________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
થાય. પેલા રોડ, રેતી ઉપર શી દશા થાય ? હવે ખેડૂતોના જે પગ છેને, તે ફીટ જ થઈ જાય છે. એને તો કશું થાયે ય નહીં ને જરૂર નહીં. કુદરતનો નિયમ છે કે જેને જેટલું જે જોઈએને તે ફીટ જ થઈ જાય. તો પછી આપણે એ નિયમનો કેમ લાભ ન ઉઠાવવો ? કુદરતનો નિયમ જ છે એવો. કારણ કે તમે સ્વતંત્ર છો. કુદરત તમારે આધીન છે. તમે કુદરતના રાઈટ બગાડો છો.
૩૪૧
મારી સંપૂર્ણ સ્વતંત્રતા મેં જોયેલી છે. અનુભવેલી છે. ત્યાર પછી મને જ્ઞાન થયું છે.
જોજો, રીપે કરવાં પડશે !
આપણું સુખ એમાં પેસે છે. પછી એમાંથી પાછું આપણને સુખ પ્રાપ્ત થાય છે. એટલે હવે એ પુદ્ગલમાં આપણે સુખ માની લઈએ છીએ. પણ જ્યારે એ જ પુદ્ગલ દુઃખ આપે છે ત્યારે મનમાં એમ થાય છે કે આ કેમ આવું કરે છે ? એ જ જલેબી ના ભાવે પાછી. એટલે પાછું રીપે(ચૂકતે) કરવું પડે આપણે. આ આમાં સુખ નથી ને તેમાંથી લઈએ એટલે, પાછું રીપે જ કરવું પડે. મૂળ હતી ત્યાં મૂકી દઈએ તો આપણે ચોખ્ખા થઈએ, નહીં તો થાય નહીંને ! આ બધી તમારી કલ્પના જ છે. જેટલી અહીંથી આંટીઓ મારી, એટલી પેણે ફરી પાછી રીપે કરવી પડશે. તમારી ગોઠવણી છે. એ કંઈ નવું ઉત્પન્ન થતું નથી કશું.
પ્રશ્નકર્તા : પુદ્ગલમાંથી જે જે સુખ લીધું એ રીપે કરવું જ પડે ? દાદાશ્રી : ગમે એ રીતે કરવાં પડે. કારણ કે એ ત્યાં આપણા બાપની કંઈ બેંક હોય. એ તો અમે કશું લઈએ નહીં એટલે અમારે રીપે ય કરવાં ના પડે.
પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને તો આ ક્લિયર છે, મન-વચનકાયામાંથી સુખ નથી આવતું.
દાદાશ્રી : આમને આમ રીપે જ કરી રહ્યા છે, આ બીજું કશું કરી રહ્યા નથી. ના છૂટકે કરવું પડે છે. ના ગમતું હોય તોય કરવું પડેને ? એ બધું રીપે કહેવાય.
૩૪૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : તો પછી એનું ફરીથી રીપેમેન્ટ નથીને ? દાદાશ્રી : આ જ રીપે છે.
પ્રશ્નકર્તા : એટલે આ પછી જે મનથી સુખ ચખાઈ જાય, વાણીથી ચખાઈ જાય, દેહથી ચખાઈ જાય, તો આપણે એને જાણવાનું છે. જાણીએ તો પછી ચોંટે નહીંને એ વસ્તુ ?
દાદાશ્રી : ‘જાણનાર’ને કશું અડે નહીં. ભોગવનારને અડે બધું. બહારનું સુખ આપણે લઈએ, તે કર્યુ રીપે નથી કરવું પડતું ? ત્યારે કહે, મને કંઈ પણ માગ્યા સિવાય આપેને, વગર માગ્યે દૂધ આપેને, ઇચ્છા સિવાય અને હું પી જઉં, તેનું રીપે નહીં કરવાનું. બીજું બધું રીપેવાળું.
આમ હોય મતતા તે વાણીતાં દુઃખો !
પ્રશ્નકર્તા : મનથી સુખ લીધું એવો દાખલો આપોને, કે મનથી સુખ લીધું આને કહેવાય આમ.
દાદાશ્રી : આ બધાય મનથી જ લીધેલા કહેવાયને ! આમ ખૂબ ગરમી હોયને તે ઘડીએ પવન આવે, તે ઘડીએ સુખ લાગે. તે એ સુખ ક્યાંથી આવ્યું ?
પ્રશ્નકર્તા : મનથી.
દાદાશ્રી : હા. દઝાયો હોયને, તો દવા ઠંડી ચોપડીએ તો ? હાશ. ઊંઘી જાય હઉ મૂંઓ. એ સુખ ઉત્પન્ન થયું.
પ્રશ્નકર્તા : વાણીના સુખ કેવી રીતે કહેવાય ?
દાદાશ્રી : હમણાં ધણી ટૈડકાવે ને પછી કહેશે, ‘મારું મન જ વિચિત્ર થઈ ગયું છે, ખરાબ થઈ ગયું' એટલે સારું લાગે પાછું. પહેલાંનું ક્યાંય ભૂંસાઈ જાય, એ વાણીનું સુખ. ધણી કહે કે, ‘મારું મગજ બગડી ગયું છે હું, તને બહુ દુ:ખ આપ્યું.’ તે પેલી કહેશે, ‘ના, એવું કશું થયું નથી. કશો વાંધો નહીં !’ બધા મેણાં મારેલાં ભૂલી જાય. એવી ચાવી આવડવી જોઈએ.