________________
બોલવું કે આ ચંદુભાઈને ઘણુંય કહું છું, પણ એનાથી તપ થતું નથી ! તપ “વ્યવસ્થિત'માં આવે ? ના. ‘વ્યવસ્થિત' એ ડિસ્ચાર્જ ભાગ છે અને તપ કરવાનું, પ્રતિક્રમણ કરવાનું ત્યાં ડિસ્ચાર્જ છે કરીને પ્રતિક્રમણ બંધ ના કરાય, એ મિસયુઝ(દુરુપયોગ) થયો ગણાય. ખરું તપ થયું કોને કહેવાય ? બહાર દુઃખ હોય ને તેની અંદર જ્ઞાતા-દ્રષ્ટા રહે ને ઍટ એ ટાઈમ એને મહીં જબરજસ્ત આનંદ વર્તે.
[૯.૧] ભોગવવું - વેદવું - જાણવું જ્ઞાનીઓ શારીરિક દુઃખનો નિકાલ કરી નાખે. બીજા લોકો દુ:ખો દવાઓથી બેસાડી દે. જ્ઞાતા-દ્રષ્ટા રહે એટલે વેદના અડે નહીં. ‘લાખો વેદનાઓ આવો’ કહો. વેદના ભાગી જશે ! અને ‘દુઃખ આવશે તો શું થશે ?’ થયું તો પછી એવું. દુખે છે કોને ? “માથાને, પાડોશીને, મને નહીં. હું તો શુદ્ધાત્મા છું.' એમ શાને હાજર રહે તો દુઃખ ના અડે. અને ‘મને દુખ્યું કહે તો દુ:ખ ડબલ થઈ જાય. અનેકગણું પણ થઈ શકે ! વેદકતા ચંદુભાઈને લાગુ થાય અને વેદકતા એટલે જાણપણું, આત્માને પણ લાગુ થાય. મહાત્માને પ્રશ્ન થાય છે કે ઓપરેશન કરાવાથી કર્મ આવતા ભવે પાછું પૂરું કરવું પડે ? દાદાશ્રી કહે છે, ના. આ પૂરું થયું જ ગણાય. બન્યું તે ‘વ્યવસ્થિત'. ઓપરેશનેય કર્મ ભોગવવાનું પૂરું થવાનું હોય તેનું નિમિત્ત બને. બધું જ સંયોગો છે. દેહ એ પાડોશી છે. એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. દેહનીય કાળજી રાખવાની છે. મહાત્માનો પ્રશ્ન છે કે માંદગીમાં જુદાપણાની જાગૃતિમાં કેવી રીતે રહેવાય ? દાદાશ્રી સચોટ જવાબ આપે છે કે “જમતી વખતે જુદા રહો છો? જેનો સ્વાદ ચાખે તે ફળ તો આપે જ ને ! સ્વાદમાં સુખ ચાખ્યાં તો માંદગીમાં દુ:ખ ભોગવવું જ પડેને ! આહારી, આહારને અને નિરાહારીને જુદા જ રાખવાના છે !' તો માંદગીમાં પણ જુદાપણું રહે. વેદકનો નિકાલ કેવી રીતે થાય ? વેદીને ! જ્ઞાનીઓ શાને કરીને નિકાલ કરે. મહાત્માઓ વેદીને કરે પણ જ્ઞાનના ઉપાય કર્યા કરવાના કે શરીર ‘ન્હોય મારું', દેહ જોય ને હું જ્ઞાતા વિ.વિ. તીર્થંકરો ને જ્ઞાનીઓની રીત
શીખવા જેવી છે. તેઓ તો દુ:ખને જ સુખ માને ! પછી રહ્યું જ ક્યાં દુ:ખ ?! વેદના અનુભવવાથી ઠેઠ જાણવા સુધી રહે. જ્ઞાનીઓ દુઃખને વેદે નહીં, માત્ર જાણે જ ! તેથી અંદર આનંદ જાય જ નહીં. મહાત્મા ઘડીક વેદે ને ઘડીક જાણે, આમ To & Fro થયા કરે. અને અજ્ઞાની સળંગ વેદનાને અનુભવે, ભોગવે ! મહાત્માઓ ધીમે ધીમે માત્ર જાણપણામાં સ્થિર થઈ જશે, ત્યાં સુધી ચંદુલાલને જુદા રાખવા, ધીરજ આપવી, અરીસા આગળ થાબડીને કહેવું, ‘અમે છીએને, શું કામ ફીકર કરો છો ! મટી જશે બધું !' ગમે તેવી ભયંકર વેદના આવે પણ તેનાથી અલગ રહે એ તપ. આ તપમાં આવે ત્યારે ખરું જાણવાપણું કહેવાય. વેદક જુદો ને જ્ઞાયક જુદો. જ્ઞાયક સ્વયં આત્મા જ છે ! વદે છે અહંકાર ને જાણે છે પ્રજ્ઞા. દુઃખને વેદે તેય પોતે નહીં. પોતે તો માત્ર જાણનાર. વેદકનોય જાણનાર અને વેદનાનોય જાણકાર, બન્નેનો જ્ઞાયક. લોકો વેદનાના જ્ઞાયક થાય પણ વેદકના ના થાય. “માથું હવે ઊતર્યું' એમ કહી શકે. કારણ કે વેદનાના જાણકાર થાય છે. પણ વેદનારના જાણકાર નથી થતા. પોતાને દુઃખ થાય, તેનું પ્રતિક્રમણ કેમનું કરવાનું ? એનું પ્રતિક્રમણ ના હોય. બીજાને દુઃખ થાય પોતાથી, તો જ તેનું પ્રતિક્રમણ કરાય. બાકી તો પોતાના દુઃખને તો માત્ર ‘જોયા’ કરવાથી જ છૂટી જવાય ! મહાત્માને દાઢ દુખે ત્યારે જુદું રાખે પણ એકાદ જોરદાર સણકો આવે ત્યારે તન્મયાકાર થઈ જાય. પછી પાછું તરત જ જાગૃત થઈ જાય ને જુદા પડી જાય. ઝોકું ખાધું તો ખાધું પણ પાછાં જાગી તો ગયાને ! એ પણ એક અજાયબ પદ પ્રાપ્ત થયું છે. મહાત્માઓને આ કાળમાં !
[.૨] પુદ્ગલ સુખ - આત્મસુખ આ ભોગવટો શાથી આવે છે ? અજ્ઞાન દશામાં જેટલો પુદ્ગલમાંથી આનંદ મેળવ્યો, સુખ ભોગવ્યું. તેનું આ રીપેમેન્ટ આવ્યા વગર રહે જ નહીં. દેહમાંથી, મનથી, વાણીથી, વસ્તુઓમાંથી ને વ્યક્તિઓમાંથી કેટલું બધું સુખ માથું ! તેમાંય મન, વાણી ને બહારની વસ્તુઓ ને વ્યક્તિઓ દુ:ખ દે છે એવો અનુભવ અનેકવાર થઈ જાય છે. અને તેમાંથી બોધ લઈ છુટેય છે પણ દેહ દુઃખ છે એ પ્રતીતિ કેટલો સમય રહે છે ? દેહ કાયમનો દુઃખદાયી છે એવું જ્ઞાનીઓને રહે. તે માટે દાદાશ્રી ઠંડીમાં ઓઢવાનું ખસેડી નાખે,
45
46