________________
સમજ, ધ્યેય સ્વરૂપની !
૩૫૫
૩પ૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : આજ્ઞામાં રહે તો. આજ્ઞા એવી ચીજ છે કે બધું તમારું પાર લાવી દે અને પાછું આપણે કંઈ ના ખાવાનું ઓછું કહ્યું છે. થાળીમાં આવી રસ-રોટલી તો સમભાવે નિકાલ કરજો. એ ફાઈલનો શું વાંધો છે ?
પ્રશ્નકર્તા: કશો વાંધો નથી.
દાદાશ્રી : હં. આ બે બાબા છે તે પૈણાવજો, બેબીને પૈણાવજો, કંઈ ના પાડીએ છીએ ? પણ સમભાવે નિકાલ કરજો. દસ-પંદર લાખ રૂપિયા ખર્ચ કરીને નહીં. રીતસરથી નોર્મલ માણસો કરે એવું.
પ્રશ્નકર્તા : મહાત્માઓને આજ્ઞા પાળવી એ ધ્યેય ગણાય ને ?
દાદાશ્રી : ના, આજ્ઞા પાળવી એ ધ્યેય નહીં. ધ્યેય તો આત્મા, પણ ધ્યેય પ્રાપ્તિ માટે આજ્ઞા પાળવાની. નહીં તો ધ્યેય પ્રાપ્ત નહીં થાય.
પ્રશ્નકર્તા: ‘શુદ્ધાત્મા છું ભાન થયું મહાત્માઓને, એટલે ધ્યેય પ્રાપ્ત થયો કહેવાય ?
દાદાશ્રી : પણ એ ધ્યેયની પૂર્ણાહુતિ થવી જોઈએને ! પૂર્ણાહુતિ ધ્યેયની. એટલે ‘હું શુદ્ધાત્મા છું', એ ધ્યેયપૂર્વક જ ચાલવાનું.
ભયંકર પરિષહ આવે ત્યારે... સખત ઠંડી પડી હોય તો ઓઢવાનું યાદ ના આવે ને આત્મા જ યાદ રહ્યા કરે.
પ્રશ્નકર્તા : એ ધ્યેયપૂર્વક કહેવાય ? દાદાશ્રી : એ ધ્યેય.
પ્રશ્નકર્તા ઃ હવે આજ્ઞાપૂર્વકવાળો કેવો હોય ત્યાં ? આજ્ઞામાં રહેતો હોય, તો એને ઠંડી પડે ને તો એ કેવી રીતે એડજસ્ટમેન્ટ હોય એનું ?
દાદાશ્રી : એ તો આજ્ઞાપૂર્વક રહેતો હોય, તેને વાંધો નહીં, સમભાવે નિકાલ કરતો હોય. પણ ખરો ધ્યેયવાળો તો પેલો કહેવાય. બહુ જ ઠંડી પડે ત્યારે ઓઢવાનું ખોળે નહીં પણ આત્મામાં હોય.
છતાં આત્મા પ્રાપ્ત કરવાથી કકળાટ ગયો એ બહુ મોટામાં મોટો તમને ફાયદો, કકળાટ નહીંને !
પ્રશ્નકર્તા : તો પણ પેલું કીધુંને, પેલું ધ્યેયપૂર્વક ના હોય તો એ ગાદી ઉડાડી દે.
દાદાશ્રી : થોડા અવતાર વધારે થાય. પ્રશ્નકર્તા : થોડા એટલે કેટલા ?
દાદાશ્રી : પણ એ ગણતરીના અવતારમાં આવી ગયો. એક જ અવતાર ક્લેશ વગરનું જીવન જીવ્યો તો ય લિમિટમાં આવી ગયો.
પ્રશ્નકર્તા : સખત ઠંડી પડતી હોય ત્યારે ઓઢવાનું ના ખોળે ને ! અને આત્મામાં આવી જાય..
દાદાશ્રી : ઓઢવાનું યાદ ના આવવું જોઈએ. પ્રશ્નકર્તા : હં... તો એ આત્મામાં કેવી રીતે પેસી જાય તો ? દાદાશ્રી : ત્યારે આત્મા જ છેને એ. પ્રશ્નકર્તા: એ ધ્યેયની જાગૃતિ કીધી. દાદાશ્રી : આત્મા તો છે જ, આ ઓઢવાનું હોય એટલે બહાર નીકળે છે. પ્રશ્નકર્તા: એટલે વધારે ઠંડી પડે તો આત્મા થઈ જાય. દાદાશ્રી : મૂળ સ્વરૂપમાં આવી જાય. પ્રશ્નકર્તા: આ દેહથી છૂટો પડી જાય તે વખતે.
દાદાશ્રી : છે જ છૂટો, છૂટો તો મેં પાડી આપેલો છે. હવે આ ઓઢવાનું હોય એટલે રોફથી પછી બહાર નીકળે છે. અને એ સ્વાદ ચાખે છે, તે ઘડીએ પેલો સ્વાદ બંધ થઈ જાય છે. કોઈ પણ વિષયનો સ્વાદ ચાખે એટલે આત્માનો સ્વાદ આવતો બંધ થઈ જાય. તેથી બ્રહ્મચારીઓને કહેલું ને, બ્રહ્મચર્યનું સુખ અલાયદું હોય.