________________
થતું નથી એ નક્કી. બધું કરવા છતાં અકર્તા, સર્વ પ્રવૃત્તિમાં નિવૃત્તિ તે આને કારણે જ ! બહારની પ્રવૃત્તિ બધી ડિસ્ચાર્જ છે ને મહીં નવું ચાર્જ થતું જ નથી માટે અહીં નિવૃત્ત. મહાત્માઓને ના ગમતું થઈ જાય તેનો ખૂબ ખેદ રહે છે. આવું કેમ આવે છે, તેમ રહ્યા કરે છે. ત્યારે એમને પૂજ્યશ્રી હિંમત આપે છે કે ના ગમતા કર્માને તો બૂમ પાડીને કહો કે “બધાં આવો ભેગાં થઈને'. નવું ચાર્જ થાય તો ગભરાવાનું. આ તો ડિસ્ચાર્જ થઈ જાય છે ત્યાં કંટાળવાનું શું ? ત્યાં તો વહેલામાં વહેલું આવીને પૂરું થઈ જાય છે એવી ખુશી મનાવવી. ‘હું શુદ્ધાત્મા છું' એવું ઘણા લાંબા સમય સુધી ભૂલી જવાય તો શું ચાર્જ ના થાય ? દાદાશ્રી કહે છે, ના થાય. આપણું નામ થોડીવાર ભૂલી ગયા તેથી કંઈ નવું નામ ધારણ નથી થઈ જતું. એ તો પાછું ખ્યાલમાં આવી ગયું એટલે
એ પાછું ચાલું થઈ ગયું ગણાય ! ડિસ્ચાર્જ સ્વભાવથી જ થાય, એને કરવું ના પડે. જેમ પાણી સ્વભાવથી જ એની મેળે ઠંડું થઈ જાય, એને કરવું ના પડે. મહાત્માઓનો પ્રશ્ન છે કે આ બધું ડિસ્ચાર્જ છે એમાં ક્યાંક અહંકાર તો ઊભો નથી થઈ જતોને ? દાદાશ્રી એમને સમજ આપે છે કે “મહાત્માની અમે ઝીણવટથી બધી જ તપાસ રાખીએ છીએ. એમને ચાર્જ નથી થતું. એ અહંકાર કરે તેય ડિસ્ચાર્જ અહંકાર છે.” મહાત્માઓ આજ્ઞા નિશ્ચયથી પાળે છે એટલે એ આજ્ઞાને નિકાલી નથી ગણાતી, માટે એટલા પૂરતું જ ચાર્જ થાય છે. કારણ કે હજી એક-બે અવતાર થવાનાને ! દાદાની સેવા કરવી, પગ દબાવવા આ તો ખરી રીતે ડિસ્ચાર્જ છે પણ કહેવા માટે એ પુણ્યનું ફળ છે. ડિસ્ચાર્જમાં જે કંઈ સેવા કરે, એનું ફળ આ ભવમાં જ મળે. અને આજ્ઞા પાળીને ચાર્જ કરો, તેનું ફળ આવતા ભવમાં મળે. કોઈ અજ્ઞાની ગાળો દે, તેનું ફળ તેને આવતા ભવે મળે ને મહાત્મા કોઈને ગાળો દે, તેનું ફળ તેને આ ભવે જ મળે. કારણ અજ્ઞાનીનું ચાર્જ થાય છે ને મહાત્માનું ડિસ્ચાર્જ કમ્પ્લિટ છે. ડિસ્ચાર્જ એટલે ભોગવટો ને ચાર્જ એટલે નવું બી નાખવું તે ! મહાત્માનો પુરુષાર્થ ક્યાં ? મહાત્માએ તો હવે સ્વરૂપનો પુરુષાર્થ કરવાનો
છે. પુરુષ થયા પછીનો પુરુષાર્થ, જ્ઞાતાદ્રષ્ટા એ ખરો રિયલ પરષાર્થ ! કરવાનું એ બોલવું પડે પણ રિયલ પુરુષાર્થ એ સ્વાભાવિક પુરુષાર્થ છે, ત્યાં કરવાપણું હોતું જ નથી કંઈ ! મહાત્માને ભાવકર્મ ના થાય. ભાવકર્મ એટલે ક્રોધ-માન-માયા-લોભ. ક્રોધમાન-માયા-લોભ મહાત્માને થાય ખરાં પણ તેમાં તેમનો શુદ્ધાત્મા જુદો રહે, ભળે નહીં એટલે એ ભાવકર્મ ના કહેવાય. ક્રોધ થાય પણ મહીં થાય કે આમ ના થવું જોઈએ’, તો એ તરત જ ઊડી ગયું કહેવાય. મહાત્માઓને ડિસ્ચાર્જનું ચાર્જ હોય. નવું ચાર્જ ના હોય. ડિસ્ચાર્જનું ચાર્જ એટલે શું ? ભૂખ લાગે એ ડિસ્ચાર્જ. પછી ખાઈએ એ ચાર્જ અને સંડાસ જાય એ પાછું ડિસ્ચાર્જ, એ ડિસ્ચાર્જનું ડિસ્ચાર્જ આમ થાય. આ રીતે મહાત્માઓ દાદા પાસે શક્તિઓ માંગે, નવ કલમો બોલે, તે બધું ડિસ્ચાર્જનું ચાર્જ ગણાય ! મહાત્માથી ડિસ્ચાર્જનો દુરુપયોગ કઈ રીતે થાય ? ભૂલ થાય તેનું દિલથી પશ્ચાતાપ કરી પ્રતિક્રમણ કરે તો તે ધોવાઈ જાય, તો ત્યાં દુરુપયોગ ના કહેવાય. પણ પશ્ચાતાપ કરવાને બદલે ‘આ તો ડિસ્ચાર્જ છે, કશો વાંધો નહીં” એ થયું કે દુરુપયોગ થયો કહેવાય. ત્યાં આવું થાય તો પશ્ચાતાપે ય તરત ઊડી જાય. અક્રમ માર્ગના મહાત્માને મન-વચન-કાયાથી જે કંઈ થાય છે તે બધુંય નિર્જરા જ છે. નવું ચાર્જ થતું નથી માટે સંવરપૂર્વકની નિર્જરા કહેવાય અને અજ્ઞાનદશામાં બંધપૂર્વકની નિર્જરા કહેવાય. ઘણીવાર મહાત્માને પ્રશ્ન થાય છે કે મોટી માંદગી આવે તો દવા કરવી કે નહીં ? દાદાશ્રી કહે છે, દવા મળી તેય ડિસ્ચાર્જ ના મળી તેય ડિસ્ચાર્જ. માત્ર હાયવોય ના કરવી. અક્રમ વિજ્ઞાને તો તમામ માન્યતાઓ પર બુલડોઝર ફેરવી સાફ કરી નાખ્યું છે ! નહીં તો ખરપડીથી ક્યારે પાર આવે ?!
[૪.૩] કૉંઝ-ઈફેક્ટ શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ પછી નવાં કૉઝ ઊભાં થતાં નથી. પાંચ ઇન્દ્રિયોથી, મનથી જે જે અનુભવાય છે તે બધું જ ઇફેક્ટ માત્ર છે. કૉઝીઝમાં શું આવે ? ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ એ બધાં કૉઝીઝ છે ! પણ તેના હાર્ટિલી