં એટલો વ્યવહાર વ્યવહાર કહેવાય. એમ કરતાં કરતાં આખો વ્યવહાર જ સ્પર્શે નહીં, એટલે થઈ ગયું કેવળજ્ઞાન ! જેટલો સ્પર્શ કરે નહીં, એ વ્યવહારને જ વ્યવહાર કહે છે. હજુ તો જે સ્પર્શ કરતો હોય, તે વ્યવહારને વ્યવહાર કેમ કહેવાય ? વ્યવહાર એટલે સ્પર્શે નહીં. લોકોને એમ લાગે કે આમણે કર્યું ને આપણને એમ લાગે કે “આ ચંદુભાઈએ કર્યું. આપણે નથી કર્યું !' વ્યવહાર એટલે લોકને તો આ ભાઈએ શું કર્યું, એ દેખાય બધું, એટલે એ તો એમ જ કહેને ! આ તો ખાલી વ્યવહાર ઊભો થયેલો છે, સમસરણ માર્ગનો. જેમ અરીસા આગળ વ્યવહાર ઊભો નથી થતો ? અરીસામાં કશું દેખાય કે નહીં ? તો હવે એ એક્કેક્ટ વ્યવહાર નથી ? આપણે એક આંગળી ઊંચી કરીએ તો એ એક આંગળી ઊંચી કરે. આપણે બે ઊંચી કરીએ તો એ બે ઊંચી કરે, એક્ઝક્ટ વ્યવહાર નથી ? એ વ્યવહારને ઘોળીને લોકો પી ગયા. એના જેવો જ આ વ્યવહાર છે, બીજું કશું છે નહીં. જેટલા રાગદ્વેષ ગયા, એટલો શુદ્ધ વ્યવહાર ઉત્પન્ન થઈ ગયો. સંપૂર્ણ રાગ-દ્વેષ ગયા એટલે બધો વ્યવહાર વ્યવહારરૂપે રહ્યો. ડખલોરહિત વ્યવહાર રહ્યો કહેવાય. આ લોકોને ધીમે ધીમે રાગ-દ્વેષ ઘટતા જાય છે ને અમુક અમુક બાબતમાં છૂટતા જાય છે ! અમુક જ બાબતમાં એટલે જેટલા રાગ-દ્વેષ છૂટે એટલો જ વ્યવહાર છૂટને ? એકદમ છૂટતો નથી આ. ધીમે ધીમે અંશે અંશે છૂટે છે. એ સવાશે છૂટકારો થાય ત્યારે કેવળજ્ઞાન થાય. જય સચ્ચિદાનંદ