________________
શું ? દાદાશ્રી સમજાવે છે કે આ ભરેલો માલ નીકળે છે. તેને પ્રજ્ઞા જુએ છે અને પ્રતિક્રમણ કરાવે છે. આ ‘ન્હોય મારું’ કહે તોય ઘણું થયું. અજ્ઞાનદશામાં તો આ ખોટું થાય છે એવુંય ક્યાં ભાન હોય છે ? પોતે બરાબર જ છે એમ રહે.
આ બધો ભરેલો માલ છે તે કોઈ જ્ઞાનીને પૂછ્યા વગર ભર ભર કરેલો. તે હવે જ્ઞાન પછી નીકળે છે ત્યારે સહન ના થાય. પણ હવે તો એનો સમભાવે નિકાલ કર્યે જ છૂટકો. હવે મહાત્માને નવું ચાર્જ ના રહ્યું. ભરેલી ટાંકી ખાલી જ થયા કરે છે. એને ખાલી થવા દેવાની ને આપણે જે નીકળે, તેને જોયા કરો. આ મન-વચન-કાયાની ત્રણ બેટરીઓ ચાર્જ કરીને લાવેલા, તે હવે ડિસ્ચાર્જ થયા કરશે. નવી ચાર્જ નહીં થાય.
ટાંકીમાં જેવો માલ ભર્યો હશે તેવો નીકળશે. માનનો, વિષયનો, લોભનો, હિંસાનો - જે ભર્યો હશે તે નીકળશે.
ખરેખર ભરેલા માલનો નિકાલ કરવાનો નથી, થઈ રહ્યો છે ઓટોમેટિક. જ્યાં સુધી ‘હું શુદ્ધાત્મા છું’ એમ પ્રતીતિના પદ સુધી છે, ત્યાં સુધી ભરેલા માલનો નિકાલ કરવાનો છે. પછી આગળ જ્ઞાનમાં પરિણમ્યું તો પછી નિકાલ થઈ રહ્યો છે એમ રહે.
એટલે ભરેલો માલ નીકળવો જ જોઈએ તો જ મુક્ત થવાય. કોથળામાં જે ભર્યું તે નીકળે. જે છેલ્લું ભર્યું હોય, તે પહેલું નીકળે !
આ બધાં દેવાં કરેલાં, તે ચૂકવવાં તો પડશેને ? ને દેવું ભરાય, તે પ્રોફિટમાં જ જાયને ! દેવું વળ્યા પછી કેવી મઝા ?! પોતે પરમાત્મા જ છે પણ પાછલા દેવાંને કારણે બધું ગૂંચાયેલું છે !
જેમ જેમ પ્રતિક્રમણો થતાં જશે તેમ તેમ ચોખ્ખું થશે. મેઈન વૉટર વર્કસમાંથી પાણીનો કોંક બંધ કર્યો તોય સો માઈલ દૂર સુધી પાણી તો આવ્યા જ કરશે. કેમ ? ત્યારે કહે, પાઈપોમાં ભરેલું છે તે તો ખાલી થાય જ ને ! માટે ગભરાવાનું કોઈ કારણ નથી. પાઈપમાં ભરેલું ખાલી થયે બંધ થઈ જશે. મન-ચિત્ત-બુદ્ધિ-અહંકાર બધુંય હવે ખાલી જ કરવાનું છે. નવું નહીં ભરાય તેની ગેરન્ટી. ભરેલો માલ પછી સારો હોય કે ખરાબ હોય પણ બેઉ નિકાલી છે ! બેઉને ‘જોયા' કરવાનું છે !
સામો આજ્ઞામાં રહે છે કે નહીં તે આપણાથી ના જોવાય. સહુએ પોતાનું
35
જોવું જોઈએ. પોતે આજ્ઞામાં રહેવાનું છે.
દાદાશ્રી કહે છે કે અમારી સૂક્ષ્મ હાજરીમાં એક પણ વૃત્તિ આઘીપાછી નહીં થાય. પ્રત્યક્ષ હોય તો ઉત્તમ અને તે ના હોય તો દાદા દેખાયા કરે તે સૂક્ષ્મ
હાજરી.
આપણે મોક્ષે જનારાંઓને તો પરોપકાર, પુણ્ય બધું નિકાલી માલ. દાદાનાં ય દોષો દેખાડે, તે ય ભરેલો માલ. તેને ‘જોયા’ કરવાનું. તેનાં પ્રતિક્રમણ ચંદુભાઈ પાસે કરાવવાનાં.
ભરેલો માલ નીકળે ત્યારે ડખોડખલ ના કરે, એટલે એ એની મેળે ખરી પડે. [૪.૨] ચાર્જ - ડિસ્ચાર્જ
આત્મજ્ઞાન મળ્યા પછી શું કરવાનું ને શું નહીં કરવાનું ? જિંદગી કઈ રીતે જીવવાની ? આ પ્રશ્નનું સમાધાન પૂજ્યશ્રી આપે છે કે જિંદગી શી રીતે જીવાય છે એ ‘જોવાનું’. મહાત્માને વારંવાર આ પ્રશ્ન મૂંઝવે છે કે અંદર ઘણી ના હોવા છતાં બહાર ખોટું કામ થઈ જાય છે તો ત્યાં શું કરવું ? ત્યાં દાદાશ્રી કહે છે કે ચંદુભાઈ જે કંઈ કરે છે એ બધું ડિસ્ચાર્જ છે, એમાં ફેરફાર ના થઈ શકે. ચંદુભાઈ જે કંઈ કરે છે, એની જોડે આપણે કંઈ જ લેવાદેવા નથી. છતાંય મહાત્માને પ્રશ્ન થયા કરે છે કે એનાથી નવું કર્મ ચાર્જ તો નહીં થાયને ? ત્યાં પૂજ્યશ્રી વૈજ્ઞાનિક સમજ આપે છે કે તમને ‘હું શુદ્ધાત્મા છું' એ લક્ષ ઊડી જાય અને પાછાં નિશ્ચયથી, ખરા દિલથી ‘હું ચંદુભાઈ છું’ એ આવી જાય તો કર્મ ચાર્જ થાય, નહીં તો ના થાય. ‘હું શુદ્ધાત્મા છું’ ને ‘આ ચંદુભાઈ કરે છે’ તેય વ્યવસ્થિતની સત્તામાં રહીને એટલે તમે એના કર્તા ના રહ્યા. એટલે ચાર્જ ના થાય.
અને છતાંય આપણા ડિસ્ચાર્જથી કોઈને દુઃખ થાય અથવા આપણને અકળામણ થાય તોય તેનું પ્રતિક્રમણ કરી લેવું, તોય છૂટી જવાય. રાગ
દ્વેષ વિના ઉકેલ લાવવાનો છે.
ચાર્જ અને ડિસ્ચાર્જની ભેદરેખા શું ? ચાર્જ અહંકારથી થાય. છતાં મહાત્માને શું ઘણીવાર પ્રશ્ન થાય છે કે મને અહંકાર આવી ગયો, શુદ્ધાત્માની જાગૃતિ ના રહી, ભોગવટો ખૂબ આવી ગયો, તો ચાર્જ થઈ ગયું કહેવાયને ? ત્યાં પૂજ્યશ્રી સમજાવે છે કે આમ થાય તોય તમને ચાર્જ થતું નથી. હા, જેટલાં કર્મોનો જાગૃતિપૂર્વક નિકાલ ના કર્યો એ સ્ટોકમાં રહ્યા, પણ નવું કર્મ ચાર્જ
36