________________
નિશ્ચય - વ્યવહાર
૪૦૩
૪૦૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : વરની જ ને !
દાદાશ્રી : જાનમાં વર લંગડો હોય તોય ચાલે અને જાનૈયા રૂપાળા હોય તોય ના ચાલે.
પ્રશ્નકર્તા : એટલે વ્યવહાર એ પહેલી જરૂરિયાત છે.
દાદાશ્રી : હા, એટલે વ્યવહારની જરૂર છે, છતાં વળગી રહેવાનું નથી એને. વળગી રહેવાનું નિશ્ચયને, પણ જરૂર આની છે.
વ્યવહાર વગરનો નિશ્ચય પાંગળો છે. ચાર પાયા વગરનો પલંગ શું કામનો ? આત્મા આવો છે, આત્મા તેવો છે, આમ છે, તેમ છે, તો પણ એ છે એ શબ્દ બોલવાથી કંઈ દા'ડો વળી ગયો નથી. એ તમારો વ્યવહાર દેખાડો ? વ્યવહારનું બેઝમેન્ટ હોય તો જ નિશ્ચય દીપે. વ્યવહાર આપણો આદર્શ હોવો જોઈએ.
કહે, ‘આ જે વ્યવહાર છેને, તે આધારિત છે એટલે જો નિશ્ચય પ્રાપ્ત થયો હોય, ‘હું તો આત્મા થઈ ગયો, તો હવે શું રહ્યું ?” ત્યારે કહે, ‘વ્યવહાર બાકી રહ્યો.’ ‘તને આત્મા પ્રાપ્ત થયો, હવે એકદમ મોક્ષે જતા રહે ?” “ના, બા, હજુ વ્યવહાર તો બાકી રહ્યો.” એટલે ત્યારથી વ્યવહારની શરૂઆત થાય. મહીંથી નિશ્ચય કાઢી લીધો, એ બાકી રહ્યો તે વ્યવહાર.
તારો ઊભો કરેલો વ્યવહાર છે આ. યુ આર રિસ્પોન્સિબલ. એટલે આનો નિવેડો લાવીને નિકાલ કરી નાખ બધો.
પ્રશ્નકર્તા : અને નિશ્ચય પ્રાપ્ત થયા પછીનો શુદ્ધ વ્યવહાર કહેવાયને ?
દાદાશ્રી : હા, પછી શુદ્ધ વ્યવહાર કહેવાય. વ્યવહાર-નિશ્ચય વગર કોઈ પણ મોક્ષમાર્ગ ના હોય. વીતરાગો વ્યવહાર ને નિશ્ચય બંને પાંખેથી મોક્ષે ગયેલા !
ત ઘટે ખેંચ, વ્યવહારતી નિશ્ચય ના આવ્યો તો વ્યવહાર ગયો નકામો. વ્યવહાર નિશ્ચયને લાવવા માટે છે અને જો નિશ્ચય આવ્યો નહીં તો નકામો ગયો. અને નિશ્ચય આવ્યા પછી વ્યવહારની ખેંચ હોય નહીં. ખેંચ તૂટી જાય. દર વર્ષે અમુક જગ્યાએ આપણે જતા હોઈએ એટલે જવું જ પડે, એવું–તેવું ખેંચ નહીં. એવા સંજોગો બાઝે તો જવાનું. બીજે જવાના સંજોગો બાઝે તો ત્યાં બીજે પણ જાય, તેનો વાંધો નહીં પણ તે વ્યવહારની ખેંચ ના હોય.
નિશ્ચય આવ્યો નહીં હાથમાં, તો વ્યવહારની કિંમત જ નથી. બાકી વ્યવહારની કિંમત નિશ્ચય આવ્યા પછીની છે. ગવર્નરની સહી વગરની નોટો એ બધી નકામી નોટો.
આપણે જાન તો પાંચસો માણસની લઈ ગયા પટેલની, વરરાજા ગુમ થયો તો આપણે કોને ત્યાં જવું ? પેલા લોકોને ત્યાં જઈએ ત્યારે કહે, ‘વરરાજા વગર શું કરવા આવ્યા છો ? જાવ, લઈને આવો.” એટલે આ વ્યવહાર બધો વરરાજા વગરની જાન જેવું છે. વ્યવહાર સાચવે ક્યારે ? વર સાથે જાન જાયને ત્યારે. જાનની કિંમત છે કે વરની ?
ઠેઠ સુધી રહ્યો વ્યવહાર ! વ્યવહાર સિવાય જે નિશ્ચય છે એ નિશ્ચય ખોટો છે. ‘આપણું” વિજ્ઞાન સમભાવે નિકાલ કરવો, એ બેઝમેન્ટ ઉપર ઊભું રહેલું છે.
વ્યવહાર શુદ્ધ હશે એટલે નિશ્ચયમાં આવી ગયો જ જાણો ! નિશ્ચયમાં કશું કાચું ના રહેવું જોઈએ. નિશ્ચય એટલે નિશ્ચય. એમાં કશું કચાશ ના રાખવી જોઈએ. પણ વ્યવહારમાંય કાચું રહે તો ભૂલ કહેવાય. વ્યવહાર ચોખ્ખો, નિર્મળ જોઈએ. વીતરાગ, રાગ-દ્વેષ વગરનો, સહેજે કોઈને દુઃખ ના થાય. વ્યવહારમાં કાચું રહે તો નિશ્ચયમાં પણ કાચું પડી જાય છે. અકષાયી વ્યવહાર તે સાચો વ્યવહાર છે. પોતાના સ્વરૂપનું લક્ષ એ નિશ્ચય છે અને એનાથી મોક્ષ થાય. હવે લોકો વ્યવહાર છોડીને ભાગ્યા. તે રાંડેલા રહ્યા. બૈરી ના હોય તો શું કરો ?
વ્યવહાર છોડવાનો ક્યારે કહ્યો છે ? ભગવાને એવું નથી કહ્યું, આ તો હું કહું છું કે જ્યારે આ ખોરાક બંધ થઈ જાય ત્યારે વ્યવહાર છોડી દેજો. વ્યવહાર જો નથી તો નિશ્ચય છે જ નહીં. વ્યવહાર છે તો નિશ્ચય