________________
નિશ્ચય - વ્યવહાર
૪૦૧
૪૦૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
અક્રમ વિજ્ઞાત વ્યવહાર કરે પાર ! આપણા આ વીતરાગ વિજ્ઞાનમાં, આપણું અક્રમ વિજ્ઞાન એ સંપૂર્ણ વ્યવહાર-નિશ્ચયનો માર્ગ છે. કારણ કે વ્યવહાર બિલકુલે ય સંયમપૂર્વક થાય છે. વ્યવહાર કેવો થાય છે ? ગાળ ભાંડે તે ચંદુભાઈ, પોતે ના કહે છે, ‘એમ નહીં હોવું જોઈએ.’ એ સંયમ તમારો. અને તમારા સંયમની કિંમત છે, ચંદુભાઈના સંયમની કિંમત નથી. એટલે આ સંયમપૂર્વકનો વ્યવહાર છે એટલે આ વ્યવહારને શુદ્ધ વ્યવહાર અમે કહીએ છીએ અને શુદ્ધ વ્યવહારના બેઝમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય કમ્પ્લિટ ઊભો રહ્યો છે. શુદ્ધ વ્યવહાર છે, ત્યાં આત્મા છે. જ્યાં સંયમપૂર્વકનો વ્યવહાર નથી, ત્યાં આત્મા પ્રાપ્ત થશે એવું માની શકાય નહીં. વ્યવહાર સંયમપૂર્વકનો હોવો જોઈએ.
દાદાશ્રી : એટલે એવું જોઈએ. એટલે આ ભવમાં એ પોતે સમજ્યા છે. છતાં એ વ્યવહાર ઊંચો છે તે ફીટ થઈ ગયો, તે આવતા ભવમાં એવો થઈ જાય.
અને બીજા જે હિસાબ આપે, તે આપણો હિસાબ છે. કોઈ છે તે માળા ચડાવવા આવે, પગે લાગે તેય આપણો હિસાબ. અને પછી કોઈ મારતો હોય તેય આપણો હિસાબ. તમને કોઈ ગાળ ભાંડે, તે ફેરો એનામાં શુદ્ધાત્મા જ તમને દેખાવો જોઈએ. પેલું વ્યવહાર ના દેખાય. વ્યવહાર તમારો હિસાબ છે. તમારો જે હિસાબ હતો ભોગવવાનો, તે પૂરો થઈ રહ્યો છે. તેથી એ એનો વ્યવહાર કરી રહ્યો છે, પણ એ પોતે તો શુદ્ધ જ છે. એટલે એમના તરફ શુદ્ધતાની દ્રષ્ટિ રહે તો એ શુદ્ધ નિશ્ચય કહેવાય. આપણે શુદ્ધ અને જગત શુદ્ધ. જેટલો શુદ્ધ ઉપયોગ, એનું નામ શુદ્ધ નિશ્ચય, એ જ શુદ્ધ આત્મરમણતા અને તો જ શુદ્ધ વ્યવહાર રહે. જેટલો શુદ્ધ નિશ્ચય હોય એટલી વ્યવહાર શુદ્ધતા રહે. નિશ્ચય એક બાજુ કાચો, અશુદ્ધ થાય એટલી વ્યવહાર અશુદ્ધતા.
પ્રશ્નકર્તા : એટલે મહાત્માઓને સમજવામાં જરા ગરબડ થાય છે.
દાદાશ્રી : ના. આ જ્ઞાન આપ્યા પછી તમારો શુદ્ધ વ્યવહાર જ હોય છે, પણ એ માને છે અવળું. ક્રિયા હિંસક દેખાય છે અને વ્યવહાર શુદ્ધ જ છે.
નિશ્ચય પ્રાપ્તિ પછી જ શુદ્ધ વ્યવહાર !
પ્રશ્નકર્તા : એવી રીતે પણ કહ્યું છે કે નિશ્ચય પ્રાપ્ત થયા પછી બાકી રહ્યો એ શુદ્ધ વ્યવહાર, એને જ વ્યવહાર કહેવાય છે ?
દાદાશ્રી : હા, નિશ્ચય પ્રાપ્ત થયા પછી, પણ ના થયો હોય ત્યાં સુધી બધો વ્યવહાર અટકે છે. ત્યાં સુધી વ્યવહારને વ્યવહારેય નથી કહેવાતો.
પ્રશ્નકર્તા : દાદાનું જ્ઞાન મળ્યા પછી અંદરથી સંયમ પરિણામ ઉત્પન્ન થાય છે.
દાદાશ્રી : સંયમ જ છે. પોતે જુદો જ છે. એટલે મહીં સંયમ પરિણામને લીધે એ શુદ્ધ વ્યવહાર જ કહેવાય છે. આ પરિણામ, એની પર સંયમ હોવાથી એ શુદ્ધ જ કહેવાય છે. આ અલૌકિક વિજ્ઞાન છે ! એ તો વ્યવહારમાં આમ આરપાર નીકળી જવો જોઈએ. આપણું જ્ઞાન વ્યવહારને આરપાર કરે એવું છે. અલૌકિક વિજ્ઞાન છે, વિજ્ઞાન જો જાણવામાં આવે તો કલ્યાણ થઈ જાય આખા જગતનું !
ગાળો ભાંડતારામાં ય દેખાય શુદ્ધાત્મા ! અમારે વ્યવહાર કેવો છે ? પ્રશ્નકર્તા : ટોપ, ઊંચામાં ઊંચો.
પ્રશ્નકર્તા : સમજાયું નહીં જરા. પેલું કહ્યુંને કે ‘નિશ્ચય પ્રાપ્ત થયા વિનાના વ્યવહારને વ્યવહાર નથી કહેવાતો', તો કહે છે કે “પહેલો તો વ્યવહાર ને પછી નિશ્ચય પ્રાપ્ત થયોને ?
દાદાશ્રી : પહેલો વ્યવહાર હતો જ નહીં. જગતના લોકો વ્યવહાર કહે છે, એ તો સમજ્યા વગરની વાત કરે છે. વ્યવહાર એટલે આધારિત હોવો જોઈએ. શાથી આ વ્યવહાર એ ખરેખર વ્યવહાર હોય ? ત્યારે