________________
[૬] ક્રોધ-ગુસ્સો
અક્રમ વિજ્ઞાને કરીને ક્રોધને નવી જ જ્ઞાનદ્રષ્ટિથી સમજી લેવાનો છે. જ્ઞાન મળ્યા પછીય જે ક્રોધ થાય છે તે નિર્જીવ છે. ભરેલો માલ ખાલી થાય છે. તે ખાલી થઈ જાય તો જ મુક્ત થવાય. એ નીકળે ત્યારે એને જુદું જોયા કરવાનું અને પ્રજ્ઞા મહીં દેખાડ્યા કરે કે આ ખોટું છે, પ્રતિક્રમણ કરો ! એનાથી સંપૂર્ણ મુક્તિ થાય.
ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલના ગુણો છે, આત્માના નથી. એટલે એને આપણા માથે ના લેવાય. જેના છે તેના માથે રખાય. જે વધઘટ થાય, તે આત્મગુણ કઈ રીતે કહેવાય ?
ક્રોધ અને ગુસ્સામાં ફેર છે. ક્રોધ એ નવું ચાર્જ કરે છે ને ગુસ્સો એ ડિસ્ચાર્જ છે. ક્રોધમાં તાંતો હોય, હિંસકભાવ હોય. કારણ તેમાં તે સમયે આત્મા તન્મયાકાર હોય.
કષાય બંધ થાય એટલે પ્રગટે શીલ ! શીલવાનનો બહુ તાપ હોય ! કષાયો એ નબળાઈ છે.
તાંતો પહેલાં મિથ્યાત્વનો હતો, તે હવે સમ્યક્ત્વનો તાંતો બેસી ગયો. એટલે જ આત્માની નિરંતર પ્રતીતિ રહે છે અક્રમમાં !
‘ચંદુભાઈ’ ગમે તેટલો ક્રોધ કરતાં હોય પણ તે ‘મને થાય છે’ એવું જરીકેય ના થાય તો ‘તમે’ જોખમદાર નથી. આપણાથી કોઈને દુઃખ થાય ત્યાંય બહુ ચોક્કસ રહેવું, જુદું રાખવું અને ચંદુભાઈ પાસે જેને દુઃખ થયું હોય, તેનું હાર્ટિલી પ્રતિક્રમણ કરાવવું. ગુસ્સો એ પુદ્ગલ વિભાગ છે અને જાણે એ આત્મ વિભાગ છે.
એટલે જ્ઞાન પછી અક્રમ માર્ગમાં ક્રોધ જાય છે બધાનો. કારણ આત્મા ક્રોધમાં ભળતો નથી. આત્મા એટલે અહીં પ્રતિષ્ઠિત આત્મા માટે છે. મૂળ આત્મા તો ક્યારેય ક્યાંય તન્મયાકાર થતો જ નથી. એ દરઅસલ મૂળ આત્મા તે જ આપણે પોતે છીએ. બીજો બધો જ ભાગ અનાત્માનો છે ! પ્રતિષ્ઠિત આત્માય તન્મયાકાર ના થાય એટલી જાગૃતિ જ માત્ર રાખવાની છે !
[૭] સંયમ મહાત્મા કોને કહેવાય ? આંતરિક સંયમ રહે તેને. બહાર ચંદુ ક્રોધ કરે
41
ને અંદરથી રહે ‘આ ન થવું જોઈએ.' એ આંતરિક સંયમ. સંયમી તો તેનું નામ કે સામો અસંયમી હોય, તેને ય કિંચિત્માત્ર દુઃખ
ના થવા દે તે ! પોતે બળતો હોય, તે જ સામાને દઝાડે. પોતે ઠંડકમાં હોય, તે કોઈને ના દઝાડે !
સંયમી અપમાન કરે, તેનેય નિર્દોષ જુએ.
દાદાશ્રીનું જ્ઞાન પામેલા કેટલાંય મહાત્માઓના જીવન પ્રસંગોમાં સાંભળવા-જોવા મળે છે કે કોઈ ગાડીવાળો કે રીક્ષાવાળો મહાત્માને પાડી
દે ને તેને ફ્રેક્ચર થઈ જાય તોય મહાત્મા નુકસાન કરનારાને કહે કે, ‘ભઈ, તું નાસ અહીંથી. નહીં તો લોકો તને ટીપી નાખશે. મારું તો હઉ થશે.' એમ કરીને પેલાને ભગાડી દે ! આને સંયમી કહેવાય !
પ્રકૃતિથી જુદો પડ્યો તે સંયમી. મહાત્માથી કંઈ ખરાબ થઈ જાય પણ મહીં એના માટે એનો અભિપ્રાય જુદો હોય તેથી તેને સંયમ કહ્યો. દેહાધ્યાસ ગયો તે સંયમી. આર્તધ્યાન-રૌદ્રધ્યાન અટકી જાય, એનું નામ સંયમ. ક્રોધ-માન-માયા-લોભના સંયમને સંયમ કહ્યો. જ્ઞાન મળ્યા પછી પાંચ આજ્ઞાઓ પાળે તેનાથી સંયમ રહે. મહાત્માને નિરંતર સંયમ રહેવાનો.
એમને આંતરિક સંયમ હોય, જે મોક્ષે લઈ જાય. સાધુ-આચાર્યોને બાહ્ય સંયમ હોય, જે ભૌતિક સુખો અપાવે. અહંકાર છે ત્યાં સુધી ખરો આંતરિક સંયમ ના આવે. જગતના લોકો સંયમનો અર્થ વૃત્તિઓનો, ઇન્દ્રિયોનો કંટ્રોલ કરવો એને માને છે. જ્યારે દાદાશ્રી એને હઠયોગ કહે છે. અહંકારે કરીને કરવા જાય એ તો.
અને અહંકાર ક્યારે જાય ? આત્મજ્ઞાન થાય ત્યારે. અને ત્યાર પછી જ ખરો સંયમ આવે, જે મોક્ષે લઈ જાય. પાંચ આજ્ઞામાં રહેવાનો પુરુષાર્થ કરે તો તેય સંયમ કહેવાય.
ભરેલો માલ નીકળે ત્યારે તેને વીતરાગતાથી જોવો.
એક ફેર અપમાનના પ્રસંગે સંયમ રહ્યો તો એને ખરો પ્યૉર સંયમ કહ્યો. જ્ઞાનીઓ એનાથી ખૂબ રાજી થાય અને કેટલાંય પગથિયાં ચઢાવી દે એ ! અને એનો અનુભવ પણ થાય પોતાને!
[૮] મોક્ષનું તપ
તમામ શાસ્ત્રોએ તપ કરવાનું કહ્યું છે. ઉપવાસ કરો, પાણીમાં ઊભા રહીને
42