________________
૩0
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
મોક્ષનું તપ
૨૯૯ દાદાશ્રી : એ પેલું તપી જાય એટલે તપ સહન ના થાય એટલે એ પોતે બૂમાબૂમ કરે એ હઉ તપી જાય, ત્યાં જ્ઞાનથી તપ કરવાનું.
પ્રશ્નકર્તા : જ્ઞાનથી એડજસ્ટ થાય, પાંચ આજ્ઞાથી. પણ પેલું લૂંટી લીધા એવી બૂમો પાડ્યા જ કરે અંદરથી.
દાદાશ્રી : તે ઘડીએ હૃદય તપે. સહન થાય નહીં. વિચાર ઉપર વિચાર, વમળો ફૂટે બધું. તે ઘડીએ જોયા જ કરવાનું તપેલું. તે ઘડીએ મન બગડવું ના જોઈએ સામાને માટે. સહેજેય મન બગડે તો તપ જ કેમ કહેવાય ? ગમે તે સ્થિતિમાં સમતા જ રહે તો એ જ અદીઠ તપ ! બીજું શું ? બધું જ પોતાનું છે, પારકાનું છે નહીં. પારકાનું હોય તો તમારે ભોગવવું પડે એવું બને નહીં. એટલે એમાં પ્યૉર રહેવાનું. પ્યૉર થવાનું છે, ઇચ્યૉરિટી ના રહેવી જોઈએ. કચરો બધો નીકળી જાયને, દાદાની પાસે તો બધું નીકળી જાય છે. દાદા બધાને ભગવાન બનાવે છે. એ તમે ફેરફાર નહીં જોયેલો !
આ બહારનાં તપ તો લોકોને દેખાય અને અંતર તપ તો આપણે એકલા જ જાણીએ. ના ગમતું હોય ત્યાં આગળ સ્થિર થવું. ના ગમતું હોય, છતાંય કોઈને હેરાન ના થાય એવી રીતે શાંતિથી રહેવું. અને લોકો તપ આવે એટલે સામા થઈ જાય. પોતાનો બચાવ કરે, આપણે બચાવ નહીં કરવાનો. બચાવવાનો ભાવ થયો એટલે એ તપનો પૂરેપૂરો લાભ લીધો નહીં. એ લાંચ લીધી આપણે.
પ્રશ્નકર્તા : અદીઠ તપ કરીએ, તો સમભાવે નિકાલ થઈ ગયો કહેવાયને ?
દાદાશ્રી : બધું નિકાલ થઈ ગયું. એમાં લાંચ લઈએ તો એ જરા બાકી રહી જાય ત્યાં, જેટલા પ્રમાણમાં લાંચ લઈએ એટલા પ્રમાણમાં બાકી રહ્યું. અને નિકાલ કરો એટલે એ ગયા. તે ઘડીએ આત્મા હલકો થયો એટલે આનંદ જ હોય. બહુ તપી જાય પછી શું કરું ? બૂમાબૂમ કરી મેલું ? પેલો કકળાટ કરેલો ? કો’કની દાઝ કો’ક ઉપર કાઢે પછી. જે ફાઈલ હોય તે ફાઈલ રૂબરૂ જ પતાવી દેવાની. બીજી ફાઈલને ને એને કનેક્શન નહીં, નહીં તો કો'કની દાઝ કોઈની ઉપર કાઢે.
‘પેલા’માંથી જુદો રાખવો ‘આપણે'. ભેગો થવાનો થાય, આમ તો પોતે જુદો રહે છે, પણ કો'ક કહે, ‘તમે અમારું પાંચ હજારનું નુકસાન ક્યું.” એવું કહે, તે ઘડીએ ભેગો થઈ જાય. તે ઘડીએ તપ કરવાનું. તે ઘડીએ ધક્કો વાગે કે, “તો કર્યું નથી.’ શાથી ધક્કો વાગે છે ? મનમાં એમ થાય કે આણે મારી પર આરોપ મૂક્યો. એટલે પછી ‘હું શુદ્ધાત્મા’ રહેશે કે એ રહે ? તે વખતે તપ કરીને પછી ‘હું શુદ્ધાત્મા છું' રહેવું જોઈએ.
મતતે મનોરંજન તો તપમાં ખંડત ! આપણું તપ એટલે કેવું તપ હોવું જોઈએ કે તપવું, મનને તપાવવું. એટલે મનમાં જ્યારે ટાઈમ એ થઈ ગયો ને, મન તપવા માંડ્યું એટલે મનને ખોરાક જોઈએ. તે વખતે તો એને મીઠો લાગે એવો ખોરાક ભેગો કરી આપો પછી ઘરની કંઈ વસ્તુ યાદ કરીને એને મહીં મનમાં ઘાલી દો કે બીજું ઘાલી દો, તો એ તપ ના કહેવાય. તપ તો તે ઘડીએ આત્મામાં જોડી દઈએ, આત્માનો શુદ્ધ ઉપયોગ કરીએ, તો તપ કહેવાય.
આ છોકરાંઓને હું પૂછું, ‘અલ્યા, મહીં ઉપાધિ-ચિંતા થાય ત્યારે શું કરો ?” ત્યારે કહે, ‘વખત કાઢી નાંખીએ સિનેમા-બિનેમામાં જઈને.” એટલે વટાઈ ખાય. જ્યારે તપ કરવાનો વખત આવ્યો ત્યારે સિનેમામાં જઈને મોજ કરી આવે. એટલે સોની નોટ બે રૂપિયામાં આપી દીધી. આપણે તો સોની નોટ હજારની થાય એવું કરવું જોઈએ. એટલે એવું થાય તે ઘડીએ એ બેઠેલા બધાની અંદર શુદ્ધાત્મા જોવા. બીજું જોવું, ત્રીજુ જોવું અગર તો આપણા ઘરના સગાવહાલાના પ્રતિક્રમણ કરવાં. આપણા આજુબાજુના સગાવહાલા બધા યાદ કરીને, સગાવહાલાના તો બધા ડખા થયેલા જ હોય છે ? તે બધાંના, પાડોશીના ફલાણું જુઓ, ત્રીજું જુઓ, ચોથું ઘર, પાંચમું ઘર, આ બાજુનાં ઘરો. નવરાશમાં બધાના પ્રતિક્રમણ કરીએ. એવું બધું ગોઠવી દેવું. બધું સાફ કર્યું કે ચોખ્ખું. તમારે તો કરવું પડશે. કોઈ કરવા લાગશે નહીં ને ? આમ કંઈ બીજા કરવા લાગે ? ત્યારે વાઈફ કરવા લાગે ? એ એમનું કરે કે તમારું કરે ? એટલે આવું તેવું ગોઠવવું પડે, ત્યારે તપ કહેવાય. તપ એટલે મનને ગમતી વસ્તુ નહીં આપવી, બીજે રસ્તે ચડાવી દેવું. મનને ગમતી વસ્તુ આપી દઉં છું ને ?