________________
નિશ્ચય - વ્યવહાર
છે, નહીં તો વ્યવહાર તમે દૂર કરશો તો નિશ્ચય છે જ નહીં. આપણે તો પાંચ વાક્યો છેને, તે સંપૂર્ણ વ્યવહાર છે અને તે શુદ્ધ વ્યવહાર છે. છતાંય જલેબી ખાવા દઈએ છીએ, દહીંવડા ખાવા દઈએ છીએ !
૪૦૫
પ્રશ્નકર્તા : પણ આજે વ્યવહારમાં કોઈના લગ્નમાં દાદાજી જાય કે આમ છે, તેમ છે. પણ દીક્ષા લીધા પછી જ્યારે બધું છોડી દીધું, ત્યાર પછી તો એ વ્યવહારમાં નહીં જતા હોયને ક્યાંય ? એટલે એ આપણામાં ને એમાં આટલો ફરક છેને ?
દાદાશ્રી : વ્યવહાર જ હતોને, નિશ્ચયમાં આવ્યા જ ક્યાં હતા ? એટલે લોકોને એમ લાગે કે આ બધું છોડી દીધું, પણ એ તો કર્મના ઉદયથી છૂટી ગયું. હવે મારે આ કર્મના ઉદયથી છૂટી ગયું એટલે ઘેર ના જઉં. પણ તે આ વ્યવહાર નથી ? હવે આ બીજા ઘરોમાં જ ફરું છુંને ! જ્યાં સુધી આ દેહમાં છું ત્યાં સુધી વ્યવહાર.
પ્રશ્નકર્તા : પણ દાદાનો જે વ્યવહાર છે એવો જ મહાવીર ભગવાનનો વ્યવહાર હતો, એમ પૂછું છું.
દાદાશ્રી : એમને વ્યવહાર જરા ઊંચો હતો. તીર્થંકર ભગવાન હતા, તે મૂળથી જ, જન્મથી જ વ્યવહાર ઊંચો હતો. જન્મથી જ ત્રણ જ્ઞાનના ધર્તા હતા એ. એટલે એમની વાત તો થાય જ નહીં આપણાથી. બહુ સુંદર, એ તો એમની વાતની સરખામણી ના કરી શકાય !
વ્યવહાર-તિશ્ચયને તહીં કોઈ સગાઈ !
પ્રશ્નકર્તા : સાન જાણનાર કોણ ?
દાદાશ્રી : એ છે તે જાણનારો, આ જે જાણવાની ઇચ્છા ધરાવેને તે. જેને ઇચ્છા છે જાણવાની તે. આત્માને એવી ઇચ્છા નથી. વ્યવહાર આત્માને ઇચ્છા છે આ જાણવાની. એટલે એની ઇચ્છા છે.
પ્રશ્નકર્તા : બંને જુદા છે કે એક છે ?
દાદાશ્રી : વ્યવહારથી જુદા છે, નિશ્ચયથી એક છે. જ્ઞાન મળ્યા પછી
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
તું એક જ થઈ ગયો હવે. હમણે તું ત્યાં ગયો ત્યાં બે દેખાતા હતા જુદા. અહીં પાછો બેસી ગયો તો એક થઈ ગયું પાછું.
૪૦૬
વ્યવહાર તો જુદો છે જ ને ! આ તમે જુદા બેઠા છો ને આ સાહેબ જુદા બેઠા છે, એક જ જગ્યામાં બે ના રહી શકે ? એનું નામ વ્યવહાર જુદો. અને નિશ્ચય એક જ છે. આત્મા એક જ સ્વભાવનો છે, એક જ સરખો છે.
વ્યવહાર વગર નિશ્ચય નકામો છે, લંગડો કહેવાય. વ્યવહાર સારો જોઈએ પછી ન રહે એ વાત જુદી છે, પણ આપણે સારો રાખવો. ન રહે એ ‘વ્યવસ્થિત’ના તાબામાં છે.
પ્રશ્નકર્તા : વ્યવહાર ને નિશ્ચય બે જુદા લાગતા નથી, એક જ છે, તો પછી એ વ્યવહારની વાત કરવાની જરૂર જ શું ?
દાદાશ્રી : વ્યવહારના આધાર ઉપર તો આપણે રહીએ છીએ. ખાવું-પીવું એ બધો વ્યવહાર નથી બાકી ?
પ્રશ્નકર્તા ઃ તો આ વ્યવહાર ક્યાંથી આવ્યો ? એનું બેઝીઝ શું છે ? દાદાશ્રી : બધાં આ આપણા જ કર્યો છે. જે કર્મો બધાં ખપાવાનાં બાકી રહ્યાં છે તે. મોક્ષે જતાં જેટલો હિસાબ ચોખ્ખો કરવાનો બાકી રહ્યો છે, એ વ્યવહાર છે.
પ્રશ્નકર્તા : પણ વ્યવહાર કોના આધારે છે, નિશ્ચયના આધારે નહીં ?
દાદાશ્રી : નિશ્ચય તો જુદી વાત છે જ, પણ વ્યવહારનો આધાર કંઈ નિશ્ચય ના કહેવાયને ! વ્યવહાર બધો ઇફેક્ટ છે. એટલે કૉઝિઝના આધારે વ્યવહાર થયેલો છે ને આ ઇફેક્ટ છે એટલે ભોગવે જ છૂટકો થાય એ. આમાં તો ચાલે જ નહીંને ! એટલે આપણે કહેલું કે આ ફાઈલોનો બધો સમભાવે નિકાલ કરો, આપણે જ્ઞાતા-દ્રષ્ટા !
પ્રશ્નકર્તા ઃ પણ સારો વ્યવહાર એ નિશ્ચયમાંથી જન્મે છેને ? દાદાશ્રી : ના. નિશ્ચયમાંથી જન્મે ત્યારે તો પાછો નિશ્ચય એની