________________
પુદ્ગલ સુખ - આત્મસુખ
૩૩૯
૩૪૦
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : હા. તે તો હું તમને કહેતો જ નથી. ફક્ત તમારે તો આટલું જ, આવું જરાક હોય તો તમારો ઉપયોગ અંદર રહેશે. નહીં તો ઉપયોગ પછી બહારની બહાર જ ભમ્યા કરશે. જરાક બફારો થયો એટલે ઉપયોગ બહારની બહાર રહ્યા કરે. છતાં પંખો એની મેળે ચાલતો જ હોયને, એને બંધ ના કરશો. હોય તો સમભાવે નિકાલ કરી નાખજો, પણ આમાં સુખ છે એવું માનશો નહીં. એમાં સુખ છે એવું માન્યું એટલે પેલામાં દુઃખ છે એવું માન્યું. એટલે ઉપયોગ બીજી જગ્યાએ ફર્યા કરે.
એરકંડીશનમાંથી બહાર નીકળેલા માણસની શું સ્થિતિ હશે ? એ કહો. આ તો કોણે પંખા-બંખાની શોધખોળ કરેલી ? આ તો ફોરેનવાળા. શી રીતે ? એ એમને માટેની શોધખોળો, આપણે ત્યાં એ પેસી ગઈ. નહીં તો આપણે ત્યાં તો રાજાને ત્યાં પંખા હોય. બીજે બધે તો અમથા પંખા હોય સાધારણ, તે ય શેઠિયો હોય તો. નહીં તો કામ કરતો હોય આખો દહાડો, તો શેનો પંખો જોઈએ ? અને કુદરત તો બધી રીતે તમને હેલ્પ કરી રહી જ છે. જ્યારે પવનની જરૂર હોય તો ધીમો પવને ય આવે છે, બીજી બધી હેલ્પ કરે અને પસીનો જેટલો નીકળવો જોઈએ એટલો નીકળવા દે. પછી અકુદરતી જીવન જીવીએ, તેનો શો અર્થ છે ? આ કંઈ આપણે ધર્મના અંગેની વાતચીત નથી આ. આ તો એક જાણવા ખાતર.
- પંખો હોય એને પા-અડધો કલાક બંધ કરી અને ઉપયોગમાં રહી જુઓ જોઈએ, તો તમને પંખાની જરૂર ના પડે. ઉપયોગમાં રહેતો હોય, તેને પંખાની જરૂર જ ના પડે. આ પંખાની જરૂર બાહ્ય જ્યાં સુધી હોયને ત્યાં સુધી, અને તેમ છતાંય આપણે ના નથી કહેતા. એને ભલે તારું બાહ્ય હોયને તો ય તું બાહ્યમાં, ‘હું આત્મા છું' એવું ભાન રહેશે તો બહુ થઈ ગયું. તો ય વાંધો નથી, પણ થોડું આગળ વધવામાં વાંધો શો ? વાંધો ખરો ?
પ્રશ્નકર્તા : ઘરની અંદર જે કંઈ વસ્તુઓ હોય છે, એ જ્યારે ખોટકાઈ જાય છે, ત્યારે આખો જીવ એમાં જતો રહે, મારી વાત કરું કે સિત્તેર વર્ષ સુધી ફ્રીજની ખબરે ય ન હતી. પછી ફ્રીજ આવ્યું. તે એક દહાડો બગડ્યું એટલે આખું ઘર ઊંચું નીચું કરી નાખ્યું.
દાદાશ્રી : હા, એ એવું જ હોય. આ બધી આફત છે. ઉપાધિ વસ્તુ જુદી છે ને આફત વસ્તુ જુદી છે. ઉપાધિ તો વળગેલી હોય. અને આફત તો વળગાડેલી હોય. તમને થાય એ સ્વાભાવિક છે, એ તો આ બધી આફતો છે.
જ્ઞાન ન હતું અને હીરાબા કહેશે, પેલો નળ બગડ્યો છે એ ઉપાધિ મારે. પછી બોલાવા જવાનું, તેડી લાવવાનું, આ ઉપાધિ. એ જરૂરિયાતની વસ્તુ હોયને ? પણ આ તો બીનજરૂરિયાત આફતો. ટીવી લાવે ને ફલાણું લાવે ને કંઈ ઓછું લાવે છે લોકો ? આંખો જાય અને પાછું આફત.
પ્રશ્નકર્તા : આ ટીવી ખરે ટાઈમે બગડી ગયું, એટલે આજુબાજુવાળા બધાંય ‘ટીવી નથી ચાલતું ?” ટીવી નથી ચાલતું, તો આત્મા-બાત્મા બધું એમાં.
દાદાશ્રી : હા, બધું એમાં. હવે છતાંય આપણાથી એને તિરસ્કાર તો હોવો જ ના જોઈએને ? કારણ કે એ બીજાને ફાવતું હોય, એ ગમે તે કરે. આપણા ઘરનો છોકરો જ ગમે તે કરતો હોય, આપણાથી ના કહેવાય ? ના કહેશો તો તમને વૈષ થશે.
અને જ્યારે ઉપયોગમાં હોય ત્યારે કશું રહેતું નથી. ઉપયોગમાં હોઈએને ત્યારે ખ્યાલે ય ના રહે કે આ ગરમી છે કે ઠંડી છે એવું કશુંય નહીં. હમણે છોકરો પરીક્ષામાં પેપર લખતો હોય ને અને પંખા બંધ થઈ ગયા હોય તો એને ખબરે ય ના હોય. વકીલોનું જે કામકાજ ચાલતું હોય અને જજ બરોબર સાંભળતા હોય, તે ઘડીએ પંખા બંધ થઈ ગયા ને ખબરે ય ના પડે. આ તો નવરો પડ્યો કે ખબર પડી. એને બાહ્ય ઉપયોગ કહે છે. ભટક ભટક ભટક કર્યા કરે. છતાંય હું તો કહું કે કશો વાંધો નહીં. આટલુંય પણ કંઈક કરજો. પાંચ આજ્ઞામાં રહે છેને ? પંખા ફેરવજો પણ પાંચ આજ્ઞામાં રહેજો. પણ આ જાણી રાખજો કે આ વસ્તુ ભૂલવાળી છે. હું ય કંઈ નથી ફેરવતો એવું નથી. હુંયે ફેરવું આ. હવે એમાંથી થોડી થોડી બાદ કરતાં કરતાં પછી મૂળ જગ્યાએ અવાય.
હવે આ બૂટ પહેરીને ફરીએ અને પછી એક દિવસે કોઈ ફેરો બૂટ રસ્તામાં કો'ક બહારવટિયાએ લઈ લીધા અને પછી એ તડકામાં ફરવાનું