________________
નિશ્ચય - વ્યવહાર
દાદાશ્રી : નહીં, પણ આ નથી અને તેય કરતો નથી હોય જ, તેને આપણે જોયા
૪૧૩
‘હું’ કરવાનો સવાલ જ નથી. હું કરતો પણ સવાલ નથી. વ્યવહાર કરનારો એ
કરવાનું. કોણ કરે છે આ ?
આપણું જ્ઞાન એવું છે કે વ્યવહારના કરનારાને દેખાડશે કે આ બન્યું, જુઓને. આ વાક્ય ઘણું ઊંચું છે, સમજવા જેવું છે. આજે જ વાક્ય નીકળ્યું, અમેય વિચારમાં પડી ગયા ! અમારે ખ્યાલમાં હતું પણ શબ્દરૂપે ન હતું. એ તો પૂછવું પડે ત્યારે. આ તો વગર પૂછે ના નીકળે. પણ પૂછીને લેવાનું, આ રેડિયો ન્હોય.
વ્યવહાર વ્યવહારના કરનારાના સહિત જ હોય. એટલે પછી એમાં ડખો જ ના રહ્યો ને આપણે જાણ્યું કે ઓહો, વ્યવહારનો કરનારો છે. પછી આ ક્યાં આપણે ડખો રહ્યો ? એ જોયા કરીએ એટલે વ્યવહારનો કરનારો કર્યા જ કરતો હોય. પણ પેલું વચ્ચે ડહાપણ કરવા જતા હતા મહીં, વ્યવહારના કરનારાના આવતા પહેલાં પેસી જાય. એટલે વ્યવહારનો કરનારો બહાર ઊભો રહે બિચારો !
વાક્ય ઘણું સરસ છે. કોઈ કોઈ વખત નીકળી જાય છે આવું. આ ‘જ્ઞાન’ અમારા લક્ષમાં ખરું પણ એ જ્ઞાન શબ્દમાં આવેલું નહીં. વ્યવહાર, વ્યવહારના કરનારા સહિત જ હોય. એટલે તમારે ડખો નહીં કરવાનો કંઈ. વ્યવહારમાં ઉતરવું જ ના પડે. નિશ્ચય-વ્યવહાર આવ્યા એટલે ત્યાં આગળ વ્યવહાર જુદો જ પડે.
પ્રશ્નકર્તા : પછી આગળ એમ નહીં કહો કે એનો કરનારો હું નથી.
દાદાશ્રી : ના, એવું કહીએ ત્યાં તો ઉપાધિને ! વ્યવહાર કરનારા સહિત જ હોય, એમ કહ્યું એટલે ત્યાંથી સમજી જવાનું. એ પાછા હું નથી કહેવામાં શું થાય છે, પેલા બધાને રીસ ચઢે. અમે કોઈ દા’ડો એવું ના બોલીએ કે આ હું નથી કરતો. એ પેલા બધા નહીં કરે પછી. એમેય આ આપણે ‘હું નથી કરતો ને હું કરું છું' એ કહેવાનું તે આપણા પાસે હતું જ ક્યાં આગળ ? આપણે જ્ઞાતા-દ્રષ્ટાવાળાને આ વાત, આ શબ્દ ક્યાંથી હોય ! જ્ઞાતા-દ્રષ્ટા થયા પછી આપણી ભાષા જ બદલાઈ જવી જોઈએ.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
વાક્ય ઘણું ઊંચું છે કે વ્યવહાર, વ્યવહારના કરનારા સહિત જ હોય. એટલે બોજા વગરની વાત થઈ. વ્યવહાર નિબ્બેજ થઈ ગયો.
૪૧૪
પ્રશ્નકર્તા : પણ દાદાજી, હું શું સમજ્યો છું કે, એ કરનારો વ્યવસ્થિત જ છેને ?
દાદાશ્રી : વ્યવસ્થિત છે, પણ તે આ એના કરનારા સહિત જ છે. પ્રશ્નકર્તા : હા, એ ખરું દાદાજી, પણ વ્યવહારનો કરનારો કોણ છે ?
દાદાશ્રી : એ જ એની સહિત જ છે, એટલે આ જે તમને મનમાં પીડા છે કે આ હવે હું તન્મયાકાર થઈ ગયો, એ ખોટું છે. એ વ્યવહારનો
કરનારો જ તન્મયાકાર છે. તમે કરનારા નથી તો તન્મયાકાર થાવ શી રીતે ?
પ્રશ્નકર્તા : જેનો વ્યવહાર વ્યવહાર નથી, એનો નિશ્ચય નિશ્ચય નથી.
દાદાશ્રી : એ જ આ વાતને લાગુ થાય છે. વ્યવહાર વ્યવહાર નથી એટલે વ્યવહારમાં હું કરું છું એમ માને છે એ વ્યવહાર વ્યવહાર નથી. વ્યવહાર, વ્યવહાર સહિત જ હોય. એટલે એનો કરનારો પણ સહિત હોય. અને તો જ નિશ્ચયમાં હોય. નહીં તો રફે-દફે થઈ ગયું. અહીંનું ત્યાં ને ત્યાંનું અહીં.
પ્રશ્નકર્તા : જેણે વ્યવહારને વ્યવહારરૂપે રહેવા નથી દીધો... દાદાશ્રી : એને નિશ્ચય રહે જ નહીં !
ન કપાય વ્યવહાર અધવચ્ચે !
પ્રશ્નકર્તા : પણ મહાવીર ભગવાને સંસાર છોડ્યા પછી, વ્યવહારમાં હતા જ નહીંને કે હતા ?
દાદાશ્રી : સંસાર છોડ્યો જ નથી એમણે. એ તો ઉદય આવેને, જ્ઞાનીથી માંડીને તીર્થંકર સુધીના બધાં ઉદયાધીન વર્તતા હોય. પોતાપણું ના હોય. એટલે જેમ ઉદય આવે તેમ વર્તે. એમને એવું નથી કે આમ