________________
મોક્ષનું તપ
૩૦૧
૩૦૨
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
પ્રશ્નકર્તા : કોક જ વાર આપી દેવું પડે.
દાદાશ્રી : એ ઠીક વાત છે. કો'કવાર તો વાંધો નહીં. નહીં તો તપ મળે નહીંને આવું. તે તમે ત્યાં આગળ કહો છો, ત્યાં હોટલમાં લઈ જઈને મનને આનંદ કરાવો, એ ચાલે નહીં.
અવળું-સવળું એ જ પૌદ્ગલિક ભાવ ! પ્રશ્નકર્તા: અવળા સંયોગોમાં ચેતનભાવ પૌગલિક ભાવને પામે છે, પછી જાગૃતિ આવે છે કે પૌગલિક ભાવ પામ્યા તો ત્યાં જાગૃતિ માટે શું કરવું ?
દાદાશ્રી : એવું છેને, શુદ્ધાત્મા અને સંયોગો, બે જ છે. એમાં કોઈ અવળોય નથી ને સવળોય નથી. સંયોગ આપણે એને અવળો કહીએ ત્યારે અવળો થાય ને સવળો કહીએ ત્યારે સવળો થાય. કડવું ને મીઠું બે તો રહેવાનું જ, પણ આ કડવું કહે તો કડવું લાગે. ઇફેક્ટ થાય ત્યારે. કડવું-મીઠું તો રહેવાનુંને ? સૌ સૌનો સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : એટલે અવળું કે સવળું એ જો દેખ્યું તો તે પૌગલિક ભાવ આવી ગયો.
દાદાશ્રી : અવળું-સવળું એ જ પૌગલિક ભાવ. અવળું છે જ નહીં. આ દેખાય છે તે જ હજુ કચાશ છે. સંયોગો છે અને પાછાં વિયોગી સ્વભાવવાળા છે. કોઈ કહેશે કે, સાહેબ, અહીં દેવતા પડ્યો અને આ બાજુ બરફ પડ્યો. બેઉમાં ફેર નથી ? ત્યારે કહે, ફેર ખરો, બેઉ સંયોગો જ છે. પણ અવળા-સવળા કોઈ છે જ નહીં અને પાછાં વિયોગી સ્વભાવના છે. બરફ અહીં પડ્યો હોયને, તો કોઈ ખસેડી ના નાખે. અહીં દેવતા પડ્યો હોય તો હું ના ખસેડું તો બીજા ખસેડી નાખે. એટલે એ સંયોગો એમની જગ્યા ખાલી કરવા આવેલા છે. તો પછી તમારે ધીરજ તો પકડવી પડેને, તપ કરવાનું ભગવાને કહ્યું છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર્ય અને તા. એ અવળો નથી, તમારે તપ કરવામાં ક્યાશ છે. ચાર પાયા તો કરવો જ પડે ને ? ત્રણ પાયાનો ખાટલો હોય તો એક બાજુ પડી જ જાય ને ! ચાર પાયાનો ખાટલો જોઈએ.
તેથી લખ્યુંને કે, દાદા અદીઠ તપ કરે છે. અદીઠ તપ એ છેલ્લું તપ કહેલું છે. અમે છેલ્લું તપ કર્યા કરીએ. આત્મા ને અનાત્માના બેના સાંધા વચ્ચે, અનાત્મા ભણી જાય જ નહીં. ફોરેન ડિપાર્ટમેન્ટમાં જાય જ નહીં, હોમ ડિપાર્ટમેન્ટમાં જ રહે. ત્યાં તપ રાખવાનું, એ અદીઠ તપ. તે તમારે આ તપમાંથી તપતાં તપતાં પછી આગળ અદીઠ તપ સુધી આવે.
આશ્વાસત લેવાથી તપમાં કચાશ ! પ્રશ્નકર્તા : પણ કોઈ વખત એવું બને કે બહુ ભારે કર્મનો ઉદય આવે અને સહન ના થાય ત્યારે આપણે આપણી બીજા નંબરની ફાઈલને વાત કરીએ, જેથી કરીને આપણને આશ્વાસન જેવું મળે. તો એ કરવાથી આપણી કંઈ કચાશ રહી જાય ખરી ભોગવવામાં ?
દાદાશ્રી : તે આ બીજાનું આશ્વાસન લઈએ તો કાચું જ રહી જાયને ! આ હું દાઝયો તો પેલો દાઝયા પર જરા પાણી ચોપડી આપે. એ તો પૂરું જ ભોગવી લેવું પડે. છતાં પણ સહન ના થાય તો કહી દેવું.
પ્રશ્નકર્તા : સહન ના થાય એટલે આપણે આ વાત કરીએ. આશ્વાસન લઈએ તો એ બોલી જવાય છે, તો એ ટેપરેકર્ડ નહીં ?
દાદાશ્રી : ટેપરેકર્ડ ખરી જ ને ! તે ઉપાય ખોળ્યો ને ! સહન થતું હોય તો નથી કહેતા ને ! સહન નથી થતું માટે કહે છે. તે ઉપાય ખોળ્યો !
અમને તો ત્રણ ડિગ્રી તાવ હોય ત્યાં વડોદરામાં તોય હીરાબાને કોઈ દહાડો ખબર નથી આપી કે તાવ આવ્યો છે. એ આશ્વાસનનો શું ફાયદો ? હીરાબા તો ઝટ ‘આમ લઈ આવું ને તેમ લઈ આવું ને ફલાણું લાવું” કરી મુકે. ઊલટાં લોકોને કહે. લોકો જોવા આવે ને બહાર મારે ઉપાધિ થઈ પડે. એના કરતાં ‘એક નન્નો સો દુ:ખને હણે’. લોકોથી કશું થાય નહીં, ભાઈ. વગર કામની ઉપાધિ ! પાછો જોવા આવ્યો હોય, તે આપણે ‘આવો’ કહેવાનું, જોડે બેસવું પડે. અરે મૂઆ, તે આ પાછી ડખલ
ક્યાં ઊભી કરી ? જોવાવાળો જાણે કે હું ના જઉં તો એમને ખરાબ લાગશે. હું જાણું કે અત્યારે આ ક્યાં આવ્યો ? કેમ છે ને બધું પૂછવું પડેને,