________________
નિશ્ચય - વ્યવહાર
૪૧૯
૪૨૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
આદર્શ વ્યવહાર ત્યાં પૂર્ણાહુતિ ! હવે જ્ઞાન મળ્યા પછી વ્યવહાર દહાડે દહાડે આદર્શ થતો જાય. અત્યારે આદર્શ નથી એટલો ભાગ તમને ખેંચ્યા કરે છે. કયો કયો ભાગ ખૂંચે છે? વ્યવહારનો જે ભાગ આદર્શ નથી, તે તમને ખૂંચે છે. એટલે પછી એ ખૂંચેલો ભાગ નીકળી જશે અને આદર્શ રહેશે.
વ્યવહાર આદર્શ થયો એ સંપૂર્ણ શુદ્ધાત્મા થઈ ગયો. પછી આજ્ઞા પાળવાની ના રહી, આજ્ઞા પૂરી થઈ ગઈ. ત્યાં સુધી જવાનું. વ્યવહાર આદર્શ થઈ જવો જોઈએ. આ તો ક્રમિક માર્ગમાં અમુક લોકોએ વ્યવહાર આખો ઉખાડીને ફેંકી દીધો. જરૂર જ નથી. વાતેય ખરી. ક્રમિક માર્ગ જ એવો છે. જો વ્યવહારમાં ચિત્ત ગયું તો પણે રહી જાય. કારણ કે એ માર્ગ કેવો? જ્ઞાતા-શેયનો સંબંધ નથી. આપણો જ્ઞાતા-શેયનો સંબંધ છે અને વ્યવહાર આદર્શ જોઈએ આપણે ત્યાં. અને ત્યાં તો વ્યવહારમાં ઉતરે જ નહીંને ! બીજી વાત જ ના કરે. હું તો એને જ્ઞાનની વાત કરું, લગ્નની બાબત હોય તોય વાત કરું. એટલે બહારના જે જ્ઞાનીઓનાં અનુભવ છેને, તે તો અહીં આવે એટલે ક્રમિક માર્ગના અનુભવીઓ કહેશે કે આ જ્ઞાની હોય. કારણ કે એણે જોયેલા હીરામાં, આવો હીરો જોયેલો નહીં.
પ્રશ્નકર્તા : એવું થાય છે.
દાદાશ્રી : બહુ બુદ્ધિમાં ગૂંચાયેલો હોય, તેને આવું થાય. કારણ કે વ્યવહારમાં હાથ ઘલાય નહીંને જ્ઞાનીથી. અને અમે તો બધી બાબતમાં હાથ ઘાલીએ છીએ !
આવો હોય આદર્શ વ્યવહાર ! વ્યવહાર આપણો આદર્શ હોવો જોઈએ. આદર્શ વ્યવહાર જે કોઈ જૈનનો ના હોઈ શકે, કોઈ સાધુનો ન હોઈ શકે એવો વ્યવહાર, અમારો વ્યવહાર તીર્થંકર જેવો હોય, આદર્શ ! વ્યવહાર જ બરોબર ના હોય તો એને શું કરવાનું ? વ્યવહાર કેવો જોઈએ ? આદર્શ જોઈએ. લોકો ખુશ થઈ જાય એવો જોઈએ. ના જોઈએ? તમારો વ્યવહાર ફર્યો નહીં, આપણે અહીં આવ્યા પછી ?
પ્રશ્નકર્તા : ફરી ગયો દાદા, ઘણો ફરી ગયો.
દાદાશ્રી : એ ફરી જાય. હવે કો'ક ચિડાયને તોય તમે એને પ્રેમથી બોલાવ્યા કરો. નહીં તો દુનિયાનો વ્યવહાર કેવો ? એ ચિડાય તો આપણે ચિડાવું, એ હસતો આવે તો આપણે હસતા જવું. તો મૂઆ વ્યવહાર જ જો આમ રાખી મેલશો તો ખાલી ક્યારે થાય આ ? એ તો નિશ્ચય લાવીએ કે ભઈ, એ ચિડાય ને આપણે નહીં ચિડાવાનું તો ખાલી થાય. એ ચિડાય ને આપણે ચિડાઈએ તો ચાલુ જ થઈ ગયુંને? એવું જ હતુંને ? પેલો ચિડાતો આવ્યો, આંખ જોઈ કે તૈયાર ! હવે આપણું વિજ્ઞાન શું કહે છે? એ ચિડાતો આવ્યો એટલે આપણે ઠંડા. આદર્શ વ્યવહાર હોય. તમને લાગે છે વ્યવહાર આદર્શ હોય એવું ?
પ્રશ્નકર્તા : આ પહેલી બે આજ્ઞાની અંદર જ આખો વ્યવહાર આદર્શ આવી જાય છે. આમ શુદ્ધાત્મા દેખાય અને આમ છે તે પેલા ઉદયકર્મ દેખાય.
દાદાશ્રી : હ. આદર્શ વ્યવહાર આવે. શુદ્ધ વ્યવહાર હોય તો જ શુદ્ધ નિશ્ચય છે, નહીં તો નિશ્ચય નથી એમ મનાય. સમભાવે નિકાલ કરતો ના હોય અને પછી કહેશે, ‘અમને નિશ્ચયથી આત્મા પ્રાપ્ત થઈ ગયો છે. એ ચાલે નહીં, બેઝમેન્ટ જોઈશે. આજુબાજુવાળા બૂમ પાડે અને આ કહેશે, ‘હું આત્મા થયો', શી રીતે ચાલે ? મારી જોડે રહેનાર બધાં હોય એને પૂછીએ, ‘દાદાજી, તમને હેરાન કરી નાખતા હશે ?” ત્યારે કહે, ‘ના’.
અથડાવાની જગ્યાએ ના અથડાય તો પછી થઈ રહ્યું ! એટલે ત્યાં તપાસ કરવી, અથડાવાની જગ્યાએ અથડાય છે કે નહીં ? એ સાચો વ્યવહાર. અને અથડામણ થાય તોય માફી માંગે સામસામી, એ સામો માણસ જાણે નહીં તોય માફી માંગ પણ પહોંચી જાય છે. એની ગેરહાજરીમાં તમે માફી માંગો તોય પહોંચી જાય એવો આપણે સુંદર વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર છે.
આદર્શ વ્યવહાર એટલે આજુબાજુ પાડોશમાં પૂછો, ઘરમાં પૂછો, એની એર'(ગમે ત્યાં) ક્યાંય પણ પૂછો, તો અમારો વ્યવહાર આદર્શ હોય.