________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
૩૪૫
રહેવો જ જોઈએ શરીરને, હા. નહીં તો પછી ઊંઘમાં જાય બધું સારું ખાવામાં આવ્યું હોય તો વધારે ખાઈને પછી ઘસઘસાટ ઊંધે. એવું નહીં થોડો ચમકારો જોઈએ જ. ઓઢવાનું તો જગત આપશે બધું સુંદર સુંદર, કોણ નહીં આપે ?! લોક ઓઢીને સૂઈ રહ્યું છે અને આપણનેય ઓઢાડશે પણ આપણે ઓઢીએ તો આપણું જાયને ! ખોટ જાય. આપણે ઓઢીએ ત્યારે જાયને !
અમે કેટલાંય વર્ષથી રાત્રે તબિયત બગડી હોય, રાત્રે ગમે તે થયેલું હોય, પણ એક્કેક્ટ સાડા છ એટલે ઊઠી જવાનું. અમે ઊઠીએ ત્યારે સાડા છ વાગ્યા જ હોય. પણ અમે તો સૂતા જ નથી જો કે અમારે તો અઢી કલાક તો વિધિઓ ચાલે મહીં રાત્રે સાડા અગિયાર સુધી તો સત્સંગ ચાલે. આમ બાર વાગ્યે સૂઈ જઈએ. સૂવાનું સુખ, આ ભૌતિક સુખો અમે લઈએ નહીં. આ ભાઈને ઊંઘ સારી આવે, તો મનમાં શું કહે, ‘આજે સરસ ઊંઘ આવી’. પણ સુખ ક્યાંથી આવ્યું તે જાણતો નથી. આ પુદ્ગલમાંથી આવ્યું, આ આત્માનું હોય. આ પુદ્ગલમાંથી સુખ ચાખોને ત્યારે આત્માનું સુખ બંધ થઈ જાય. કારણ કે હજુ તો ઊંઘવા જોડે સોબત ખરી કે નહીં ?! ઊંઘમાંથી સુખ લે ખરા આ લોકો ! હજુ ભૌતિક સુખની તો આદતો ગઈ નથી. એ આદત ના જવી જોઈએ ? એ સ્ત્રી કરતાં ભારે છે આ ઊંઘવું.
સ્ત્રી તો વઢેય ખરી. પણ આ તો ઊંધે નિરાંતે, સોડ ઘાલીને સૂઈ જાય. તમે સોડ ઘાલીને સૂઈ ગયેલા કોઈ દહાડો ?
પ્રશ્નકર્તા : હું બે ઓઢવાના લઈને સૂઈ જતો'તો, આ દાદાનું સાંભળીને મેં એક કરી નાખ્યું.
દાદાશ્રી : સારું કર્યું. તમારે કંઈ કરવાની જરૂર નથી, આ જ્ઞાન જ કામ કરશે. આ જ્ઞાન જ તમને ખૂંચશે મહીં આવીને. અને અમે તો એ
જ્યાં ઊંઘવાનો વખત થાય એટલે થોડું આમ પગ આગળથી શાલ કાઢી નાખીએ એટલે પછી અહીં જરા, કોઈ ગોદો મારવાની જરૂર ના રહે. એટલે અમે કહીએ છીએને, અમે ઊંઘતા નથી. ભગવાન એક ક્ષણવાર ઊંધ્યા નથી. કારણ કે નિરંતર જાગૃત સ્થિતિ. કેવી સ્થિતિ હશે ? આંખો મીંચેલી હોય. દેહ ઊંઘેય ખરો ને મહીં જાગૃત હોય. એનું નામ ઘસઘસાટ નહીં. લોકોનું ઘસઘસાટ જોયેલું તમે ? સવારમાં ઊઠીને કહેશે, “આજે બહુ
૩૪૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) સરસ ઊંઘ આવી !' એટલે સુખ વધારે આવ્યું. ત્યારે મૂઆ, ઊંઘ તો કંઈ બીબી હતી તે મૂઆ ઊંઘ જોડે સૂઈ ગયો ? ઊંઘની જોડે સૂઈ રહે લોકો. શાસ્ત્રમાં આવું બિવડાવ્યા નથી, હોં કે !
પુદ્ગલ સ્ત્ર અટકાવે કેવળજ્ઞાત ! પ્રશ્નકર્તા : પુદ્ગલમાંથી રસ ચાખે તો કેવળજ્ઞાન અટકી જાય.
દાદાશ્રી : કેવળજ્ઞાનની વાત ક્યાં કરો છો ?! આ જ્ઞાન જ બધું તેનાથી અટક્યું છે. આ તમે આજ્ઞા પાળો તે જ, બીજું શું ? જ્ઞાન તો હવે અનુભવ થાય એટલા સાચા. એ દર્શન થઈ ગયું. બીજું જ્ઞાન જ ક્યાં છે તે ?! ક્યારે રસ પૂરો થવાનો છે ? જે પૂરું ના થાય એ પૂછીએ, એનો શું અર્થ છે ?
પ્રશ્નકર્તા : પુદ્ગલમાંથી રસ નથી ચાખવો એવો નિશ્ચય કર્યો છે.
દાદાશ્રી : આ જ રસ તું ચાખું છું. ખબર ના પડેને ! એ ધીમે ધીમે આગળ વધતાં વધતાં જવાશે. એક કામ પૂરું થઈ જાય પછી, બીજું કામ ઝાલવાનું, આજે શી રીતે ઓછું થાય એ કરવાનું છે. આજે શું કરો છો, એટલું જ ધ્યાનમાં લેવું. અત્યારે ઊંઘમાંથી સુખ લો છો કે ? સારી ઊંઘ આવી ? મજા આવે છે !
પ્રશ્નકર્તા: આમ ઊંઘ આવે એમાં મજા આવે પણ એમાં હવે નક્કી કરીએ કે પાંચ વાગે ઊઠવું, ચાર વાગે ઊઠવું.
દાદાશ્રી : એ બધું નહીં, એ તો અજ્ઞાનીય કરે છે. આ પુદ્ગલ સુખ છે, બસ એને જુદું જાણો ! મહાત્માઓને ખબર જ નથી ! રસ ચાખવાનું ખોટું છે એવું સમજ્યા હોય, તો ગમે ત્યાંથી તે ઓછું કરતાં જાવ.
પ્રથમ પ્રતીતિ પૂરેપૂરી ખપે ! તમારે મોક્ષે જવું છે એ વાત નક્કીને કે પછી બદલાશે જરા ?
પ્રશ્નકર્તા : ના, ના. એ તો બદલાય જ નહીંને ! દ્રઢ નિશ્ચય થઈ ગયો છે. નિશ્ચય ન બદલાય, એના માટે પોતાના તરફથી કેવું હોવું જોઈએ ?