________________
નિશ્ચય - વ્યવહાર
૪૩૧
૪૩૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આપણે તેમને “આવો પધારો’ કહીને ગાદી પર બેસાડીએ, એ બધું વ્યવહાર સત્તાને માન આપ્યું કહેવાય. પણ દ્રષ્ટિમાં અમારી તે ઘડીએ સમભાવ રહે. પછી આ મોટા શેઠ હો કે એનો ડ્રાયવર હો, દ્રષ્ટિમાં સમભાવમાં અમારે ફેર ના પડે ! વ્યવહાર સત્તા તો ભગવાને એક્સેપ્ટ કરવાની કહેલી છે. શ્રેણિક રાજા હતા, તેમને ભગવાન મહાવીરેય રાજા કહીને બોલાવતા. કારણ કે એમની એ જગ્યા છે, એ પદવાળા છે, એવી પુણ્ય છે ને ! પણ દ્રષ્ટિ તો સમભાવ !
વ્યવહાર સત્તાને એક્સેપ્ટ કરવી જ પડે. ધર્મમાં પૈસાની મદદ કરતા હોય તેય એક્સેપ્ટ કરવું પડે. ધર્મમાં દેહની સેવા કરતાં હોય તોય એક્સેપ્ટ કરવું પડે. જેની જેની વધારે સેવાઓ હોય તેય એક્સેપ્ટ કરવી પડશેને ? પણ દ્રષ્ટિમાં સમભાવ હોય ! અમારે બધાંની ખબર પૂછવાની. મગજ મેડ થઈ ગયેલું હોય, તેનેય એની ખબર પૂછવાની. કારણ કે મગજ મેડ છે, આત્મા મેડ નથી ! મગજ તો એક અવતાર પૂરતું જ કે અમુક ટાઈમ પૂરતું જ હોય છે ને આત્મા તો પરમેનન્ટ છે.
દાદાશ્રી : ગપોટી ના જાય મારી પાસે. એ ગપોટે નહીં મારી પાસે. ગપોટે શબ્દ વાપરો કે ના વાપરો ? એ બહુ જૂના જમાનાનો શબ્દ છે. ગપોટે એટલે દશ લાઈન બોલવાની હોય ને એમાં ચાર લાઈન ભૂલી જઈને આગળની બોલે ત્યારે બીજા છોકરા શું કહે આણે ગપોટી ચાર લાઈન. એટલે આટલું ગપોટી લીધું. બોલવાનું હોયને, તેમાં આટલું ગપોઢ્યું.
એટલે આપણો વ્યવહાર રસાળવો હોવો જોઈએ એવું મારું કહેવાનું. સામો માણસ કેવો વ્યવહાર રાખે છે, એને સમજી જઉં છું કે આ ગપોઢ્યું એણે. પણ આપણે તો રસાળવો રાખવો, એ મુખ્ય વાત. આ ઘરમાં વ્યવહાર રસાળવો જ હોય છે. નથી હોતા ? ઘણા કાયદા જોતા નથી. રસાળવો એટલે શું ? અંદર કપટ વગરનું, શુદ્ધતાવાળો. એટલે આપણો વ્યવહાર રસાળવો હોવો જોઈએ. સમભાવે નિકાલ કરવાથી રસાળવો ગુણ ઉત્પન્ન થાય છે. તે આપણા મહાત્માઓને રસાળવો છે જ. પગ-બગ ખૂબ દબાયો હોયને તોય અવળું ના બોલે એનું. સમભાવે નિકાલ તો કરે રોજ. આટલા બધા લોકો છે પણ કંઈ અથડામણ થઈ નથી કોઈની.
પ્રશ્નકર્તા : રસાળવો વ્યવહાર એટલે સિન્સિયર વ્યવહાર ?
દાદાશ્રી : એ તો આ બધા કારકૂનો લખે છેને સિન્સિયરલી ! પણ એ લુખ્ખો વ્યવહાર કહેવાય. અને રસાળવાની મહીં સિન્સિયારીટી આવી જાય ખરી, પણ સિન્સિયોરીટીમાં રસાળવું ના આવે. સિન્સિયારીટીની ડોલ છે, એની મહીં રસાળવાની ડોલ આવી શકે નહીં, રસાળવાની ડોલમાં સિન્સિયોરીટીની ડોલ આવી શકે.
એ રસાળવો શબ્દ જો યાદ રહે તો કામ કાઢી નાખશે. રસાળવો, એટલું મહીં યાદ રહેશેને તોય બહુ થઈ ગયું !
અમારો રસાળવો વ્યવહાર હોય. એટલે તમને શું લાગે કે આ કોઈ આપ્તજન લાગે છે, બીજા વાત કરે તો આપ્તજન નહીં લાગે. હું આમને ટેડકાવુંને તોય રસાળવો વ્યવહાર. ટેડકાવાનું તે તો મહીં માલ નીકળ્યો, તે સામાનો હિસાબ હોય તો શું થાય ? મારી ઇચ્છા નહીં ને !
સાળવો વ્યવહાર, જ્ઞાનીતો અક્રમ વિજ્ઞાન શું કહે છે કે વ્યવહાર તો બધાય રાખે છે, પણ વ્યવહાર રસાળવી રાખો, રસાળવો.
ઘરમાં કેવો વ્યવહાર હોય છે ? રસાળવો વ્યવહાર ! એટલે મારો સ્વભાવ તો, હું નિરંતર વ્યવહાર રસાળવો જ રાખતો. જોડે બેઠો હોય તેની જોડેય રસાળવો. કોઈને કોઈ ખોટ ગઈ નથી કોઈ જાતની. રસાળવા વ્યવહારમાં મને ખોટ આવી નથી. વ્યાપારીને ત્યાં જઉં તોય વ્યાપારીની જોડે રસાળવો વ્યવહાર. એનો પોલિડ હોય પણ મારો વ્યવહાર સારો હોય. એના પોલિશ્કનેય ઓળખું, પાછો રસાળવાને ય ઓળખું. મારા જેવો રસાળવો મળે, તેને ઓળખું પાછો. ઓળખવાનો સ્વભાવ ખરો બીજે.
પ્રશ્નકર્તા : રસાળવો વ્યવહાર એટલે કેવો હોય ? જરા વધારે વિગતવાર સમજાવો.