________________
અજ્ઞાન દશામાં મારાથી ભૂલ થઈ, મારાથી જીવડું વટાઈ ગયું તેમ હતું. હવે જ્ઞાનદશામાં ફાઈલ નં. ૧થી બધું થયું એમ રાખવાનું. એટલે ‘આપણી’ જવાબદારી નથી. પહેલાં કર્તા હતા, હવે “આપણે” જ્ઞાયક છીએ. હવે જે સ્વરૂપ થયા, તે સ્વરૂપમાં રહેવામાં શો વાંધો ? ઊલ્લું પરમાનંદ રહે. વ્યવહારમાં મોઢેથી બોલીએ કે મારું છે પણ અંદરથી હૃદયથી કોઈ ચીજ મારી નથી. એટલે મમતા ગઈ. દેહાધ્યાસ ગયો એટલે દેહનું માલિકીપણું ગયું. ફાઈલ નં. ૧ના ડખાને જોવાથી જ એ જતા રહે. સામે કોઈ ફાઈલ ક્લેઈમ માંડે તો તેનું પ્રતિક્રમણ કરવું પડે. પણ ફાઈલ નંબર ૧માં કોણ ક્લેઈમ માંડે ? એટલે જોવાથી જ જાય. ફાઈલ નં. ૧ને જોયા જ કરવાનું. હોળીને જોવાથી કંઈ આંખ દાઝે ? ફાઈલ નં. ૧નો અવળો માલ નીકળતો હોય તો તેમાં આપણે સહમત ના થવું. તેનો સખત વિરોધ સતત કર્યે રાખવો. ફાઈલ નં. ૧નો સમભાવે નિકાલ થયો ક્યારે કહેવાય ? ફાઈલ નં. ૧ જબરજસ્ત ઊકળે ત્યારે આપણને આ સંયોગ છે ને વિયોગી સ્વભાવનો છે એ જ્ઞાન હાજર રહે અને સમતા રહે ત્યારે થયો કહેવાય. ફાઈલ નં. ૧નો સમભાવે નિકાલ કેવી રીતે કરાય ? આ તો કેટકેટલી રીતે ફાઈલ નં. ૧નો સમભાવે નિકાલ નથી કર્યો ! સભામાં બેઠાં હોય કે ભાષણ આપતા હોય ત્યારે થુંક ગળી જાય કે નહીં ? પેશાબ કે સંડાસ કલાક-બે કલાક રોકી રાખેને ? પેટ ભરાઈ ગયું હોય છતાં હોટલમાં, પાર્ટીમાં કે આગ્રહવશ થઈ વધારે ખાઈ લે કે નહીં ? આવું બધું કરીને શરીરને સહજ નથી રહેવા દીધું. થાકી ગયો હોય તોય ચાલ ચાલ કરે. પરીક્ષા આવી હોય કે ગમતી ચોપડી હોય તો રાત જાગીને ચોટલી બાંધીને ય વાંચ્યા કરે. ભીડમાં ગાડીમાં થાક્યો હોય તોય ઊભો જ રહે, નીચે ના બેસે. આબરૂ જતી રહેને ! ખૂબ ભૂખ લાગી હોય તોય કામને લીધે કે વાતોમાં પડ્યા હોય તો તે ઘડીયે ના ખાય. ગરમ ગરમ ચા પી જાય, ગાડી ઊપડી જવાની થાય ત્યારે ! તે અસહજ થઈ જાય. આમ ફાઈલ નં. ૧નો સમભાવે નિકાલ નથી કર્યો. ખરેખર તો ફાઈલ નં. ૧નો જ સમભાવે નિકાલ કરવાનો છે ! આ ફાઈલો કોની ? આત્માની કે શરીરની ? બેમાંથી એકેયની નહીં, આ તો પ્રજ્ઞાશક્તિની છે. અને ફાઈલનો સમભાવે નિકાલય પ્રજ્ઞાશક્તિ જ કરાવે છે.
ફાઈલ નં. ૧ કહ્યું કે તરત છૂટું જ વર્તે. એમાં એક સેન્ટ પણ ચેતન ના રહ્યું. એ અજાયબી છે. ફાઈલ નં. ૧ કહેતાં જ અધ્યાત્મ વિજય થઈ ગયો ! કારણ પોતે આત્મા થઈને બાકીના સર્વ ભાગને ફાઈલ નં. ૧ કહી ! ફાઈલ નં. ૧ ના કહે ત્યાં સુધી છૂટ્ટાપણું વર્તાય નહીંને ! ‘ફાઈલ’ શબ્દપ્રયોગ થતાં જ મમતા ઊડી જાય પછી એક કલાકની જ્ઞાનવિધિમાં જ આત્મા ને દેહનું છૂટાપણું વર્તાય છે ! કારણ કે આ તદન વૈજ્ઞાનિક ઢબ છે ! ‘નિકાલ' શબ્દય ભારે અસર ઊભી કરે છે. ગ્રહણ નહીં, ત્યાગ નહીં પણ ‘નિકાલ' ! “નિકાલ’ શબ્દ બોલતાં જ પરિણામ સમજાઈ જાય કે આ બધું છૂટું હવે. જ્યારે ‘ત્યાગે ઉસકો આગે’ એવો કુદરતી નિયમ. કારણ ગ્રહણત્યાગમાં અહંકાર છે ને અક્રમમાં જ્ઞાનવિધિ પછી અહંકાર સંપૂર્ણ ફ્રેક્ટર થઈ જાય છે. એટલે નિકાલ કરવાનો રહે છે, ખાલી થવાનું રહે છે, નિર્અહંકાર પદમાં રહીને ! આ અક્રમ વિજ્ઞાન છે. એક એક શબ્દની પાછળ જબરજસ્ત વચનબળ છે. પરમ પૂજ્ય દાદાશ્રીના અનંત અવતારોની શોધખોળના પરિણામે આ વિજ્ઞાન પ્રાપ્ત થયું છે, જે અનુભવગમ્ય છે. તેથી જબરજસ્ત ક્રિયાકારી નીવડે
છે. કાળને આધીન કેટલાંક અંગ્રેજી શબ્દો મૂકાયાં છે. જેમ કે રિયલ, રિલેટિવ, ફાઈલ, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ વિ. ખૂબ જ સચોટ છે. અને આજના યુવાનોને તરત જ સોંસરવું ઊતરી જાય છે. સંસ્કૃતના કે શાસ્ત્રોના પારિભાષિક શબ્દો સમજાતાં જ નથી, તો પછી તેનો ઉપયોગ શી રીતે થઈ શકે ? મહાત્માની દશા ને મહાવીરની દશામાં શું ફેર ? મહાવીરને ફાઈલ જ નથી ને મહાત્માઓને ફાઈલો બાકી છે. બાકી ચિંતા વગરનાં તો બન્નેય છે ! મહીં બેઠા છે તે શુદ્ધાત્મા ભગવાન. ફાઈલ વગરના શુદ્ધાત્મા તે ભગવાન અને ફાઈલ છે ત્યાં સુધી શુદ્ધાત્મા. બધી જ ફાઈલોનો સમભાવે નિકાલ કરીને મુક્ત થયા કે થઈ ગયા સિદ્ધ ભગવાન !
[૪.૧] ભરેલો માલ ! આત્મજાગૃતિમાં આવ્યા બાદ ઘણીવાર એવું બને છે કે ભૂલો થાય છે ત્યારે ખબર પડે છે કે આ ખોટું છે. આ ના કરવું જોઈએ, છતાં થાય છે એ