________________
ભોગવવું - વેદવું - જાણવું
૩૩૧
તન્મયાકાર થઈ જાય તો ત્યાં પ્રતિક્રમણ કરવાનું? કેવું કરવાનું ?
દાદાશ્રી : એ વેદના તમારે જોયા કરવાની. વેદ એટલે જાણવું અને વેદ એટલે ભોગવવું. તે ભોગવવાથી માંડીને જાણવા સુધીના બધાં પદમાં જ્ઞાનીઓ હોય છે.
પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈ જઈએ તો એમાં ?
[૯.૨] પુદ્ગલ સુખ - આત્મસુખ
દાદાશ્રી : હા, તન્મયાકાર થઈ જાય. મારે દાઢ દુખતી હોય ને, તો મારે તન્મયાકાર ના થવું હોય તોય મહીં થઈ જવાય.
પ્રશ્નકર્તા : તે વખતે શુદ્ધાત્મા ભૂલાઈ જવાય.
દાદાશ્રી : ભૂલાઈ ના જવાય શુદ્ધાત્મા. પોતાને તન્મયાકાર નથી થવું, એ જ્ઞાન જ ‘શુદ્ધાત્મા છું', એ પૂરવાર કરે છે.
પ્રશ્નકર્તા : એ પછી ખ્યાલ આવે છે ને ? તે વખતે તો તન્મયાકાર થઈ જાય છે.
દાદાશ્રી : હા, પણ પછી ય એક સેકન્ડ પછી, એક મિનિટ પછી આવે ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે આપણી પાસે જ્ઞાન હાજર છેને ? ભલે ઝોકું ખઈ ગયો, પણ પછી જાગૃતિ આવી ગઈ તે આપણે જોવું.
પ્રશ્નકર્તા : તો એનું કંઈ સ્પર્શે ? કંઈ કરવાની જરૂર નહીં ?
દાદાશ્રી : કશું નથી સ્પર્શતું, આવું પદ જ નથી થયું. આવું પદ શાસ્ત્રમાં નથી થયું, એ પદ શી રીતે આ પ્રાપ્ત થાય ?! આ પદ જે મળ્યું છે તમને, એ અજાયબ પદ મળ્યું છે. માટે એવું સાચવજો, એવું સાચવજો, કારણ કે આવું પદ દુનિયામાં ઉત્પન્ન થયું જ નથી ક્યાંય !
સાચું સુખ શેમાં ? સુખની શોધખોળ કરો છો ? કયા ડિપાર્ટમેન્ટમાં તમને સુખ લાગ્યું? ક્યાં ક્યાં નથી લાગ્યું ?
પ્રશ્નકર્તા : બહાર બધું ક્યાંય સુખ દેખાતું નથી. પુદ્ગલમાં બધે બળતરા જ દેખાય છે.
દાદાશ્રી : લગ્નમાં, બધામાં ? બેબીનો ફાધર થયો, એમાં બળતરા છે ? પહેલાં ય આવી બળતરા જોયેલી ?
પ્રશ્નકર્તા ઃ આખી જીંદગી બળતરા જ જોઈ. આ બળતરા જે થાય, તેનો કંઈ એન્ડ હોય છે કે કેમ ?
દાદાશ્રી : એનો એન્ડ છે. જેટલો પહેલાં અજ્ઞાનતામાં આનંદ મેળવ્યો હતો, એટલા પ્રમાણમાં બળતરા હોય.
પ્રશ્નકર્તા એનો અર્થ એ કે અજ્ઞાનતામાં ખૂબ આનંદ મેળવ્યો છે. દાદાશ્રી : તેનું જ આ છે. બધાને સરખો ના હોય.
આ તો ભોગવેલું બહુ સુંદર રીતે, એટલું જ સામું રીએક્શન હોય ! જ્યાં તદન સાચું માન્યું, તે જ તદન ખોટું નીકળ્યું ! ચૂસ્ત ભોગવટો કરેલો મન ફાવતો, પછી રીએક્શન એવું જ આવેને પછી.