________________
૩૫૪
[૧૦] સમજ, ધ્યેય સ્વરૂપતી !
સૂક્ષ્મ ભેદ, હેતુ અને ધ્યેયમાં... જગતના લોકો બધા હેતુ વગરની ક્રિયા કરે છે. હેતુ કંઈ નક્કી હોય જ નહીં..
પ્રશ્નકર્તા : હેતુને ધ્યેય કહી શકાય ? દાદાશ્રી : ધ્યેય ને હેતુ બે જુદા. પ્રશ્નકર્તા : તો આ બધી ય ક્રિયા તો ધ્યેય વગરની જ છે ને ?
દાદાશ્રી : ધ્યેય વગરની ના કહેવાય, પણ હેતુ વગરની કહેવાય. ધ્યેય તો હેતુવાળાનો ય હોય કે ના ય હોય.
પ્રશ્નકર્તા : હેતુ અને ધ્યેય એ બે વચ્ચે કેવી રીતે ફેર પડે છે ?
દાદાશ્રી : હેતુવાળાને ધ્યેય હોય કે ના ય હોય. એટલે ધ્યેય તો છેલ્લામાં છેલ્લી વસ્તુ છે.
ભૌતિક સુખો પ્રાપ્ત કરવાનો હેતુ હોય છે, એને ધ્યેય ના કહેવાય. ધ્યેય એટલે તો છેલ્લા સ્ટેશને લઈ જાય, એનું નામ ધ્યેય.
પ્રશ્નકર્તા : તો ભૌતિકમાં ધ્યેય વસ્તુ ન જ રહી ? દાદાશ્રી : એ બેય બોલે એટલું ખોટું. એને ધ્યેય ના કહેવાય, હેતુ
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) કહેવાય. ધ્યેય બોલે, પણ ધ્યેય શબ્દ એને ફીટ થતો નથી.
હેતુ એટલે આપણો એ વિવેક, સવિવેક સચવાય, એનું નામ હેતુ કહેવાય. સવિવેક એટલે શું ? પોતાને જે સુખની ભાવના છે. એટલે દરેક જીવ પ્રત્યે હેતુપૂર્વકનું રાખે એટલે કે વિવેક રાખે કે આનાથી દુ:ખ થશે. કારણ કે દરેક જીવ સુખની ઈચ્છાથી વર્તે છે, સુખ જ ખોળે છે, દુ:ખ ગમતું નથી.
થવું છે ? તારો ધ્યેય શું થવું છે ? પ્રશ્નકર્તા : દાદા જેવા થવું છે.
દાદાશ્રી : એ પાછું ક્યાં ઘાલ્યું ? દાદા જેવા થઈને શું કાઢવું છે? શુદ્ધ થવાનું રાખને ! આપણે મોક્ષે જવાની વાત કરો. આમ દાદા જેવા થવું છે, આમ થવું છે એવો ભાવ કશો ના કરવો જોઈએ. એ મર્યો જાણો, લટક્યો. આપણી પાસે શુદ્ધ ઉપયોગને એ બધાં સાધન છે અને શુદ્ધ થયા એટલે દાદાથી વધ્યા. દાદા જેવા નહીં, દાદાથી વધ્યા. આપણે આમ થવું છે, શા માટે ? આવો હેતુ બાંધવો નહીં. શુદ્ધ જ રહો.
પ્રશ્નકર્તા : પછી જે થાય તે.
દાદાશ્રી : એનું ફળ જે આવે છે. બાકી આમ થવું છે એ ભાવ તો બંધનકારી છે.
પ્રશ્નકર્તા : અમુક ધ્યેય નક્કી ક્યું હોય તો એ પ્રમાણે થોડું જલદી ચાલ્યા કરે.
દાદાશ્રી : ધ્યેય આ જ નક્કી કરવાનો, શુદ્ધ ઉપયોગ. ને શુદ્ધ જ છીએ આપણે. નહીં તો પેલું પોતાપણું રહ્યા કરે ત્યાં. તમારે શુદ્ધ ઉપયોગ પોતાપણારહિત કહેવાય.
‘હું શુદ્ધાત્મા છું' એ જ ધ્યેય ! પ્રશ્નકર્તા: એટલે ધ્યેયપૂર્વક રહેવાનું અને આ પ્રકૃતિ ખપાવવાની, એ કેવી રીતે બને ?