________________
નિર્ભયતા, જ્ઞાનદશામાં !
કે ‘હું શુદ્ધાત્મા છું’. તમે જ્યાં કહેશો ત્યાં હાજર થશે. અને બહુ મુશ્કેલી આવે તો નિરંતર જાગૃત રહેશે. બહુ મોટી મુશ્કેલી આવી અને એથી વધારે મુશ્કેલી આવી, બોમ્બ પડવા માંડ્યા'તા તો પછી ગુફામાં પેસી જશે.
કેવળજ્ઞાની જેવી દશા થઈ જશે. બહાર બોમ્બ પડવા જોઈએ તો કેવળજ્ઞાન જેવી દશા થઈ જાય એવું જ્ઞાન આપેલું છે.
૩૭૯
છતાં આપણે કહીએ, ‘બોમ્બ પડે તો સારુંને !’ ત્યારે લોકો કહેશે, ના, ના પડવા દેશો ભાઈસા'બ, બોમ્બ ના પડવા દેશો.’ ‘અલ્યા, કેવળજ્ઞાની જેવી દશા થાય એવું છે, પડવા દેને અહીંથી !' અને બે મચ્છરાં હોયને મચ્છરદાનીમાં, તો આખી રાત જાગે. ‘અલ્યા, કેમ પાછો ઉઠ્યો ?’ ‘લાઈટ કરી તો મચ્છરા પેસી ગયા.’ ‘મેર ગાંડીયા, આ મચ્છરાં છે તો ગુફામાં ના રહેવા દે ને બોમ્બ છે તે ગુફામાં રહેવા દે તો કયું સારું ?! બોમ્બ પડે એ ! પણ બા ! ઝટ ઉકેલ આવી જાય. આમ ટપલે ટપલે માથું કાણું થાય, એના કરતાં ઉડાડ એક ફેરો સડસડાટ ! ટપલે ટપલે કાણું થાય, કહોવાય, સડાય, એના કરતાં ઉકેલ લાવી નાખને ! ત્યારે કહેશે, ‘આ બોમ્બ પડવાનો છે. હે ભગવાન, હમણે બોમ્બ ના પડશો !' અલ્યા મૂઆ, પડવા દેને, તૈયાર થા !
આપણે માંગીએ તો ય નથી પડે એવા. અને કિંમતી બોમ્બ કોણ નાખે ? કિંમતી બોમ્બ છે, બધા પડતા હોય તો આપણા મહાત્મા ધન્ય દિવસ કહી, ગુફામાં પેસી જાય. કેવળજ્ઞાન થઈ જાય. કેવળજ્ઞાન થાય એવું નથી, પણ ગુફામાં પેસી જાય.
બોમ્બ પડે ત્યારે આત્માનો ભૂક્કો ના થાય, પણ બધી વાસનાઓનો ભૂક્કો થઈ જાય. અજ્ઞાની, જેને જ્ઞાન ના મળ્યું હોય તે મૂઓ, ‘મારો છોકરો પૈણાવાનો હતો, બંગલો બાંધવો'તો, બધી વાસના અધૂરી રહી.' તે મૂઆ અધૂરી વાસનાએ મરેને, તે જનાવર થાય પાછો. એકને બોમ્બ પડે તો જનાવર થાય મૂઓ અને એકને બોમ્બ પડે તો મોક્ષના જેવું થાય, કારણ કે વાસનાઓ ફ્રેકચર થઈ જાય. એ જાતે ફ્રેકચર કરે એવો છે નહીં !
મૃત્યુ સમયે, જ્ઞાતમાં કે ભયમાં ?
આ આત્મા આપેલો છેને, તે ભય આવે ત્યારે અંદર પેસી જાય.
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
ભય ના હોયને, ત્યારે તો બહાર જરા એ લઈ આવે, તે લઈ આવે. પણ બોમ્બ પડવા માંડ્યા કે મહીં પેસી જાય. ભય ના હોય એવી જગ્યા ખોળે, તે મહીં જ પેસી જાય. એટલે આ ભયમાં બહુ સુંદર રહે. મરતી વખતે સુંદર રહે છે અગર તો મરવા જેવો ભય હોયને ત્યારે બહુ સુંદર રહે.
પ્રશ્નકર્તા : ભય આવે તો આત્મામાં પેસી જાય ?
३८०
દાદાશ્રી : એ તો જે બાહ્ય ભાવ છેને એ બધા આત્મામાં પેસી જાય, જાગૃતિ જે બાહ્ય વર્તે છે એ જાગૃતિ આત્મામાં પરોવાઈ જાય અને ‘હું શુદ્ધાત્મા છું' થઈ જાય. પછી તો બહારનું પેલું એ છોડી નાખે બધા, બધા કાગળો લખવાનું બંધ કરી દે અને જ્યાં સુધી ભય ના આવેને, ત્યાં સુધી તો કહેશે, ‘આ હેંડો, થોડી જલેબી લઈ આવું છું, થોડો નાસ્તો લઈ આવું.'
અને ભય આવ્યો કે મહીં ઘરમાં પેસી જાય અને મરણનો ભય આવે તે ઘડીએ ‘ઘર’(આત્મા)માં હોય છે.
પ્રશ્નકર્તા : એટલે ભયમાં જાગૃતિ હજારો ગણી વધી જાય ?
દાદાશ્રી : વધે ખરી, જાગૃતિ વધે, પણ એ હંમેશાં જ્ઞાતા-દ્રષ્ટા તરીકે ભાવ રહેવાનોને ! પણ તે જ્યારે બહાર આફત આવશે, તે ઘડીએ અંદર પેસી જશે. અને અંદર પેસી જાય ત્યારે સંપૂર્ણ આનંદ જ હોય. દુ:ખ જ ના રહેને !
આ જ્ઞાન મળ્યા પછી કોઈ પણ ભય એને સતાવી ના શકે. નિરંતર નિર્ભય રહી શકે. બને કે ના બને ? કોઈ નિર્ભય જોયેલા ?
પ્રશ્નકર્તા : નિર્ભય આપ જે સેન્સમાં કહો છો, એ સેન્સમાં નથી જોયા.
દાદાશ્રી : નિર્ભય હોય નહીં. એ તો આ કૃષ્ણ ભગવાન થઈ ગયા, આ મહાવીર ભગવાન થઈ ગયા. બાકી કોઈ હોય નહીં. માણસનું શું ગજું નિર્ભય થવાનું ? એટલે વીતરાગતા હોય તો જ નિર્ભય થવાય. રાગ-દ્વેષ ન હોય ત્યારે નિર્ભયતા થાય.
જ