________________
મોક્ષનું તપ
૩૦૫
૩૦૬
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
દાદાશ્રી : આ તમે પગે અડ્યા છો, તે મને પગે અડેલા દેખાય એ સ્પષ્ટ. અને પેલાને મનમાં એમ રહે કે, “શું થયું હશે આ, કોણ અડતું હશે ?” આ અસ્પષ્ટ. એ તો તમને આપેલું છેને ? એ કંઈ તમારું કમાયેલું છે ? ધીમે ધીમે કમાણી ભેગી કરવાની છે. જાતે કમાયેલા નહીંને ! જાતે કમાયેલો હોય, તેને છે તે પ્રાપ્ત તપ ભોગવતાં આવડે. કારણ કે એ રસ્તેસર આવ્યો હોય. અમે રસ્તેસર ગયેલા.
આ કાગળ આવ્યા છેને, દાદા તમને ગોળી મારીશ. તો અમને કેવું તપ કરવું પડે ?! અમારે આમ અનુભવ દશાને, તેથી તપેય ના કરવું પડે. એવું એ બિચારા અણસમજણથી લખે છે ! એ બિચારો કહે છે, ‘મારી પાસે સત્તા હોય તો હું તમને ગેટ આઉટ કરું'. એ સત્તાવાળાય કોઈ નીકળે, કોઈ ના નીકળે, એવાં ઓછા છે કંઈ ?!
પ્રશ્નકર્તા: પણ આવી જાતનો કાગળ આ પહેલો આવ્યો છે !
દાદાશ્રી : હા, પહેલો આવ્યો. ઈનામ છેને, આ તો કો'ક ફેરો ઈનામ આવું મળે.
પ્રશ્નકર્તા : આ ઈનામ મળ્યું, તપ આવ્યું, આ બધા શબ્દો જ એટલા બધા સરસ હોય છેને, ‘આ ઈનામ મળ્યું. એવું પેલું હાજર થાયને, તો પેલો પ્રોબ્લેમ જ ના રહે !
દાદાશ્રી : આવું તો અમે ખોળીએ પણ કોઈ કહે જ નહીંને ! અમે કહીએ કે અમે કોઈને દસ હજાર આપીએ તોય ના કહે. કહેશે, ‘મારી શી દશા થાય ?” રૂપિયા આપીએ તોય કામ કરે નહીં. એવું આ એમ ને એમ કરે છે, તો ઈનામ કહેવાય ?
પ્રશ્નકર્તા: ‘ઈનામ આવ્યું” આવાં શબ્દો જે છેને, આ એક જ શબ્દ હાજર રહેને, તો બહુ સરસ સમાધાન રહે.
દાદાશ્રી : તમે પાસ થયા નથી, પાસ કર્યા છે. થયા હોત તો આવડત. આટલું જે છે એ જ ઘણું છે. પણ હવે ભાવના કરો તો થશે એવું, હજુય ભાવના કરોને, પ્રતિક્રમણ કરતાં જાવ, ભાવના કરતાં જાવ.
પણ ‘નથી થતું” એમ બોલ્યો કે બગડ્યું. ‘નથી થતું’ બોલવું તો વિવેકપૂર્વક બોલવું કે “આ ચંદુભાઈને ઘણુંય કહું છું, પણ એને થતું નથી’.
પ્રશ્નકર્તા : ત્યાંય જ્ઞાનમાં રહીને ઉપયોગપૂર્વક બોલવાનું ?
દાદાશ્રી : હા, એટલે પછી આપણને અસર ના કરે. આ તો નથી થતું', એની અસર પડે. પછી તે રૂપ થઈ જાય આત્મા, જેવો ચિંતવે તેવો થઈ જાય !
તથી તપ વ્યવસ્થિતમાં ! પ્રશ્નકર્તા : આ તપમાં ભાવના ક્યાં કરવાની ? આ તો ઓટોમેટિક થઈ જાયને ?
દાદાશ્રી : ઓટોમેટિક થતું હશે ? તપ તો કરવાનું છે. પુરુષાર્થ કરવાનો છે. ઓટોમેટિક એ થતું હશે ? ડિસ્ચાર્જ છે એ વસ્તુ ?! કેવા માણસો છો ? આવું ખોળો છો ? પુરુષાર્થ છે એ તો. આ તો પુરુષ થયા તેનો પુરુષાર્થ, આ તો જબરજસ્ત પુરુષાર્થ છે. જો જો પુરુષ થયા પછીનો પુરુષાર્થ કયો રહ્યો ? ત્યારે જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ !
પ્રશ્નકર્તા : તપ વ્યવસ્થિતમાં ના આવે ?
દાદાશ્રી : ના. વ્યવસ્થિતમાં તપ હોતું હશે ? જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ વ્યવસ્થિતમાં ના હોય. એ પુરુષાર્થની વસ્તુ છે. વ્યવસ્થિતમાં તો પ્રારબ્ધ છે, ડિસ્ચાર્જ વસ્તુઓ !
આ ભાઈથી મોટી ભૂલ થઈ ગઈ હતી, તેથી ભૂલનો ખેદ કરતો હતો અને તપ કરતો હતો. તે પછી આણે ભઈને કહ્યું, તો આના ભાઈએ કીધું કે, ડિસ્ચાર્જ છે. એટલે પછી આ તપ કરતો'તો તેય બંધ થઈ ગયું. આને ભાન નહીં, તે એણે બગાડી નાખ્યું. એક બાજુ તપ કરવાનું, એક બાજુ પ્રતિક્રમણ કરવાનું. અને આ ડિસ્ચાર્જ જોવા જ બેઠો છું ને ! પણ આ તો દુરુપયોગ કર્યો. બધું ડિસ્ચાર્જ કહે છે, તેને બહુ અસર જ નથી થતી. એવો ને એવો જ રહે છે પછી. આ જ્યાં તપ છે, ત્યાં પુરુષાર્થ કરવાનો રહી જાય છે અને પેલું વ્યવસ્થિતમાં મૂકી દે છે. ‘ડિસ્ચાર્જ છે', કહેશે.