________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
૩૪૭
૩૪૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : આત્મા સિવાય બીજી કોઈ જગ્યાએ સુખ છે નહીં, એવી પ્રતીતિ હોવી જોઈએ.
પ્રશ્નકર્તા: એ પ્રતીતિ પૂરેપૂરી બેસવા માટે આધાર શો ?
દાદાશ્રી : સાચું જ્ઞાન મળે, પ્રતીતિ સાચા ઉપર બેસી જ જાય. ચા ઊકળતી રેડીને લાવ્યા, તો તું એકદમ પીવા ના માંડુને ? ના. કારણ કે તને પ્રતીતિ બેઠેલી છે કે જીભ શેકાઈ જશે. પ્રતીતિ ભૂલાવે નહીં કશું. પ્રતીતિનું જ્ઞાન ભૂલાવે નહીં. ગાંડો હોય તો ય ભૂલે નહીં પ્રતીતિ થઈ ગઈ એટલે.
પ્રશ્નકર્તા : એ ચાની બાબત તો એક જ છે પણ આ મોક્ષમાર્ગની બાબતમાં તો શું શું હોઈ શકે ?
દાદાશ્રી : આ બધું જ જે છે, તે પ્રતીતિ બેઠેલી જ છે.
પ્રશ્નકર્તા : એટલે દરેક બાબતમાં એને આત્મસુખની પ્રતીતિમાં રહેવું પડે ?
દાદાશ્રી : હોવું જ જોઈએ. પ્રતીતિ હોય તો જ ચાલે.
પ્રશ્નકર્તા : આત્મા સિવાય સુખ નથી એવી પ્રતીતિપૂર્વક ચાલવાનું છે મોક્ષમાર્ગ માટે, તો બીજે ઈન્ટરેસ્ટ ઊભો થાય તો એનું સોલ્યુશન શું કરવું?
દાદાશ્રી : કશું ન જોઈએ એટલે ઊડી જાય એ તો. આત્મા સિવાય બીજે સુખ મળવાનું નથી એવી પ્રતીતિ જેને રહે છે, તે પેલાં સુખ ઊડી જાય. - હવે એવી પ્રતીતિ બેઠેલી હોય કે ચેવડો ખઉં છું ને ઉધરસ થાય છે, તો ચેવડો દેખે ત્યાંથી એને ખબર પડી જાય કે ભઈ, આફત આવી. પ્રતીતિ એનું નામ કહેવાય. એ મૂછિત સ્થિતિમાં ય ભૂલાય નહીં. દારૂ પીધો હોય તોય ભૂલાય નહીં. પ્રતીતિ એટલે પ્રતીતિ હોય. કાં તો પ્રતીતિ નથી અગર પ્રતીતિ કાચી છે, પાકી ના હોય એ.
પ્રશ્નકર્તા ઃ તો આ બીજો ઈન્ટરેસ્ટ ઊભો થાય તો એ પ્રતીતિ નથી એવું જ થયું ને ?
દાદાશ્રી : ના, એ પ્રતીતિ જુદી છે ને ઈન્ટરેસ્ટ જુદો છે. પ્રતીતિ હોય અને ઈન્ટરેસ્ટે ય ઊભો થાય. બેય સાથે હોય.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
દાદાશ્રી : પ્રતીતિ છે ત્યાં ઈન્ટરેસ્ટ નથી ને ઈન્ટરેસ્ટ છે ત્યાં પ્રતીતિ એને નથી. એમાં લોકો ગૂંચવાઈ ગયા. ઈન્ટરેસ્ટ ને પ્રતીતિ બેઉ હોય. પ્રતીતિવાળો છે તે જુદો છે ને ઈન્ટરેસ્ટવાળો છે તેય જુદો છે.
પ્રશ્નકર્તા : એ કોણ કોણ છે ?
દાદાશ્રી : એ તો ઓળખી કાઢવા બેઉ તરત. તપાસ કરવી કે ઈન્ટરેસ્ટ કોને છે અને પ્રતીતિ કોને છે ?
પ્રશ્નકર્તા તો ઈન્ટરેસ્ટ ઊભો થાય, એને છેદ ઉડાડવો કેવી રીતે ? દાદાશ્રી : એની રીત ના હોય. એ તો ડિસઈન્ટરેસ્ટેડ થઈ જવાનું.
કળિયુગમાં દુઃખતો અભાવ એ જ સુખ ! પ્રશ્નકર્તા : તો ચંદુભાઈને કંઈ પણ થાય છે એ અમે જોઈએ છીએ પણ આનંદ કેમ ઉત્પન્ન નથી થતો ?
દાદાશ્રી : થાય છે ને આનંદ. આનંદ જો નથી થતો તો શું થાય છે ? કહો. ચિંતા થાય છે ? તમે આનંદ જુદો ખોળો છો. બે પ્રકારના આનંદ. એક સંસારી દુ:ખનો અભાવ, એના જેવો મોટો આનંદ કોઈ છે નહીં. અને બીજું, પોતાના સ્વભાવિક સુખનો સદ્ભાવ. એ ત્યાં આગળ છે, અહીં ના મળે, દેહ હોય ત્યાં. પોતાના જે સુખનો સદ્ભાવ એ તો ત્યાં આગળ. એટલે અહીં આગળ સંસારમાં રહેવા છતાં દુ:ખનો અભાવ એને મોટામાં મોટો આનંદ કહ્યો છે. એ આનંદ કેવો ખોળે છે ? ગલીપચી થાય એવો ? તે એ તો ના ચાલે. એ તો બધું બહાર છે જ ને, ત્યાં ગલીપચી કરાવી લાવને ! બાકી આનંદ એટલે હેય... આકુળતા નહીં, વ્યાકુળતા નહીં, નિરાકુળતા એ આનંદ, નિરાકુળતા એ સિદ્ધનો ગુણ, તે આનંદ, નિરાકુળતા. નિરાકુળતા રહે ખરી ? એ તમે આનંદ પેલો ગલીપચીવાળો ખોળો છો હજુ ?