________________
પ્રતિક્રમણ કરે તો મહાત્માને માટે એ ઇફેક્ટ થઈ જાય છે, કૉઝ નથી પડતાં. કૉઝની ખબર કેવી રીતે પડે ? મહીં પશ્ચાતાપ થાય, પ્રતિક્રમણ થાય એનાથી કૉઝ આખું ફરી જાય.
શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્માને કૉંઝેય ના રહ્યું ને ઇફેક્ટેય ના રહી. જે રહ્યું તે બધું ચંદુભાઈનું, તેને જોયા કરવાનું. અને અંતે તો પાછું છે બધું ‘વ્યવસ્થિત’ જ ને !
[૫] ‘ન્હોય મારું'
સમ્યક્ દર્શન શું કહે છે ? જે દહાડાથી જાણ્યું કે ‘હું ચંદુલાલ ન્હોય’, ‘હું શુદ્ધાત્મા છું', ત્યારથી જે જે કચરો નીકળે છે તે ન્હોય મારું’ !
ગમે તેવી ફાઈલો હોય પણ ‘ન્હોય મારું’ કહ્યું કે તરત છૂટી જાય. ‘ન્હોય મારું' કહે છે ત્યાં રાગ-દ્વેષ ના હોય ને ‘મારું’ કહ્યું કે રાગ-દ્વેષ થઈ જ જાય. ડિસ્ચાર્જમાં રાગ-દ્વેષ થાય, કષાયો થાય, પણ ત્યાં એને ‘ન્હોય મારાં’ કહેતાં જ એ અડે નહીં. પણ આમ એને કહેવું પડે કે, ‘એય, ક્યાંથી પેઠો ? અહીં તારું શું કામ છે ?’ જ્યાં કંઈ પણ ગૂંચવાડો આવે કે તરત ‘ન્હોય મારું’ કહી દેવું. બધું વિખરાઈ જશે. ‘મારું ન્હોય' કહેતાં જ પોતે સ્વરૂપમાં જ સ્થિર થઈ જાય. કોઈ પણ સંયોગ આવે તેને ‘ન્હોય મારું’ કહેતાં જ એ છૂટી જાય ! મન, ભટકતું ચિત્ત બધું સંયોગ સ્વરૂપે જ છે ! તન્મયાકાર થઈ ગયા પછી બીજી જ મિનિટે બોલે કે ‘મારું ન્હોય' તોય છૂટું પડી જાય ! પછી બોલે તો થોડી જાગૃતિ ઓછી પણ તોય વાંધો નહીં.
ઉપાધિ આવે, કર્મો આવે તો ‘ન્હોય મારાં’ કહી દેવું. એટલે અસર ના કરે કંઈ. આત્મા ને કર્મો બેઉ જુદાં જ છે.
આ મહીં વાર્તાલાપ કરે છે તે કોણ ? પ્રજ્ઞા. પ્રજ્ઞા મહીંથી કહ્યા કરે ચંદુલાલને કે તમે જુદા ને અમે જુદા. અમારે ને તમારે કંઈ જ લેવાદેવા નથી.
જ
મનની અવસ્થાઓમાં ‘પોતે’ તન્મયાકાર થાય છે, તેથી સંસાર ઊભો રહ્યો છે. એટલે મનના પર્યાયોને તોડ તોડ કરવાં પડે. એ કેવી રીતે તોડાય ? તેને તો ‘ન્હોય મારાં, ન્હોય મારાં' કહેતાં જ છૂટે. અનાદિના અભ્યાસને કારણે છૂટાતું નથી, કારણ કે અહંકારને એમાં મીઠાશ વર્તે છે, તેથી ‘ન્હોય મારું’ કહેતાં જ છૂટે.
39
ડિપ્રેશન આવે ત્યારે ‘ન્હોય મારું' કહેતાં જ આત્માનો અનુભવ થાય. બહાર ડિપ્રેશન ને મહીં આનંદ. ‘મારો સ્વભાવ ન્હોય’ કહેતાં જ આત્મામાં સ્થિર થવાય. સારો કે ખોટો, સંયોગ માત્ર પુદ્ગલનો છે. આત્માનો એકુંય નથી. સંયોગ માત્ર બાહ્યભાવો જ છે. આપણને જે જે સંયોગ ભેગા થાય છે, તે આપણી પાછલી ગુનેગારીનું પરિણામ છે.
‘મારું ન્હોય' શબ્દની સાયન્ટિફિક ઇફેક્ટસ્ છે. પછી ત્યાં જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય કે ના રહેવાય પણ ‘ન્હોય મારું’ બોલતાં જ છૂટું પડી જાય છે !
જે કોઈ આપણને દુઃખ દે છે, તે આપણું કઈ રીતે હોઈ શકે ? જે આપણને દુઃખ દે છે એ ઓરમાયું છે, આપણું સગું નથી. સગો માની બેઠાં તેથી દુઃખ છે. પારકાં માને તો દુઃખ નથી.
કોઈ પણ વ્યસન ‘મારી, મારી’ કરવાથી બંધાય છે ને ‘ન્હોય મારી, ન્હોય મારી' લાખ લાખ વખત બોલવાથી છૂટાય છે. ‘સિગારેટનો વાંધો નહીં' કહેતાં જ સિગારેટને આયુષ્યનું એક્સટેન્શન મળે છે, એને જબરજસ્ત રક્ષણ મળી જાય છે !
શરીરમાં વીકનેસ હોય તોય ‘મને કશું થતું નથી’ કહે કે કંઈ અસર ના અડે. ‘ન્હોય મારું” કહે ત્યાંથી જ અસરમુક્ત થવાય.
આપણું ઘર વેચાઈ ગયું, પૈસા પૂરા આવી ગયા પછી સમાચાર મળે કે એ બળી ગયું તો આપણને કંઈ દુઃખ થાય ? કેમ ના થાય ? ત્યાં ‘ન્હોય મારું’ એ થઈ ગયું તેથી.
ઘર બળતું હોય કે કોઈ વ્યક્તિ જોડે બહુ રાગ-દ્વેષ હોય તો ખૂણામાં બેસી પાંચ હજાર વાર બોલો કે ‘ન્હોય મારું’ તો છૂટું થઈ જાય.
દાદાશ્રી કહે છે કે અમે સંપૂર્ણ મમતા વગરના. સાઈઠ હજાર લોકો જોડે અમારે મારાપણું હોય, મમતા હોય, પણ તે ડ્રામેટિક. હું આખો દહાડો ડ્રામા જ કરું છું. ડ્રામા એટલે શું ? હું જોનારો રહું છું. ડ્રામા કરનારને પોતે કોણ છે એ ભૂલી જાય ? મમત્વ વગરની માલિકી ડ્રામામાં હોય. તેમ આપણે પણ ડ્રામેટિક વ્યવહાર કરી નાખવાનો. માલિકીભાવ કોનો ? અહંકારનો. ગમે તેવાં કર્મો, શાતા-અશાતા વેદનીય આવે ત્યારે ‘ન્હોય મારું’ કહેવાથી અડે નહીં. એને ઉડાડાય નહીં પણ ભોગવટામાંથી મુક્ત રહી શકાય. ‘મારું સ્વરૂપ અવ્યાબાધ સ્વરૂપ છે' એ હાજર રહેવું જોઈએ.
40