________________
નિશ્ચય - વ્યવહાર
૪૧૧
૪૧૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : અવિનાશી ભાગને નિશ્ચય કહ્યો.
દાદાશ્રી : હા. અને વિનાશીને વ્યવહાર કહ્યો. અવિનાશી, વ્યવહારમાં કશું કરતો નથી અને વ્યવહાર અવિનાશીને કશું કરતો નથી. બેઉ જુદુંજુદા છે !
વ્યવહાર હોય વ્યવહારતા કરતાર સહિત ! પ્રશ્નકર્તા : અમે નિશ્ચય અને વ્યવહારમાં ગૂંચવાઈએ છીએ.
દાદાશ્રી : હં. બરોબર. શી બાબત ? શાથી ગૂંચાવ છો ? નિશ્ચય એ નિશ્ચય છે અને વ્યવહાર એ વ્યવહાર છે. વ્યવહાર દ્રશ્ય અને શેય છે અને નિશ્ચય એ દ્રષ્ટા અને જ્ઞાતા છે. બેઉ જુદી જ વસ્તુ છે પછી ગૂંચાવાની જરૂર જ ક્યાં રહી ?
પ્રશ્નકર્તા : વ્યવહાર કરવા જઈએ તો નિશ્ચયમાંથી ચૂકી જવાય છે.
દાદાશ્રી : ના ચૂકાય. કારણ કે વ્યવહાર છે એ એના જાણનાર સહિત છે. જાણનાર ના હોય તો વ્યવહાર પણ ના હોય. વ્યવહાર છે તો એનો જાણકાર હોવો જોઈએ અને નિશ્ચય છે એટલે પોતે જાણવા જેવું ન પડે. નિશ્ચય પોતે જાણકાર હોય જ પછી. આપણે શા સારુ જાણવા જેવું પડે ? આપણે વ્યવહારના જાણકાર છીએ.
પ્રશ્નકર્તા : પણ વ્યવહાર ઓછો થાય તો નિશ્ચય તરફ એકાગ્રતા આવે.
દાદાશ્રી : એવું નહીં, નિશ્ચય શું કહે છે ? ધેર ઈઝ નો કંડીશન ઈન નિશ્ચય. કંડીશન (શરત) પણ નથી એમાં. કંડીશન નહીં હોય ત્યારે એ નિશ્ચય રહેશે. કોઈ પણ પ્રકારની કંડીશન ના હોય.
આ બધા વ્યવહારનું કાર્ય કરવામાં તન્મયાકાર હતા અને પોતે નિશ્ચયમાં રહેતા હતા, એ જોયું કે ના જોયું ?
હવે જો નિશ્ચય જાણકાર છે ને વ્યવહાર કરનાર છે, તો વ્યવહાર
એને કરનારા સહિત હોય. વ્યવહારનો કરનારો હોય તો જ એ વ્યવહાર હોય, નહીં તો વ્યવહાર શી રીતે હોય ? એ કરનારને તમે ઓળખતા નથી, એટલે એમ જાણો કે હું જ કરવા બેસું છું આ. પણ વ્યવહાર કરનારો હોય જ.
એટલે વ્યવહાર, વ્યવહારના કરનારા સાથે જ હોય છે. જેમ આપણે જમવું હોયને તો આંગળા એની મેળે જ કામ કર્યું જ જાય. તમે નિશ્ચયમાં રહો એ બધું કામ કર્યું જશે. અને જો તમે આમાં પેઠા તો ભૂલચૂક થશે પાછી. વ્યવહારને વ્યવહાર રહેવા દો, બહુ જ સુંદર કરશે. કારણ કે મિકેનિકલી છે. મિકેનિકલીમાં ભૂલ ના થાય. પણ મિકેનિકલમાં પોતે પાછો આમ હેન્ડલ મારે છે. અરે મૂઆ, એ ના મારીશ. એ ચાલે જ છે. પણ આ ડખો કરે !
આ જગત આખું ડખો જ કરે છેને ? વ્યવહાર ચાલ્યા જ કરે છે. એની મહીં ડખો જ કર્યા કરે છે. આમ વ્યવહારમાં કરનારા જોડે હોય જ. વ્યવહાર પોતે જ એમ કહે કે અમારે હવે જમવા જવું છે. ત્યારે આપણે કહીએ, ચાલ. પણ એ વ્યવહાર જ જમી રહ્યો છે. ઇન્ફર્મેશનો હલ આપે. અમારે ભૂખ લાગી છે, ઇન્ફોર્મ કરે છે. તૃષા લાગી હોય તેય ઇન્ફોર્મ કરે. વ્યવહાર પોતે જ ઇન્ફોર્મ કરે. તે વ્યવહારને જોયા કરવાનો. ભૂખ લાગી. શું ખાય છે ? શું નહીં ? બે હાથે જમે છે કે એક હાથે જમે છે ? ઉતાવળ છે તો કહે, ‘લાવને બે હાથે ખઈ જઈએ ?” ના !
આ થાક લાગે છે, ત્યારે કંઈ આપણે ઊંઘી જવાનું છે ? એ થાક લાગે છેને ? તે આપણને ઇન્ફોર્મ કરે છે કે હું આ સૂઈ જઉં છું. ત્યારે આપણે કહીએ, ‘સૂઈ જાવ, હા, જરા પથારીમાં ઓશિકું એક છે, ભઈ, બે લો નિરાંતે. હં... આરામથી સૂઈ જાવને ! ચાદર બદલવી હોય તો બદલી નાખો.” એ એની મેળે જ આ બધો વ્યવહાર અને વ્યવહારનો કરનારો, વ્યવહારની સહિત હોય જ. નહીં તો વ્યવહાર કેમ કરીને હોય ? વ્યવહાર હોઈ શકે નહીં !
પ્રશ્નકર્તા : એટલે દાદા, આખો જ ફરક આવી ગયો કે વ્યવહાર હું કરતો નથી. અને આ વ્યવહાર હું કરું છું એમ કરીને ચાલતા હતા.