________________
નિશ્ચય - વ્યવહાર
અહીં ગમે તે વ્યવહાર કરીએ તો પણ કોઈના તરફની બૂમ ના આવે, તો એ યથાર્થ વ્યવહાર કહેવાય. પણ તે યથાર્થ ક્યારે કહેવાય ? ભગવાનના કહ્યા પ્રમાણે હોય ત્યારે, ભગવાનની આજ્ઞાપૂર્વક હોય ત્યારે, એમાં ક્રોધ-માન-માયા-લોભ ન હોય. ત્યાં આગળ વ્યવહાર સારો ચોખ્ખો હોય. અગર તો જ્યાં આગળ ક્રોધ-માન-માયા-લોભ ઉપર સંયમ રહેતો હોય ત્યાં સુધી ભગવાને ચલાવી લીધેલું છે !
અક્રમમાં વ્યવહાર બરફ જેવો !
૪૨૭
પ્રશ્નકર્તા : આજે અમે વ્યવહારમાં કામ કરીએ અને કોઈ માણસ ખોટું કરતો હોય તો એ ફંકશનલી ખોટો છે કે સાચો છે એવું તો અમારે વ્યવહારમાં રાખવું જ પડેને ?
દાદાશ્રી : વ્યવહારમાં એવું છેને, જ્યાં સુધી તમારી દ્રષ્ટિમાં તમને એ વાત ગમે છે, ત્યાં સુધી તમે વ્યવહાર કરો. જ્યારથી તમારો એ વ્યવહાર ઊડી જશે એટલે એ વસ્તુ તમને ગમશે જ નહીં.
વ્યવહારનો સ્વભાવ કેવો છે ? આ અક્રમ માર્ગનો વ્યવહાર કેવો છે ? અક્રમ માર્ગનો વ્યવહાર બરફ જેવો છે. એટલે એક મણનો મોટો બરફ હોય તો એ લાવ્યા પછી કહેશે કે ‘અમે તો વ્હેર દબાવીશું', ત્યારે હું કહું કે ‘તમને ફાવે તે દબાવજોને પણ છેવટે એ ઓગળીને ખલાસ થઈ જશે.' એ તમે ગમે એટલો બચાવવા પ્રયત્ન કરશો પણ એક દહાડો ઓગળીને ખલાસ થઈ જશે.
વ્યવહાર એક અવતારમાં ચોખ્ખો થવો જોઈએ. છેલ્લા અવતારમાં તો વ્યવહાર ચોખ્ખો જ હોવો જોઈએ. ત્યાં કંઈ પોલંપોલ ચાલે નહીં. અત્યારે પોલ ચાલશે. પણ આ એકાવતારી જ્ઞાન છે. બહુ લોભિયા હોય તો ત્રણ અવતાર કરશે, પાંચ અવતાર કરશે.
વ્યવહારનો વાંધો નથી, વ્યવહારમાં એકરૂપ થઈ જવાય છે તે વાંધો છે. એકરૂપ પોતાના સ્વરૂપમાં હોવો જોઈએ અને વ્યવહાર તો ઉપલક છે, સુપરફ્યુઅસ છે.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
અનંત અવતારથી, કરોડો જીવો ખેંચે તતે દોરડાથી !
ભગવાન એટલું જ કહે છે કે વ્યવહારમાં કોઈને બાધકરૂપ ના થાય એવો વ્યવહાર હોવો જોઈએ. વ્યવહારને લોકોએ રિયલ માન્યો તો ય વ્યવહાર આવડ્યો નહીં. વ્યવહારના પક્ષમાં થઈ ગયા તોય વ્યવહાર પૂરો ચોખ્ખો થયો નહીં. વ્યવહાર કેવો હોવો જોઈએ ? આદર્શ હોવો જોઈએ.
લોકોને એમ લાગે કે કહેવું પડે ! આ તો ઘેર ઘેર ડખા થયા કરે છે. ડખો થાય, એને વ્યવહાર કેમ કહી શકાય ? વ્યવહારનો અર્થ શો ? આપીને લો, નહીંતર તો લઈને આપો, ચોક્કસ. એનું નામ વ્યવહાર ! વ્યવહાર તો લેવા-દેવાનો વ્યવહાર છે. હું કોઈને આપતો નથી અને હું કોઈનું લેતોય નથી. મને કોઈ આપતું નથી અને હું મારા સ્વરૂપમાં રહું છું.
૪૮
પ્રશ્નકર્તા : હું તો આપના ચરણમાં આવી ગયો, છેવટે એ જ રહ્યું, એ જ ઉપાય રહ્યો.
દાદાશ્રી : બસ. એવું કોઈ પણ એડજસ્ટમેન્ટ હોવું જોઈએ આપણું કે નિરંતર આપણી રક્ષા થાય બધી રીતે, વ્યવહાર-નિશ્ચયમાં. વ્યવહારથી ડાઘ પડતા બંધ થાય અને નિશ્ચયથી ડાઘ પડતા બંધ થાય અને બોજારહિત થઈએ, હલકાં ફૂલ જેવા. અહીં મુક્તિ અનુભવીએ. જેટલા ખૂણા તૂટ્યા, જેટલા ખેંચાણ તૂટ્યા એટલા તો છૂટા થયાને, મુક્ત થયાને ! જેટલાં ખેંચાણ બધાં છૂટ્યા, કરોડો જીવો ખેંચે છે આપણને દોરડેથી. અને જેટલાં દોરડાં છૂટી ગયા એટલા છૂટા થયાને ! જેટલા બાકી છે, તે પછી છોડશે. રસ્તો આ છે, આનાથી છૂટી જશે બધું.
એવું છેને, આપણો માર્ગ સરળ છે, સહજ છે. ધંધો ચાલતાં, ઘરના માણસને હરકત કર્યા વગર, કામ નીકળે એવું છે. બધાંને સમાધાન કરી, સંતોષ કરો પછી મોક્ષે જવાનું. કોઈની ડખલ રહે ને આપણે મોક્ષે જઈએ એવું બને જ નહીંને !
આપણે અહીં આ શુદ્ધ વ્યવહાર કહેવાય છે આપણો. લોક કહેશે, તમારો વ્યવહાર બરોબર નથી પણ આ અમારો શુદ્ધ વ્યવહાર છે. આચારસંહિતાની કિંમત તમને ભલે હો. એક આચારસંહિતાની કિંમત