________________
નિશ્ચય - વ્યવહાર
૪૨૫
૪૨૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
વીતરાગતાને ! ભાંજગડ જ નહીંને ! તો જ દર્શન કરેને ! વીતરાગતા હોય તો દર્શન થાય, નહીં તો થાય નહીં.
નવી જાતનું કરી બતાવ્યુંને ? લગ્નમાં જતાંય મોક્ષ થાય ! રાગદ્વેષ નહીં એ વ્યવહાર. એ વ્યવહારનો વાંધો જ નથી. ક્રમિક માર્ગમાં સિનેમામાં ગયો તો આ સિનેમા પર રાગ-દ્વેષ અને આપણે કહીએ, અક્રમનો વ્યવહાર નિકાલી છે. આપણે કહીએ, એ નિકાલ કરવા ગયો’તો. પેલો ગ્રહણ કરવા ગયો'તો ને આ નિકાલ કરવા ગયો’તો.
લગ્નનાં, વ્યવહારનાં પ્રસંગો પતાવવાનાં છે. તે વ્યવહારથી હુંય પતાવું છું ને વ્યવહારથી તમેય પતાવો છો, પણ તમે તન્મયાકાર થઈને પતાવો છો ને હું એને જુદો રહીને પતાવું છું. એટલે ભૂમિકા ફેરવવાની જરૂર છે, બીજું કશું ફેરવવાની જરૂર નથી. ભગવાન મહાવીરેય થોડોક કાળ સુધી વ્યવહારમાં રહ્યા હતા. જન્મથી જ ‘જ્ઞાની’ હતા એ, છતાંયે વ્યવહારમાં ભઈ જોડ, માબાપ જોડે રહ્યા. સ્ત્રી જોડે પણ રહ્યા, દીકરી પણ થઈ. વ્યવહારમાં રહ્યા છતાં તીર્થંકર ગોત્ર પૂરું કર્યું અને એટલી શક્તિ તમારામાં ય છે પણ એ શક્તિ આવરણમુક્ત થઈ નથી. એ આવરાયેલી પડી છે.
એટલે લગ્નમાં જઈએ-કરીએ, પણ એ એમ નથી કહેતા કે તમે તન્મયાકાર રહો. તમારો મોહ તમને તન્મયાકાર કરે છે. નહીં તો તમે તન્મયાકાર ના રહો, તેથી કરીને તમને કોઈ વઢે નહીં કે તમે કેમ તન્મયાકાર નથી રહેતા. અમે પણ લગ્નમાં જઈએ છીએ. પણ મને કોઈ વઢે નહીં. એ તો જાણે એમ કહે કે તમે મારું કલ્યાણ કરી નાખ્યું. એ તન્મયાકાર રહો તો કંઈક ભૂલ થઈ જાય. તો લોક તમારી જોડે બૂમાબૂમ કરે.
એટલે વધુ ઉપકારી કોણ છે ? જે તન્મયાકાર નથી રહેતા, તે સંસારને વધુ ઉપકારી છે. પોતાને ઉપકારી છે અને પરને પણ ઉપકારી છે. બધી રીતે ઉપકારી છે. તમને પણ અમે તન્મયાકાર ન રહેવાય એવો રસ્તો કરી આપ્યો છે. પોતાની ભૂમિકામાં રહેવાય, પારકી ભૂમિકામાં ના જવાય એવું આપણે આ જ્ઞાન છે. પારકી ભૂમિકા એટલે ચંદુભાઈ.
મહાત્માઓનો નિકાલી વ્યવહાર ! પ્રશ્નકર્તા : મહાત્માઓનો વ્યવહાર નિકાલી રહ્યો. તો નિકાલી એ વ્યવહાર અને મહાત્માઓનો આત્મા ગ્રહણીય થયો. તો આ ભૂમિકામાં વ્યવહારને કેટલો સંભાળવો ? વ્યવહાર ક્યાં સુધી સંભાળવો?
દાદાશ્રી : વ્યવહાર ના હોય તો આપણે જોવાનું શેમાં રાખીએ? સવ્યવહાર પર રાગ નહીં, અસવ્યવહાર પર દ્વેષ નહીં. સ હો કે અસદ્ હો, પણ વ્યવહાર હોવો જોઈએ. જ્ઞય ના હોય તો જ્ઞાતા જુએ શું ? વ્યવહાર એ શેય છે, નિશ્ચય એ જ્ઞાતા છે.
વ્યવહારને કેટલો સંભાળવો ? વ્યવહાર સંભાળવા જશો તો નિશ્ચય રહી જશે. વ્યવહાર શું થઈ રહ્યો છે એ “જોયા” કરવું. રાગ-દ્વેષ ન થવો જોઈએ, એ સંભાળવાનું. બીજું કશુંય નહીં સંભાળવાનું. છોકરાથી કશી ભૂલ થઈ ગઈ અને આપણાથી એકાદ ધોલ વાગી ગઈ એ વ્યવહાર, તે આપણે” “જોયો’ કે છોકરાને ધોલ મારી દીધી. તો પણ એ ધોલ મારી એની પર દ્વેષ નહીં અને છોકરા ઉપર રાગ નહીં. ચંદુભાઈને કહીએ, પ્રતિક્રમણ કરો. એટલે ઉકેલ આવે ને ઝટપટ ! અને પછી ઘરના માણસ ન્યાય કહે, ‘બહુ ખોટું કહેવાય, તમારામાં અક્કલ નથી. ત્યારે આપણે મનમાં ને મનમાં કહેવું, ‘ચંદુભાઈ, પહેલેથી જ અક્કલ ક્યાં હતી ? હું તો પહેલેથી ઓળખું તમને. એ તો સારું છે, આજે બધા કહે છે !” આપણે મનમાં ને મનમાં કહેવું, નહીં તો પાછા એ ઝાલી પડે. રોજ ગા ગા કરે.
ભાઈ, નભે કે ના નભે ? ઉકેલ લાવોને જ્યાં ત્યાં, એક અવતાર માથે જડ્યા હોય તો માથે જડેલાની જોડે ઉકેલ ના લાવવો જોઈએ ? એટલે વ્યવહાર શું થઈ રહ્યો છે એ “જોવું'. એમાં રાગ-દ્વેષ ના થવો જોઈએ.
વ્યવહાર એટલે જ્ઞાની શું સમજે કે બેબી પૈણી, તે પણ વ્યવહાર અને બેબી બિચારી રાંડી, તે પણ વ્યવહાર. ‘રિયલ' ન હોય આ. એ બન્ને વ્યવહાર છે, ‘રિલેટીવ’ છે અને કોઈથી ફેરવી ના શકાય એવું છે પાછું ! માટે આને જોયા કરો ! હવે આ લોક શું કરશે ? જમાઈ મરી ગયોને, પાછળ માથાં ફોડે ! તે ઊલટા ડૉક્ટરને બોલાવવા પડે. એટલે એ રાગવૈષને આધીન છેને ! વ્યવહાર વ્યવહાર સમજાયો નથી તેથીને !