________________
નિશ્ચય - વ્યવહાર
અને ત્રીજા માણસે પોતાના છોકરાંઓને ખવડાવવા માટે હરણું માર્યું, પણ બહુ પસ્તાવો કર્યો. અરેરે.. મારે ભાગે આ ક્યાંથી આવ્યું ? તે અશુભમાંથી માઈનસ થયું. એટલે શુભાશુભ ભેગું એટલે મિક્ષ્ચર. જુઓને, આમ ભાવ કેટલું બધું કામ કરે છે !
૩૯૭
પછી શુભ વ્યવહાર એટલે હિંસા સામો કરતો હોય તોય પણ એ ના કરે. અને એક શુદ્ધ વ્યવહાર. વચ્ચે સર્વ્યવહાર ખરો આ સાધુઓને. સાધુના બધા જ વ્યવહાર શુભની ઉપર.
અને શુદ્ધ વ્યવહાર, તે આપણો આ શુદ્ધ વ્યવહાર કહેવાય. શુદ્ધ નિશ્ચય આમ હંડ્રેડ પરસેન્ટ છે, શુદ્ધાત્મા, એટલે વ્યવહાર પણ શુદ્ધ છે. શુદ્ધ વ્યવહાર એટલે શું કે ચંદુભાઈ સામાને ગાળો દેતા હોય અને તે તમે છે તે ચંદુભાઈને ત્રાહિત માણસ હોય એવી રીતે જુઓ તો એ શુદ્ધ વ્યવહાર કહેવાય. એટલે ગાળો દેતી વખતે હંમેશાં જોઈ શકાય નહીં, પણ અમુક વ્યવહાર સુધી માણસ જોઈ શકે છે. પોતે પોતાના વ્યવહારને જોવું, એ શુદ્ધ વ્યવહાર. એવી ઇચ્છાવાળા છે આપણા મહાત્માઓ. જેટલું બને એટલું એમાં પ્રયત્ન કરે છે, નહીં તોય વ્યવહારને જાણે છે તો ખરાં જ કે આ વ્યવહાર છે, આ હું ન્હોય. ત્યાંથી શુદ્ધ વ્યવહાર પકડાય છે.
શુદ્ધ વ્યવહારતા પાયા પર શુદ્ધ નિશ્ચય !
શુદ્ધ વ્યવહાર ઉપર શુદ્ધ નિશ્ચય ઊભો રહ્યો. તે સામો વ્યવહાર શુદ્ધ હોવો જોઈએ, ને ઉપર શુદ્ધ નિશ્ચય હોવો જોઈએ. વ્યવહાર નથી ત્યાં
નિશ્ચય નથી !
પ્રશ્નકર્તા ઃ તો દાદા, આમાં પહેલો નિશ્ચય આવી જાય, પછી વ્યવહાર ચાલુ થાયને ?
દાદાશ્રી : ના, બેઉ સાથે જ હોય. બે જુદા પડે નહીં કોઈ દહાડોય. પ્રશ્નકર્તા : પણ નિશ્ચય પહેલાં પ્રાપ્ત થાય, તે પછી વ્યવહારને ? દાદાશ્રી : એ તો વ્યવહારની હાજરીમાં જ નિશ્ચય પ્રાપ્ત થઈ જાય.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
નિશ્ચય પ્રાપ્ત થવો એટલે અનુભવ થવો. અનુભવ ના થાય તો નિશ્ચય પ્રાપ્ત થયો નથી.
૩૯૮
પ્રશ્નકર્તા ઃ શુદ્ધ વ્યવહાર જેને કહીએ છીએ, એ તો અનુભવ થયા પછી જ આવેને ?
દાદાશ્રી : ત્યાર પછી શુદ્ધ વ્યવહાર આવે.
પ્રશ્નકર્તા : એટલે નિશ્ચયનું જ્ઞાન ના હોય ત્યાં સુધી શુદ્ધ વ્યવહાર ગણાય જ ક્યાંથી ?
દાદાશ્રી : નિશ્ચય શુદ્ધ છે માટે વ્યવહાર શુદ્ધ થઈ ગયો. એટલે એનું બેઝમેન્ટ ક્યારે થાય કે નિશ્ચયમાં આવે તો જ વ્યવહાર શુદ્ધ થાય. એટલે જે વ્યવહાર હતો તે નિશ્ચયમાં આવ્યા પછી શુદ્ધ જ થઈ ગયો ને અત્યારે બેઝમેન્ટ શુદ્ધ વ્યવહારનો છે.
બેઝમેન્ટ ના હોતને તો શુદ્ધ નિશ્ચય જે કહે છેને કે મેં આત્મા પ્રાપ્ત કર્યો છે, તો શેની ઉપર બેઠો છે તારો આત્મા, એ મને કહે. કોઈ કહેશે, ‘વ્યવહારની શી જરૂર છે ?” ત્યારે કહે, ‘આત્મા ય ગયો, બા. વ્યવહાર નથી ત્યાં આત્મા નથી.’ એટલે આ વ્યવહાર વગર ચલાવ્યુંને લોકોએ કે વ્યવહારની કંઈ જરૂર નથી. ઉપાદાનની જ જરૂર છે, નિમિત્તની જરૂર નથી.
પ્રશ્નકર્તા : હવે વ્યવહાર આખો ડિસ્ચાર્જ વસ્તુ કહી આપણે, તો પછી એના બેઝમેન્ટ ઉપર નિશ્ચય ઊભો રહ્યો એ કેવી રીતે બની શકે છે ?
દાદાશ્રી : વાંધો શું આવે છે પણ ? આ વ્યવહાર છે ત્યાં સુધી બેસેને ! નહીં હોય ત્યારે પછી વ્યવહાર છેય નહીંને, જરૂરે નથીને ! જે આ ડિસ્ચાર્જ કર્યો છે, ત્યાં સુધી આત્મા ફિલ્મ જોયા કરશે. પછી તેને આખા જગતની ફિલ્મ જોયા કરવાની છે. પણ આ કર્મો ખપે ક્યારે ? શુદ્ધની જોડે જ હોય ત્યારે.
વ્યવહાર ચોક્કસ જોઈશે. ત્યાં આગળ કોઈ બૂમ પાડે કે સાહેબ, આત્મા-બાત્મા થઈ ગયો, હવે વ્યવહારની શી જરૂર છે ?