________________
નિશ્ચય - વ્યવહાર
વ્યવહા૨ છે, તે જોનારને જરા મૂલ્યાંકન કરતી વખતે મેળ બેસે નહીં. હવે સમ્યક્ દ્રષ્ટિ જીવ જે છે, તેણે આ વ્યવહાર કરતી વખતે ઉપયોગ કેવી રીતે ને કઈ જાતનો રાખવો ? એ વ્યવહારમાંથી પાછા આવી જવું કે પછી વ્યવહાર ડિસ્ચાર્જ છે, એમ કરીને કર્યે જવું ?
૪૨૩
દાદાશ્રી : ના, ના. કશું પાછાંય હટવાનું નથી ને બીજી ભાંજગડે ય નથી. એવું છેને, સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ બન્નેને વ્યવહાર હોય છે. અને વ્યવહાર ઉદયકર્મના આધીન છે. જે વસ્તુ તમારી સ્વાધીનતામાં છે નહીં એને માટે તમારે ક્યાં, કેવી રીતે રહેવું ને કેવું નહીં, એ પૂછવાનું હોય ખરું ? મિથ્યાત્વી હો કે સમ્યક્ત્વી હો, બન્નેને વ્યવહાર ઉદયકર્મને આધીન છે. મિથ્યાત્વીનો વ્યવહાર જરા સારો દેખાય. એનું કારણ કે એ અહંકારથી ડેકોરેશન કરે છે, એ બીજા અવતારની જવાબદારી લે અને આપણે ડેકોરેશન ના કરીએ. પણ સરવાળે છે તે આપણું જ ચઢે. છેવટે પેલો જ કહે કે તમારી જોડે મારે તો અનુકૂળ સારું રહે છે. પેલાનું ડેકોરેશનવાળું એટલે એનું સારું લાગે. પણ એને આવતા ભવની એની
જવાબદારી છે. આપણે જવાબદારી નથી. એટલે ડેકોરેશનનો આપણી પાસે સામાન નથી, એટલે શી રીતે શણગારીએ ? પેલો તો બધું શણગારીને બેઠો હોય. હવે હું આ શણગારવા જાઉં, તે શી રીતે દહાડો વળે ? ડેકોરેશનનો સામાન નહીંને ત્યાં આગળ ? અને પેલા તો શણગારેને ! અહંકાર શું ના કરે ? અરે, હું તને મારો પ્રાણ આપી દઉં, એવું હઉ કહે ! હવે આવું બધું પેલાને રૂપાળો દેખાય ! અને આપણે તો એવું કશું બોલાય નહીં. નાગું કશું બોલાય નહીં આવું. એ મસ્કાવાળો શબ્દ આપણાથી બોલાય નહીં. એ તો મસ્કોય બોલે ને બધુંય બોલે. અને પછી
સાંજે પાછાં લડેય ખરાં. અને અહીં આપણી પાસે લઢવાડ ના દેખે. એટલે છેવટે એ કહે કે ના, માણસ તો આ સારા !
આત્મજ્ઞાન કોને કહેવાય છે કે આત્મજ્ઞાનીનો વ્યવહાર જગતના મનુષ્યો કરતાં ઊંચામાં ઊંચો હોય. આત્મજ્ઞાન વ્યવહાર સહિત હોવું જોઈએ. અને વ્યવહાર સુંદર હોવો જોઈએ. લોક વખાણે એવો વ્યવહાર જોઈએ કે ગાળો ભાંડે એવો વ્યવહાર જોઈએ ? તમને કેવું લાગે છે,
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
વ્યવહાર કેવો જોઈએ ? વ્યવહાર ઊંચો, આદર્શ હોય તો જાણવું કે આત્મજ્ઞાન છે એ, નહીં તો આત્મજ્ઞાન કહેવાય નહીં.
૪૨૪
મહાત્માઓતો લોક વ્યવહાર !
પ્રશ્નકર્તા : તો દાદા, લોકોને ઉપકારક થવા માટે મહાત્માઓને આ બાબતમાં કંઈક માર્ગદર્શન આપોને. કારણ કે આ લોકો તો વ્યવહાર જ જુએ છે.
દાદાશ્રી : વ્યવહાર જુએ, પણ આપણે એવું છેને, માર્ગદર્શન એ હોવું જોઈએ કે પોતાનામાં ભલે વ્યવહાર ગમે તે હોય પણ સંયમમાં આવેલો હોવો જોઈએ. સંયમ સુધી તો જવું જ પડશેને ! પુરુષાર્થ થવો જોઈએ સંયમનો. સંયમ પોતાના હાથમાં છે. વ્યવહાર એટલે આચાર ને વાણી, એ બધું પરાધીન છે પણ સંયમ તો પોતાના હાથમાં છેને ! સંયમ હોયને તો લોક ખુશ થઈ જાય. પેલા સો માણસ ઉગ્ર થયા હોય ને આપણે ઉગ્ર ન થઈએ, શાંત રહીએ, તો ખુશ ના થઈ જાય ? છાપ ના પડે કે ધેર ઈઝ સમથિંગ. એટલે આ ધીમે ધીમે આપણા મહાત્માઓમાં આવશે, શક્તિઓ આવશેને ! આ આંતરિક શક્તિ ઉત્પન્ન થઈ છે એમને. પણ બાહ્યસુખ, બાહ્યશક્તિઓ બહાર પ્રગટ થશે તેમ તેમ આ લોકો એક્સેપ્ટ કરશે. નહીં તો એક્સેપ્ટ કેમ કરે તે ? બહારની શક્તિઓ પ્રગટ થાય નહીં, તો શી રીતે એક્સેપ્ટ કરે ?!
વીતરાગો વધુ ઉપકારી વિશ્વ કાજે !
આ હું લગ્નમાં આવું તેથી લગ્ન મને ચોંટી ગયું ? આ અમે લગ્નમાં જઈએ પણ સંપૂર્ણ વીતરાગ રહેવાય. જ્યારે મોહના બજારમાં જઈએ ને ત્યારે સંપૂર્ણ વીતરાગ થઈ જવાય અને ભક્તિના બજારમાં જઈએ ત્યારે જરા વીતરાગતા ઓછી થઈ જાય.
પ્રશ્નકર્તા ઃ ત્યારે ઉપકારક દશા તો પેલીને કે જ્યાં મોહની વચ્ચે જ્યારે વીતરાગનું કેવું દર્શન મળે જોવાનું !
દાદાશ્રી : કો'કનાં લગ્નમાં જુઓને, તો તમને ખબર પડે, સંપૂર્ણ