________________
મોક્ષનું તપ
૩૦૩
૩૦૪
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
વગર કામનું. નહીં તો એની મેળે આપણે તો બેસી રહીએ. હીરાબા કહે, ‘તમને તાવ છે ?” તો હું કહું, ‘ના બા. જરાય તાવ નથી.'
પ્રશ્નકર્તા: ધારો કે આમ હાથ લગાડે ને કહે કે તાવ આવ્યો છે, પછી શું કરવાનું ?
દાદાશ્રી : તો આપણે કહીએ કે, “આ આવ્યો છે, તે હમણાં ઊતરી જશે. અને બહાર હમણાં આ વાત કરવા જેવી નથી. ત્યારે કહે, “સારું ત્યારે.... નહીં તો અમુકનો ઉકાળો કરી લાવો એટલે ઉતરી જશે. તેનો વાંધો નહીં. પણ બહુ એની જાહેરાત કરીને શું કરવાનું ? અને લોક જે આવે એ કોઈ લઈ લે દુઃખ ? પણ આ જેને તમે વાત કરો, એ દુઃખ લઈ લે ?!. આ બધા મહાત્માઓ, એમાં કોઈ મને કહે કે, ‘દાદા, આવું થયું ને મને તેવું થયું.” તે હું કહું, ‘કશો વાંધો નહીં, હું છું ને.તે કંઈ હું લઈ લેવાનો છું એમાંથી ? પણ આશ્વાસન રહે માણસને !
સત્સંગના અંતરાયે તપ ! પ્રશ્નકર્તા: સત્સંગમાં આવવાનો સંયોગ ભેગો ના થાય તો એ વખતે તપ કરવાનુંને ?
દાદાશ્રી : ત્યારે તપ કરવાનું. ઘરના માણસો આંતરે એ વખતે તપ કરવાનું. આંતરે તે આપણા અંતરાયો હોય તેથી, તો તે ઘડીએ કોઈ પણ જાતનું ઊંધું-ચતું નહીં કરવાનું, તે ઘડીએ તપ કરવાનું.
પ્રશ્નકર્તા : કોઈના પ્રત્યે એવો વિચાર ના આવવો જોઈએ કે આ લોકો મને કેમ ના પાડે છે ?!.
દાદાશ્રી : એવું બધું કશું નહીં, ઊંધું કર્યા સિવાય તપ જ કરવાનું. એ તો નિમિત્ત છે બિચારાં.
ફેર છે તપ તે આર્તધ્યાનમાં ! પ્રશ્નકર્તા : મન પેલું કૂદાકૂદ કરતું હોય તો જ્ઞાન કરીને તપાવે, તો એ આર્તધ્યાનમાં કોઈ વખત જાય, એવું બને ?
- દાદાશ્રી : ના, આર્તધ્યાન એને કહેવાય જ નહીં ને ! તપ કહેવાય એ તો. આર્તધ્યાનમાં જાય જ નહીં ને ! આર્તધ્યાન તો કરનારો જોઈએ, હુંપણું જોઈએને !
પ્રશ્નકર્તા : દાદા, એટલે મોક્ષે જવા એવું તપ કરવું જરૂરી છે ?
દાદાશ્રી : ના, એ તો એની મેળે હોય જ. જરૂર નહીં, હોય જ. એ ના હોય, તો છૂટે જ નહીંને ! જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, ચોથો પાયો હોય જ અને ના કરે તો પાછો પડે, તો ફરી પાછું એનું એ રહે.
દાદાએ કર્યો આવાં તપ ! અમે ઉપવાસ કરીને પેટ ના બાળીએ. મહીં છે તપ એ જ કરવા દેને ! વળી પાછું પેટ બાળીને શું કામ છે તે ? અહીં સૂઈ જઈએ રાત્રે, ત્યારે જે તપ આવે, એ જ તપવાના બધાં, એ ઓછાં છે કંઈ ?
પ્રશ્નકર્તા : એ શું આવે ? એ કયા આવે ?
દાદાશ્રી : બહુ જાતનાં તપ આવે. ઊધરસ આવે તો ઊંઘ ના આવે. ફલાણું થાય તો ધોળે દહાડેય ઊંઘ ના આવે.
પ્રશ્નકર્તા : એમાં કેવી રીતે તપ કરો ?
દાદાશ્રી : બસ, એ પાછાં આપણા જ્ઞાનમાં રહીએ, જે છે તે. ‘કશે બન્યું જ નથી” એવું ! તમે બધા નિદિધ્યાસનમાં રહો, અમે જ્ઞાનમાં રહીએ. અમે કોના નિદિધ્યાસનમાં રહીએ ?
પ્રશ્નકર્તા : જ્ઞાનમાં એટલે કેવી રીતે ?
દાદાશ્રી : અમારું જ્ઞાન જુદું હોય ને તમારું જ્ઞાન જુદું હોય. અમારું છે તે સ્પષ્ટ વેદન હોય. એટલે નિરાલંબ હોય. તમારું અસ્પષ્ટ વેદન હોય એટલે તમારું અવલંબનવાળું હોય, શબ્દનું અવલંબન કે ‘શુદ્ધાત્મા છું' અને અમારું જુદું, એની ક્યાં વાત થાય ?
પ્રશ્નકર્તા : સ્પષ્ટ વેદન ને અસ્પષ્ટ વેદન એ જરા સ્પષ્ટ રીતે સમજાવો.