________________
મોક્ષનું તપ
૨૯૭
૨૯૮
આપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ)
જે છે, અને ત્યાં આગળ એ વસ્તુઓથી છેટા જ રહીએ. સ્વાદમાંય ના પરિણામ પામીએ, દુઃખ વેદનામાંય પરિણામ ના પામીએ. દાંત દુખવાની વેદના થતી હોય, તે વેદનામાં પરિણામ ના પામીએ. એને અમે જાણીએ.
પ્રશ્નકર્તા : તમને કેવી બાબતનું તપ હોય, દાદા ?
દાદાશ્રી : હવે એ બનતાં સુધી હોતું નથી, કો'ક વખત હોય, પણ અમારે ચાર ડિગ્રી બાકી છે એટલું કરવું પડે. કો'ક વખત આવે, નહીં તો આવે નહીંને ! અમારે આવું તેવું, કંઈક ફસાયા હોય પ્લેનમાં...
શરીરથી અનુબેરેબલ હોય ત્યાં તપ કરવું પડે ! એ તો દાઢ દુખે તેને ખબર પડે, નહીં ?
પ્રશ્નકર્તા : અનુબેરેબલ પેઈનને બેરેબલ કરીએ એ તપ જ છેને ?
દાદાશ્રી : એ તપ કહેવાય. બુમાબુમ ના કરે, કકળાટ ના માંડે પણ શરીરને પેલું થયા કરે, તેમાં ડખલ ના હોવી જોઈએ આપણી.
તપ એટલે શું ? ગમે તેવા સંજોગોમાં, હાથ કાપતો હોય તો પોતાના સ્વરૂપનું ભાન ખસે નહીં તે તપ. તે ઘડીએ હૃદય તપી જાય, તો પણ તે ઘડીએ તપ તપવું.
તપ, મોક્ષ તણું ! હવે તમારે તપ શું કરવાનું ? ત્યારે કહે, આ જેટલા તપ જે આંખે દેખાય છે, કાને સંભળાય છે, એ બધા તપ ‘સફળ’ છે. સફળ એટલે ફળવાળા છે, બીજ રૂપે છે. એટલે ફળ આપશે. માટે તારે જો છૂટવું હોય તો ‘સફળ' તપ નહીં ચાલે, નિષ્ફળ તપ જોઈશે. ફળ જેનું આવે નહીં અને તપવું પડે. તે આ બધી જે તપની ક્રિયા ચાલી રહી છે જગતમાં, એમાંથી તો આવતા ભવની પુણ્ય બંધાઈ જાય. આ તમે જે જ્ઞાન લીધું એટલે તમારે રહેવું છે તમારા જ્ઞાનમાં જ. પણ કો'ક છે તે આવીને અડપલું કરે, ‘તમે સાહેબ, આવું કેમ અમારું બગાડ્યું અને આમ ને તેમ.” એટલે તમને ગૂંચવાડો તો છે નહીં, આ જ્ઞાનથી. તમે સોલ્યુશન કરી શકો છો, પણ ચંદુભાઈને થોડું
ઘણું અસર થાય, એટલે એ પોતાનું જ નહીં પછી હૃદય તપે ચંદુભાઈનું. અને તે વખતે પહેલાં તન્મયાકાર થઈ જતા હતા, તે હવે ન થવું એ તપ. પહેલાં તો સહેજ હૃદય તપ્યું કે તન્મયાકાર. પણ આમાં તન્મયાકાર ન થવું એ તપ. એટલે આ તપ એ જ મોક્ષે લઈ જનારું છે.
એટલે ભગવાને આ તપ કરવાનું કહ્યું. ત્યારે જો આપણે કહીએ કે ભઈ, આપણે કશું બાહ્ય તપની જરૂર નથી. તો લોક સમજે કે આ ભગવાનનું તપ જ એમણે ઉડાડી મેલ્યું. ના, મૂઆ, તપ વગર મોક્ષ થાય જ નહીં. લોક અવળું સમજે ત્યારે આપણે શું કરીએ પછી ? અને એટ એ ટાઈમ એક શબ્દ નીકળે, તે નેગિટિવ ને પોઝિટિવ બન્ને ભેગું ન બતાડી શકે. કાં તો પોઝિટિવ બતાડે કાં તો નગિટિવ બતાડે. ફરી નેગિટિવ બોલે એ વાત જુદી છે, પણ એટ એ ટાઈમ બન્ને ભાવ બતાડી શકે નહીં ?
આપણા મહાત્માઓ લગભગ પાંચ જ ટકા તપ કરે છે. તપ તો કરવું જોઈએને ? અત્યારે તમારે સમભાવે નિકાલ કરવો પડે છે, તે ઘડીએ તપ નથી કરતાં ?
પ્રશ્નકર્તા : કરવું જ પડેને, દાદા.
દાદાશ્રી : તે નાના નાના. પણ પછી મોટા તપ થવાં જોઈએ. આપણો છોકરો મરી જાય, કોઈકે રસ્તામાં દાગીના લૂંટી લીધા એક લાખ રૂપિયાના તોય અસર નહીં, પેટમાં પાણી ના હાલે, તે દાદાનું વિજ્ઞાન. જો બુદ્ધિના કહ્યા પ્રમાણે કર્યું, તો હતા તેના તે જ થયાને પાછાં. ત્યાં તપ કરવું. રસ્તામાં લૂંટાયા હોય તો શું કરો તમે ?
પ્રશ્નકર્તા : હાય હાય તો ના કરીએ, પેલું પાછું આવે કે ના આવે, એની બહુ પડી નહીં પણ મને લૂંટી ગયો એવું તો મનમાં આમ રહ્યા કરે.
દાદાશ્રી : એ આપણને શો ફાયદો કરે ? આપણને હેલ્પ શું કરે એ જોવાનું ને ! એ લૂંટી જતા નથી, એમનું એ લઈ જાય છે. આપણું કોઈ લઈ જાય નહીં.
પ્રશ્નકર્તા: તપ અંદર કેવી રીતે ઊભું થાય ? લૂંટી ગયા પછી મહીં શું કરવું ?