________________
નિશ્ચય - વ્યવહાર
૪૨૯
૪૩૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
જગત આખાને હોય. કારણ કે આચારસંહિતા એ જ એમનું બીજ છે.
જ્યારે આપણે આચારસંહિતા ફળરૂપે કાઢી નાખ્યું છે, બીજરૂપે નથી. એટલે નિકાલ કરી નાખવાનો અને એમનું સંસારનું બીજ આચારસંહિતા છે. એટલે એ એમ જ કહે ને કે આચાર તો જોઈશે જ અને આપણું આ તો જુદું છે, એ એમને શી રીતે ફીટ થાય ? ના થાય. એ ફીટ થશે, ત્યારે તમારો આચાર બધો મારી પેઠ ખાલી થઈ જશે. ત્યારે કહેશે, “ના, આ તો સાચું કહે છે.' આ આચાર જ ખાલી થઈ જવાના.
પ્રશ્નકર્તા : આ તો કર્તાભાવને કાઢીને આચાર ખાલી થાય છે.
દાદાશ્રી : હા. તે જ કહું છુંને ! કર્તાભાવ કાઢીને આચાર ખાલી થઈ જશે. ત્યારે લોકો કહેશે, ‘શું વાત કરો છો ! કેવું સુંદર છે !' મને બધાં કહે છે કે, ‘તમારા ભક્તોનું સાહેબ અમને માન્યામાં નથી આવતું, પણ તમારું માન્યામાં આવે છે.... કારણ કે મારું બધું ખાલી થઈ ગયેલું છે. બાકી માન્યતા તો મારીય એ છે કે નિકાલ જ કરવાનો. અક્રમ વિજ્ઞાન છે આ તો !
વિરોધીતે પણ માત તે શુદ્ધ વ્યવહાર ! જુઓને, અમે મંચ પર બેઠા હતાને, અમારે વૈષ હોય નહીં. આવા વ્યવહારમાં તો અમારે આવવાનું ના હોય બનતાં સુધી, પણ હોય તેને અમે તરછોડીએ નહીં. બધું ત્યાંય એવું નાટક ભજવીએ. અમારે આમ કરવું ને તેમ કરવું એવું નહીં. આપણે વ્યવહારને તરછોડવાનો નહીં. જે વ્યવહાર બન્યો, એમાં ‘અંબાલાલ મૂળજીભાઈ’ એ વ્યવહાર સત્તાને આધીન છે. ‘અમે' નિશ્ચય સત્તાને આધીન છીએ. ‘અમે' તો નિશ્ચય સત્તામાં જ છીએ, સ્વસત્તાધારી છીએ. એટલે વ્યવહારને કિંચિત્માત્ર તરછોડ ના વાગવી જોઈએ.
એટલે કે વ્યવહાર ઉદયકર્મને આધીન છે પણ વ્યવહાર સત્તા અમે ક્યારે કબૂલ કરીએ કે આદર્શ હોય તો, નહીં તો નહીં. એટલે વ્યવહારને કિંચિત્માત્ર છંછેડાય નહીં. કોઈને સહેજ પણ દુઃખ તો ના થાય, એ છેલ્લી ‘લાઈટ' કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને, એ
એમ તો કહે કે, “ભાઈ, આમને અને મારે મતભેદ છે પણ એમના તરફ મને ભાવ છે, માન છે.' એવું કહે છેવટે !
આ “વિજ્ઞાન વ્યવહારને છંછેડતું નથી. દરેક ‘જ્ઞાન’ વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની ‘રિયાલીટી’માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી ! આ વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ હોય. સૈદ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ના પામે. કોઈ પણ જગ્યાએ અસિદ્ધાંતપણાને ના પામે. તેનું નામ સિદ્ધાંત કહેવાય, કોઈ એવો ખૂણો નથી કે અસિદ્ધાંતપણાને પામે. એટલે આ ‘રિયલ સાયન્સ' છે, કમ્પ્લિટ સાયન્સ’ છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે ! જે જ્ઞાન વ્યવહારને તરછોડે, એ જ્ઞાન નિશ્ચયને પામે નહીં.
પ્રશ્નકર્તા : એ તો સીધી વાત છે.
દાદાશ્રી : એટલે અમારો વ્યવહાર આદર્શ જ હોય. જગતે જોયો ના હોય એવો અમારો વ્યવહાર હોય. અમારો વ્યવહાર મનોહર હોય. જેનું વર્તન પણ મનોહર હોય, વિનય પણ મનોહર હોય. વ્યવહારને ખસેડીને કોઈ છે તે આત્મા પામેલો નહીં. અને જે પામવાની વાતો કરે છે એ છે તે શુષ્કજ્ઞાન છે. તરછોડ્યો એટલે રહ્યું જ ક્યાં ? નિશ્ચય ક્યાં રહ્યો ?
પ્રશ્નકર્તા : વ્યવહારને તરછોડે તો ઓટોમેટિક નિશ્ચયને તરછોડાય જ જાય છે.
દાદાશ્રી : નિશ્ચય ઉત્પન્ન જ ના થાયને, વ્યવહાર તરછોડેલો હોય તો. વ્યવહાર એટલે બેઝમેન્ટ છે, તો બેઝમેન્ટ કાચું તો નિશ્ચય ઊભો નહીં રહે.
વ્યવહાર સત્તા માન્ય જ્ઞાતીને ય ! વ્યવહાર સત્તાને માન્ય કરીએ છીએ. વ્યવહારને સમભાવથી ‘નિહાળીએ છીએ ! વ્યવહાર સત્તાને માન આપવાનું એટલે શું ? આ કોઈ શેઠ છે, તે કેટલોય પૈસો ધર્મમાં ખર્ચે છે. એટલે એ અહીં આવે તો