________________
કળા તો ધણી થવાની કોઈને આવડતી નથી. લાખોમાં એકાદ-બે જણા ધણીની પરીક્ષામાં પાસ થાય ! છોકરાંઓની સાથે સમભાવે નિકાલ કરતાં ક્યારેય હિંસક ના થવું. મારવું નહીં. છોકરાંઓ કોઈ કીંમતી વસ્તુ માટે રીસાયા હોય તો ત્યાં નિરાંતે ‘જોયા’ કરવું. અને પૈસાનો કારભાર પત્નીને સોંપી દેવો. એમને એ ફાવે. છોકરો ચોરી કરતો હોય તોય એની જોડે એવી રીતે ડીલીંગ કરવું કે એને પોતાને મહીં રિયલાઇઝ થાય કે આ ખોટું છે. તો એક દા'ડો એ પાછો ફરશે. સમભાવે નિકાલ કરવો જ છે એમ નક્કી હશે, તેનું કામ થઈ જશે. આ છોકરાં એ આપણા નથી, એ ફાઈલ છે. આપણી ફરજો છે તે બજાવવાની એમના પ્રત્યેની. મહીં મોહની ચોંટ નથી રાખવાની. પોતે પોતાની ફાઈલનો સમભાવે નિકાલ કઈ રીતે કરે ? ક્યારેય અકળાય નહીં. અકળાયા તેનેય જોયા કરવું ને ફાઈલ નં. ૧ જોડે વાતો કરી ટાઢા પાડવું. જ્ઞાની ક્યારેય અકળાય નહીં. ફાઈલ નં. ૧ને ચેતવ ચેતવ કરવાનું. એ ઘડીકમાં એલિવેટ થાય તો ઘડીકમાં ડિપ્રેસ થઈ જાય. બન્ને વખતે એને સમતામાં રહેવા ચેતવવું. અહંકાર શું કહે કે અમે આવાં ને તેવાં, ત્યારે પ્રજ્ઞા શું કહે ફાઈલને કે તમે આવા ને તમે તેવા ! કેટલાંક કહે છે કે અમારે ઘણી બધી ફાઈલો છે. અલ્યા, કારકૂન મોટો કે ફાઈલો મોટી ? અને પાછી પોતે જ વળગાડેલી છેને ? ફાઈલો જેટલી છે. એટલી જ આવવાની. કંઈ નવી વધી નથી જતી. ‘સમભાવે નિકાલ કરવો જ છે’ રહે, તો તેમ થશે ને ‘નહીં થાય’ એવું થયું કે બગડશે. જે જે ફાઈલો આપણને ભેગી થાય છે એ બધી જૂની જ છે, નવી નથી. નવી ફાઈલો જ્ઞાન પછી ના થાય. ભાવકર્મ એ જ નવી ફાઈલ છે. ફાઈલનો જલદી જલદી નિકાલ થઈ જાય ? ના. '૮૦ની '૮૦માં જ થાય, '૮૧ની '૮૧માં જ થાય. ટ્રેન વડોદરા આવે ત્યારે વડોદરાનો ડબ્બો કપાય. સુરત આવે ત્યારે જ સુરતનો ડબ્બો કપાય. નિકાલ ક્યારે થાય, ક્યારે થાય એમાં બુદ્ધિ ઊંધા રસ્તે ગઈ કહેવાય. જેમ જેમ ફાઈલો ઓછી થતી જાય, તેમ તેમ ઉપયોગ વધતો જાય. જ્યાં
જ્યાં ઉપયોગ ચૂક્યા, ત્યાં ત્યાં ફરી ધોવું પડશે. નવું નથી બંધાતું હવે. ફાઈલોને લીધે “સ્વ”માં ઓછું રહેવાય. ફાઈલો આવે તેમાં જાગૃતિ વપરાઈ જાય. સંપૂર્ણ ફાઈલો ખતમ થઈ જાય એટલે અપાર આનંદ ઉભરાશે ! આત્મજ્ઞાનીના પરિચયમાં, સત્સંગમાં જેમ વધુ ને વધુ રહેવાય, તે બહુ લાભ થઈ જાય ! જેને નિવેડો લાવવો જ છે, તેને આવ્યા વગર રહે જ નહીં ! આત્મશક્તિનો લાભ લેતાં આવડવો જોઈએ ! ફાઈલોનો હિસાબ પત્યો ક્યારે કહેવાય ? આપણને રાગ-દ્વેષ ના થાય, એ આવે તો આપણને બોજો ના લાગે, ઇઝીનેસ રહે એટલે જાણવું કે હવે ફાઈલો છૂટી ગઈ ! ચીકણી ફાઈલનો પૂર્ણ વિલય થયો ક્યારે કહેવાય ? ફાઈલ આપણા માટે ગમે એવું અવળું બોલે તોય મનમાં દુઃખ ના થાય. એટલે દ્વેષ ગયો કહેવાય. મન ક્લિયર રહે હંમેશાં. વિચારોય બંધ થઈ જાય એના માટે. મહાત્માઓ-મહાત્માઓ વચ્ચે વઢવાડ થાય તે શું કહેવાય ? દાદાશ્રી કહે છે મહાત્માઓ લઢે-કરે પણ અંદર પ્રતિક્રમણ કરે, પશ્ચાતાપ કરે એટલે ફાઈલમાંથી છૂટી જાય ! મહાત્માઓની ભૂલ જોવાય નહીં. દાદાશ્રીને એક જણે પૂછ્યું, ‘દાદા, અમેય બધાં તમારી ફાઈલો જ ને ?” ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું, ‘હા, ફાઈલો જ ને ! પણ આ બધી ફાઈલો બોજારૂપ ના લાગે. આ બધી મરજિયાત ફાઈલો કહેવાય ને પેલી ફરજિયાત ફાઈલ. તે રાત્રે બે વાગેય ના છોડે ! ફાઈલ તો ડિપ્રેશન ને એલિવેશન કરાવે ! દાદાશ્રી કહે છે જગતના તમામ ધર્મોના તમામ સાધુ-આચાર્યો, સંતો-ભક્તોને ભેગાં કરે તોય આ મહાત્માઓને જે પદ મળ્યું છે એ પદ ના હોય ક્યાંય ! ક્રમિક માર્ગમાં બાવીસેય પરિષહને જીતવાનું કહ્યું છે અને અક્રમમાં સમભાવે નિકાલ કરી નાખવાનો છે ! ફાંસી આવી પડે તો શું પુરુષાર્થ કરવાનો ? સમભાવે નિકાલ. આત્મજ્ઞાન પ્રાપ્તિ પછી મૂઢાત્મ દશામાંથી અંતરાત્મ દશા, ઇન્દ્રિમ ગવર્મેન્ટની દશામાં અવાય. એ બધી ફાઈલોનો નિકાલ થઈ જાય એટલે ફુલ ગવર્મેન્ટ, એટલે કે પરમાત્મા દશાની પ્રાપ્તિ થઈ જાય !! જ્યાં સુધી ગુનેગારી છે ત્યાં સુધી ઇન્દ્રિમ ગવર્મેન્ટ.
32