________________
નિશ્ચય - વ્યવહાર
૩૯૯
પ્રશ્નકર્તા : એ તો બહારના લોકોની વાત થઈ.
દાદાશ્રી : અહીંના લોકોની. બહારના લોકોને શું છે ભાંજગડ ? જ્યાં નિશ્ચય જ નથી ત્યાં આગળ, બહારના લોકોને તો વ્યવહાર જ
છેને ! આ તો નિશ્ચયવાળાને માટે કહ્યું. વ્યવહાર સહિત નિશ્ચય હોવો જોઈએ. વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય હોવો જોઈએ. જ્યાં નિશ્ચય છે પણ વ્યવહાર નથી ત્યાં નિશ્ચયે નથી. એટલે આપણો આ અક્રમ માર્ગ છે, એ તો વ્યવહારના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઊભો રહ્યો છે. એટલે શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય છે. બીજે બધે આત્માની વાત હોય, કોઈ વખતે ત્યાં વ્યવહાર નથી હોતો. વ્યવહાર ના હોય, તે આત્માની પૂર્ણ દશા નથી.
નિશ્ચયને નિશ્ચયમાં રાખવો ને વ્યવહારને વ્યવહારમાં રાખવો, એનું નામ શુદ્ધ વ્યવહાર. છતાં વ્યવહારને અને નિશ્ચયને લાગતું-વળગતું નથી.
પાંચ આજ્ઞામાં સંપૂર્ણ વ્યવહાર ધર્મ !
જ્યાં શુદ્ધ વ્યવહાર નથી, જ્યાં વ્યવહારનું ફાઉન્ડેશન જ નથી, ત્યાં નિશ્ચય જેવી કોઈ વસ્તુ જ નથી. અને વ્યવહાર શુદ્ધિ વગર નિશ્ચય કોઈ દહાડો કામ કરે જ નહીં.
શુદ્ધ વ્યવહારના આ બેઝમેન્ટ ઉપર શુદ્ધ નિશ્ચય ઊભો છે. શુદ્ધ વ્યવહારનું બેઝમેન્ટ જેટલું કાચું એટલું નિશ્ચય પામશો નહીં. કારણ કે નિશ્ચયનો નિયમ એવો છે કે શુદ્ધ વ્યવહાર થાય તો જ નિશ્ચય શુદ્ધ થાય. અને આપણે અહીં તો ‘ફૂલ’ વ્યવહાર સાથેનો ધર્મ છે. ‘ફૂલ’ નિશ્ચય અને ‘ફૂલ’ વ્યવહાર. અમારી જે પાંચ આજ્ઞા આપી છેને, એ સંપૂર્ણ વ્યવહાર ધર્મ છે.
એટલે આપણે તો શું કહીએ છીએ કે આપણે શુદ્ધ વ્યવહાર અને શુદ્ધ નિશ્ચય એવો માર્ગ છે આ, અક્રમ વિજ્ઞાન છે. અમે જે આજ્ઞા આપી છે એ આજ્ઞાને આધીન તમારો શુદ્ધ વ્યવહાર છે. પછી ન પાળે, ઓછી પાળે એ વાત જુદી છે. પણ આજ્ઞાધીન વ્યવહાર છે એ શુદ્ધ વ્યવહાર છે.
૪૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ડ્રામેટિક એ જ શુદ્ધ વ્યવહાર !
હું તો શું કહું છું, આત્મા ક્યારે તદન સાચો પ્રાપ્ત થયો એમ કહેવાય કે શુદ્ધ વ્યવહાર હોવો જોઈએ. વ્યવહાર ડ્રામેટિક હોવો જોઈએ. કો'ક કહેશે, ‘ચા પીવી પડશે તમારે’. ત્યારે એ ના પાડે કે હું નથી પીતો. એ પેલા બાથંબાથામાં આવ્યા. પેલો કહે ‘ના, પીવી પડશે.’ પેલો કહે, ‘નથી પીવી.’
તે કપ પડી ગયા, કપ ને રકાબી ય બેઉ ભાંગી ગયા. આવો વ્યવહાર હોવો જોઈએ ? હું તો કહું કે ‘લાવ બા, કેટલી પીવું ?’ તો કહે, ‘એક રકાબી’. તે પી લઈએ. ના પીતા હોય તોય ચા પીએ. કેવો સુંદર ડ્રામા દેખાય !
અને આપણો વ્યવહાર તો અસલ વ્યવહાર છે, શુદ્ધ વ્યવહાર છે. શુદ્ધ વ્યવહાર ઉપર શુદ્ધ નિશ્ચય છે. શુદ્ધ વ્યવહાર એટલે તમારે ઘેર બહારના લોકો આવેને, તે એમને જ્ઞાન ના હોય તેને તમે કહો કે “ભઈ, જરા ચા-બા પીને જાવ.' ‘અલ્યા, તમારે શી જરૂર હવે ? તમે તો જ્ઞાની થઈ ગયા.’ ત્યારે કહે, “ના, વ્યવહાર છેને ?” બહારવાળા એમને એમ બૂમ પાડવા ના જોઈએ કે ચંદુભાઈ તો દાદાની પાછળ પડ્યા છે ને, તે હવે વ્યવહારનું ધ્યાન જ નથી રાખતા.’ એવું ના હોવું જોઈએ. વ્યવહાર ડ્રામેટિક હોવો જોઈએ, બધી બાબતોમાં. છોડી પૈણાવીએ ઉપર ટોપી-બોપી પહેરીને ટીલાં-ટપકાં કરી, નવું ધોતિયું-બોતિયું પહેરીને ! ત અટકે હવે મોક્ષનું ગાડું !
વ્યવહારમાં તો રચ્યા-પચ્યા રહેવું જોઈએ અને નિશ્ચયને છોડવું ના જોઈએ ને વ્યવહારમાં રચ્યા-પચ્યા રહીને નિશ્ચયને ધ્યાનમાં રાખવો જોઈએ.
તમે ચંદુભાઈ છો અને ડાકોરનો છું એ ભૂલવું ના જોઈએ અને તમે નવસારી નોકરી કરવા જાવ તો કહો કે હું નવસારીનો છું, પણ તેથી તમારું મૂળ એ ના છૂટવું જોઈએ. બાકી જેટલા વેષ આવે એટલા કરવા જ પડેને ? એ તો છૂટકો નહીં એવું કહીએ. પાછા આપણે જ બધા વેશ ઊભા કરીએ છીએ. એ તો હવે સારું થયું આ જ્ઞાન મળ્યું. તે વેશ બંધ થઈ જશે, નહીં તો વેશ જ ચાલ્યા કરે છે. આમ કરતાં કરતાં આપણું ગાડું મોક્ષે જશે. બે બળદ જોડ્યા છેને ! બે કયા બળદ ? વ્યવહાર અને નિશ્ચયના. એ જેણે બે બળદ રાખ્યા છે, તેનું કોઈ દહાડો ગાડું અટકશે નહીં.