________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
૩૪૩
૩૪૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
સમજ કેળવે ‘બેરીંગ પાવર' ! પંખો આવે એટલે ઊંઘ આવી ગઈ, ને એટલે માણસમાં ને જાનવરમાં ફેર કશો રહ્યો શો તે ? આપણો ઊલટો ટાઈમ નકામો ગયો એટલો. સુખ લેવાય જ કેમ એમાંથી ? આ તો પરનું સુખ કહેવાય. જ્યારે પરનું સુખ ભોગવે ત્યારે સ્વનું આવતું બંધ હોય.
પ્રશ્નકર્તા : દાદા, એનો ખરો અર્થ એવો થયો કે આપણે સુખ હોય ને ભોગવીએ એનો વાંધો નહીં પણ એના વગર ન રહેવાય અથવા તો એમાં ઓતપ્રોત નહીં થઈ જવાનું ?
દાદાશ્રી : સહન કરવાની શક્તિ જો ઘટી ન જતી હોય તો તમે વાપરો. એ તો ઘટી જાય પછી. માણસનામાં બધું બેરીંગ પાવર છે. એ બેરીંગો ઘસાઈ જાય પછી, આ જેમ ગાડીમાં બેરીંગો ઘસાઈ જાય ને એવી રીતે આમાં ય બેરીંગો ઘસાઈ જાય. નહીં તો બેરીંગ પાવર હોય જ.
પ્રશ્નકર્તા : દાદા, તો એ બેરીંગ પાવર કેળવવા શું કરવું જોઈએ ?
દાદાશ્રી : કરવાનું શું ? સમજવાનું. અને નક્કી કરવાનું કે હવે એ છે ને આપણે છીએ. ચાલો આવો, કહીએ.
ઊંધ એટલે આત્માને પૂર્યો કોથળામાં ! પ્રશ્નકર્તા : દાદા, છ કલાકની ઊંઘ કેવી કહેવાય ? કે ત્રણ-ચાર કલાક કે એનાથી પણ ઓછી જોઈએ ?
દાદાશ્રી : ઊંઘવાની તો જરૂર જ નથી. ઊંઘવાનું તો એની મેળે જ આવી જાય. એક પા કલાકમાં તો માણસ ચાર કલાકની ઊંઘ કાઢી નાખે. આમ ઝોકું આવે ને ! છતાંય સુઈ જવું. પણ મહીં અંદર સ્થિતિ જાગૃત રાખવી. અંદર ગોઠવી કરીને સૂઈ જવું.
પ્રશ્નકર્તા : અંદર જાગૃતિ કેવી રાખવી ? દાદાશ્રી : ગોઠવણી કરીએ તો રહે. મહીં અંદર દાદા બેસાડી, પછી
‘શુદ્ધાત્મા છું’ એમ કર્યા કરીએ. દાદાનું નિદિધ્યાસન રોજ રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી કરવું. પછી ઊંઘી જવું. ઊંઘ ના આવે એટલે ઉપયોગમાં રહેવું. ઉપયોગ કેવી રીતે રખાય કે દાદાના નિદિધ્યાસનમાં રહેવું. એ રહેતાં રહેતાં ઊંઘ આવે તો ફરી ઊંઘી જવું. ફરી જાગીએ ત્યારે પાછું ઉપયોગમાં રહેવું. મોક્ષને માટે ઉપયોગ રાખવાની જરૂર છે. ઊંઘમાંથી જે સુખ આવે છે, એ પરાધીન સુખ છે. આપણું સુખ હોય. પરાધીન સુખ છે ને તે ઇન્દ્રિયો તથા આ દેહને આધીન છે. કેટલાક લોકો તો ચંટીઓ ખણીને ઉપયોગમાં રહે છે. તો તમારે સહજાસહજ રહેવાય એવું છે, માટે આ પ્રમાણેનો ઉપયોગ રાખજો. બાકી, ઊંઘનું સુખ એ પુદ્ગલનું સુખ કહેવાય. મોક્ષે ના જવા દે.
જગાડનાર જોઈએ, નહીં તો ઓઢીને સૂઈ રહે. આ આત્માને કોથળામાં બાંધી ના રખાય. કોથળામાં બાંધીને આ રાતે જો સૂઈ જાય છેને ! એ ટાઈમ બગાડાય કેમ આવું, દાદા મળ્યા, જ્ઞાની મળ્યા પછી ! આખું વીંટાળીને સૂઈ જાય નિરાંતે, કોથળે બાંધીને !
પ્રશ્નકર્તા : એવું દાદા ભાન જ નહીંને ! જાત જ સાચવ સાચવ કરીએ એટલે. ભોગવી જ લેવાનો શોખ એટલે !
દાદાશ્રી : શું ભોગવવાનું પણ આ ? એ શ્રદ્ધા તૂટે નહીં ! આપણી શ્રદ્ધા આની પરથી તૂટી જવી જોઈએ કે ઊંઘમાં સુખ છે. ઊંઘ પુદ્ગલનું સુખ છે, એ આપણું સુખ ન્હોય. એ તો પેલી જે આપણી શ્રદ્ધા હજુ પુદ્ગલ ઉપર છે ! તે આ પુદ્ગલ તો કોઈ જગ્યાએ સુખદાયી હોય જ નહીં ! એક ઊંઘ ને એક વિષય, બે વધારે પજવે. છેતરનારા આ બે હોય છે.
પ્રશ્નકર્તા : દાદા, પણ ઊંઘ તો નેચરલ ગીફટ હશેને ?
દાદાશ્રી : એ તો જેને સંસારમાં ભટકવું હોય તેને માટે. અમે તો અહીં ઠંડીમાં અમને ઓઢાડવામાં આવે તો હું જરા આમ શાલ ખસેડી નાખું. જો ઠંડો પવન લાગે તો જાગે, આમ આખી રાત જાગીએ. અને ના હોય તો ફરી ઉધરસ આવે તેનાથી જગાય. પછી ઉપયોગમાં રહીએ.
બે શાલ કરતાં એક જ શાલ ઓઢતો હતોને ! જાણી જોઈને, નહીં તો ઠંડી ના લાગે તો પછી આખી રાત ઊંધ્યા કરે એટલે થોડો ચમકારો તો