________________
ભોગવવું - વેદવું - જાણવું
વેદનફળ ના મળે, જાણવાનું જ ફળ મળે. આ બધું શું થઈ રહ્યું છે શરીરમાં, તે બધું જોયા કરવાનું આપણે. આપણે શુદ્ધાત્મા, લક્ષ બેઠું છે તે અને મહીં શરીરમાં શું થઈ રહ્યું છે તે જોયા કરવાનું. પગમાં સણકા મારેને તેય જોયા કરવાનું, દાઢ દુખે છે તેય જોયા કરવાનું. દુઃખ દે તો ટેલિફોન તો પહોંચે છે. ખરેખરો ટેલિફોન પણ પાડોશીને ત્યાં પહોંચે છે, પણ જોડે એમ થયું કે ‘મને દુખ્યું’ તો ત્યાં આગળ ચાલ્યું. ‘મને નહીં, દાઢને દુખે છે’ એમ કહેવું. હાસ્તો, આપણને ક્યાં દુખે છે ? આપણને કહ્યું તો બહુ સીધી અસર થાય. આપણે આત્મસ્વરૂપ થયા પછી ‘મને’ કોને આરોપીએ ? તો મને દુખે છે તે શું ? એટલે આપણે એમ કહેવું કે ‘ચંદુભાઈને દાઢ દુખે છે.’
૩૨૭
આ દુખતું હોય તો જાણીએ ખરા એટલે આપણે કહેવું. આપણને વેદના પહોંચેય ખરી. જેટલું આમાં ભાવ છે ને પહેલાના, એ કર્મના ઉદયભાવ છે. એટલી વેદના આપણને પહોંચે ખરી, પણ જેમ જેમ ભાવ છૂટતાં જશે, તેમ વેદના ય નહીં પહોંચે. ફક્ત જાણે એકલું જ. આ તો ભલેને વેદે, બેઉ થાય. પણ પહેલાં જે ‘હું ચંદુભાઈ છું ને મને આ થયું' કહેતાં જે દુ:ખ થતું હતું એવું ના થાય. અત્યારે પાડોશીને કહેતા હોય એમ ‘ચંદુભાઈને દુખે છે’ એમ કહેવાય, વાંધો નથી. પાડોશીને દુખે, તેમાં આપણે શું ? પાડોશીના છાંટા ઊડે. પણ બહુ ગા ગા કરીએ તો શું વળે ? ગાવાથી કંઈ ઓછું થાય ? વધે એ વાત ચોક્કસ. ગાવાથી ઓછું ના થાય પણ વધે. એના કરતાં આપણે કહીએ, ‘ચંદુભાઈને દુખે છે.’ ‘ટાઢ કોને વાય છે ?” તો કહે, ‘ચંદુભાઈને ટાઢ વાય છે. તો લાવ ભઈ ઓઢવાનું.’ વ્યવહાર જ પાડોશી જેવો કરી નાખવો. છેવટે વ્યવહાર તો ચોખ્ખું જ કહે છે ને, આપણે આને મૂકીને જતું રહેવાનું ને ? આપણે જાણીએ જ છીએ, તો પછી પહેલેથી વ્યવહાર જુદો કરી રાખ્યો હોય તો શું ખોટો ?
પ્રશ્નકર્તા : હમણાં જે વેદે છે ને પણ પછી ફક્ત જાણે છે, એવું થઈ જાય.
દાદાશ્રી : હા, પછી ધીમે ધીમે ફક્ત જાણે એટલું જ થઈ જાય. કારણ કે અસરો બધી ઓછી થતી જાય. અસરો ખરેખર આત્માને પહોંચતી નથી. પહેલાનું જે રીએક્શન આવે છે, તેનું પરિણામ ભોગવવું
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પડે છે. એટલે વેદના થોડી થાય, પણ એને ઓછી કરવાનો કયો સરળ ઉપાય ? કહેવું કે ‘ચંદુભાઈને દાઢ દુખે છે.’ પછી વધારે દુખતી હોય તો કહેવું કે ‘દાઢ કંઈક ઓછી થઈ છે.’ ઓછી થઈ બોલ્યા કે ઓછી થાય, એ જેવું તમે બોલો તેવું પરિણામ પામે એવું છે આ. અને કો’ક કહેશે કે ‘ઓ બાપરે ! હું મરી ગયો.’ તો એવો જ ભોગવટો થાય !
૩૨૮
આત્મા વ્યથિત નથી હવે. પહેલાં જે વ્યથિત થતો રહેતો હતો, તે પોતે નથી. શરીરની વ્યથા તો થયા કરે, માથું દુખતું હોય તો આપણે કહેવું, ‘ચંદુલાલ અમે છીએને તમારી જોડે !' શરીર વ્યથિત થાય, માથું વ્યથિત થાય, મન જરા કૂદાકૂદ કરે પણ આત્માને કશું થાય નહીં. એ આત્મા આપણું સ્વરૂપ છે. આ બધો પરભાર્યો માલ છે, એ તો વાંકોય નીકળે ને ફૂંકોય નીકળે.
વેદતાથી અલગ રહે એ તપ !
અને પાછું જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ ચાર પાયા સહિત હોવું જોઈએ. એમાં આપણાથી ના ય ના કહેવાય. હવે તપ ક્યારે કરવાનું ? તમે પોતે શુદ્ધાત્મા, પણ ચંદુભાઈ તો ઊભા જ છે. પોતે જુદા થયા ચંદુભાઈથી, પણ ચંદુભાઈ તો હતા તેના તે જ ને ? એટલે ચંદુભાઈને અકળામણ થાય મહીં. તે હૃદય તપે. પણ પેલો સહકાર તૂટી ગયોને બન્નેનો ?
આપણે શુદ્ધાત્મા તરીકે જુદા પડ્યાને એટલે હવે ચંદુભાઈને સહન કરવું પડે, પણ એની વેદકતા આત્માને પડે પછી. કારણ કે હજુ જ્યાં સુધી સંપૂર્ણ અનુભવ થયો નથી, ત્યાં સુધી વેદકતા રહે. એ અનુભવ જો સંપૂર્ણ થઈ જાય, ત્યારે એ જાણવાપણું કહેવાય. અને જાણવાપણાનું સંપૂર્ણ ના થયું, કાચું રહ્યું તો ચોંટેલું રહે, એટલે દઝાય. પણ ત્યાં જુદું રાખવું, એનું નામ તપ. તપ એનું નામ કે મહીં ગરમ ગરમ થાય. ગરમ ના થાય ? કો’કવાર આવતું હશેને ? તપ તો આવે છેને ?
પ્રશ્નકર્તા : હા, તપે, વેદન થાય.
દાદાશ્રી : હવે એ વેદનમાંથી અલગ રહે એ તપ ! તો એ જાણવાપણું કહેવાય. એ વેદનામાંથી અલગ ના રહેવાય તો એ વેદકતા,