________________
નિશ્ચય - વ્યવહાર
૪૨૧
૪૨૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ઘરમાં, સ્ત્રી જોડે, સગાંવહાલાંમાં બધે કોઈ જગ્યાએ કોઈને દુઃખદાયી ના હોય એવો વ્યવહાર હોય, નહીં તો પછી એ તો નિશ્ચય જ કેમ પામ્યો છે ? વ્યવહાર આદર્શ જોઈએ. અને નહીં હોય તો આદર્શ એનો ધ્યેય હોવો જ જોઈએ ! જેટલો વ્યવહાર આદર્શ એટલો નિશ્ચય પ્રગટ થવા માંડ્યો.
હું એક ફેરો એક પ્રધાનને ત્યાં ગયો હતો. તે એમના ડોશીમાને પૂછ્યું તો કહે કે “જવા દોને એમની વાત ! આખો દહાડો મને આવડું આવડું બોલે છે !” હવે આને તે કેમ પ્રધાન કહેવાય ? વ્યવહાર કેટલો ખરાબ કહેવાય ? આમ બહાર છે તો મોટી મોટી વાતો કરે અને ઘરમાં બધો વ્યવહાર બરાબર ના હોય, તે શું કામનું ? કોઈને સહેજ પણ ત્રાસ ન થાય ને આપણો વ્યવહાર ઘરમાં સુંદર રહે એવો આદર્શ વ્યવહાર હોવો જોઈએ. પહેલું ઘેર ચોખ્ખું થવું જોઈએ. જેમ “ચેરિટી બીગિન્સ ફ્રોમ હોમ' એવો આદર્શ વ્યવહાર ‘બીગિન્સ ફ્રોમ હોમ' હોવું જોઈએ.
અમારો વ્યવહાર સુંદર હોય. હું આખો દહાડો આદર્શ વ્યવહારમાં જ રહું છું. આજુબાજુ પૂછવા જાવ તો બધાય કહેશે, કોઈ દહાડો એ લડ્યા જ નથી. કોઈ દહાડો બૂમ પાડી જ નથી. કોઈ દહાડો કોઈની જોડે ગુસ્સે થયા નથી. એવું બધા કહે તો એ આદર્શ કહેવાય કે ના કહેવાય ? મારે ઘેર વાઈફને પૂછવા જાવ તો કહે કે એ તો ભગવાન જ છે ! અરે, એ તો અમારાં દર્શન હઉ કરે. અહીં પગે માથું અડાડીને દર્શન કરે. વ્યવહાર આદર્શ-શુદ્ધ લાગે, પછી શું ભાંજગડ છે !
તોય એક ફેરો કોઈને વ્યવહારમાં મારી કંઈ ભૂલ દેખાઈ. તે મને કહે છે કે ‘તમારે આમ કરવું જોઈએને ? આ તમારી ભૂલ કહેવાય.’ કહ્યું કે ‘ભાઈ, તમે તો આજે જાણ્યું, પણ હું તો નાનપણથી જાણું છું કે આ ભૂલવાળો છે ત્યારે કહે કે, “ના, નાનપણમાં એવા નહોતા, હમણે થયા છો'. એટલે આ બધું પોતપોતાની સમજણથી છે. એટલે અમે અમારું પહેલું જ દેખાડી દઈએ કે અમે જ કાચા છીએ પહેલેથી ! એટલે અથડામણ થાય જ નહીંને, પેલાને ય ટાઈમ બગાડવાનો રહ્યો જ નહીં ! ને એને દુઃખે ય થવાનું રહ્યું નહીં !
ભગતોનો વ્યવહાર.. વ્યવહારનાં બેઝમેન્ટ વગર નિશ્ચય કરનારા માણસો એ બધા ભગત કહેવાય. ભગત વ્યવહારમાં ઘેલો હોય. જમવાના ટાઈમે ઠેકાણું ના પડે. બપોરે ત્રણ વાગેય જમવાનું ઠેકાણું ના પડે. ભગતને એની વાઈફે કહ્યું કે આ સો રૂપિયા લો અને દસ રૂપિયાની ખાંડ લાવો અને નવું રૂપિયા પાછા લઈ આવો. છોકરાની ફી આપવાની છે. ‘આ હમણે લઈને આવું” કહે છે. હવે પેલી ખાંડ છે તે ચા મૂકવાની હતી. તે એની વાઈફ ‘ખાંડ લઈને વહેલા પાછા આવો, એટલે ચા મૂકીએ' કહે છે. ભગત બહાર નીકળ્યો, ખાંડની દુકાન આવી તે પહેલાં જ ભગતને બીજો ભગત, ‘જય હરિ, જય હરિ નારાયણ’ કરતો મળી ગયો. પેલો ભગત તો બિચારો ભૂલી ગયો, ખાંડ લાવવાનું. ભજન ક્યાં છે ? પેણે છે ? તે ભજનમાં બેસી ગયો, હડહડાટ. ઘેર બૈરી ચા મૂકવા માટે ખાંડની રાહ જોઈને બેસી રહી અને છોકરાંની ફી આપવાની'તી. તે પેલા નેવું આવે તો ફી આપેને ! તે છોકરાંને દશ વાગી ગયા, તે સ્કૂલમાં જવાયું નહીં. ફી વગર શી રીતે જાય ? માસ્તરે કહ્યું'તું કે કાલે ફી લઈને આવજે. તે દસ વાગ્યા, અગિયાર વાગ્યા, બાર વાગ્યા હોય તોય ભગત ના આવ્યો. તે અઢી વાગે જ્યારે ત્યાં બંધ થયું ત્યારે આવ્યો. તે ખાંડ વગર, ચા વગર રહ્યું. તે આ ભગત તો બધા આવા હોય ! ભગતનો વ્યવહાર ગાંડો હોય. અને જેનો વ્યવહાર ગાંડો, એનો મોક્ષ ક્યારેય થાય નહીં.
વ્યવહાર આદર્શ હોવો જોઈએ. આ જગતના લોકોનો વ્યવહાર આદર્શ હોય જ નહીં. એને તો વ્યવહાર જ ક્યાં છે ? બને કે ના બને એવું ? એ ઘેલા કહેવાય ભગત. અને આ તો બેઝમેન્ટ ! વ્યવહાર બિલકુલ કરેક્ટ રાખે. વ્યવહાર બગડ્યો એટલે પછી નિશ્ચય બગડી જાય. અને એ વ્યવહારના ફાઉન્ડેશન ઉપર આપણે આ માર્ગ રહેલો છે અને સંપૂર્ણ આદર્શ વ્યવહાર ! મારો આ વ્યવહાર આદર્શ ગણાય છે. કારણ કે હું ચિડાવું નહીં. કોઈ ઊંધું બોલે તો ય ચિડાવું નહીં.
વ્યવહારતા ડેકોરેશત પણ અહંકારથી ! પ્રશ્નકર્તા : સમ્યક્ દ્રષ્ટિ જીવનો અને મિથ્યા દ્રષ્ટિ જીવનો જે