________________
સંયમ
૨૮૭
[૮] મોક્ષનું તપ
દાદાશ્રી : નહીં, એ તો હઠયોગ છે. એ મનમાં જોર કરે એટલું જ. આ એક છીકણું છૂટતું નથી, સોપારું છૂટતું નથી અને શું સંયમને કરવાના હતા ? અહંકાર કરે એટલું જ. સંયમ તો જુદો જ દેખાવો જોઈએ. જે અહંકારે કરીને કરવામાં આવે છે એ સંયમ ના કહેવાય !
આપણો સંયમ કયો કે જ્ઞાનમાં ન રહેતા હોય, ને પાંચ આજ્ઞામાં રહેવા પ્રયત્ન કર્યા કરવો એ સંયમ કહેવાય. એટલે ક્રોધ-માન-માયાલોભને અટકાવવો, એનું નામ સંયમ. તે આપણે જ્ઞાનમાં રહીએ તો ક્રોધમાન-માયા-લોભ અટકી જાય !
આત્મજ્ઞાતથી વર્તે સંપૂર્ણ સંયમ ! એક ફેરો તમને કોઈ ગાળ ભાંડે ને તમે સંયમ રાખો તો એને ભગવાને પ્યૉર સંયમ કહ્યો. ભગવાન તો પ્યૉર સંયમના ભૂખ્યા છે. પ્યૉર સંયમ કરી તો જુઓ, કેટલાં પગથિયાં ચઢાવી દેશે. એક જ સંયમ કરવાથી દસ-વીસ પગથિયાં એમ ને એમ ચઢી જાય, એનું નામ લિફટમાર્ગ ! આપણને પોતાનેય ખબર પડી જાય, “ઓહોહો, હું તો અહીં હતો ને આ તો અહીં સુધી પહોંચી ગયો !”
હવે તમારે સંયમ કરી શકાય એવું છે. તમારી પાસે એવું જ્ઞાન છે કે સારી રીતે સંયમ કરી શકાય. અને એક ફેરો સંયમ એવો થયો હોય પદ્ધતસર, તો કેટલાંય પગથિયાં ચઢાવી દે ! તમને એમ લાગે કે આ હવા આવી જરા દુગંધવાળી હતી, તે આ સુગંધીવાળી હવા ક્યાંથી આવી ? જેમ ઊંચે ચઢતો જાય તેમ સુગંધી હવા આવતી જાય, હવામાં ફેર ના થાય ? તારે આવે છે કે એવા પગથિયાં ? તારે સંયમ તો બધા બહુ આવે છે ને ? સંયમના સ્ટેશન બહુ આવે છેને ?!
કળિયુગમાં તપ, ઘેર બેઠાં ! શાસ્ત્રકારો કહે છે શું અને માર્ગદર્શકો કરે છે શું ? વેપાર વધારાવડાવે. તપ કરો, જપ કરો. ભગવાને કહ્યું તપ કહ્યું હતું કે કળિયુગમાં ઘેર બેઠાં આવી પડે, એ તપ કરજે. આ મફતમાં તપ આવ્યું. કોણ છોડે ? હમણાં કોઈક ગજવું કાપી ગયો બસમાં બેઠો હતોને અને આ ગજવામાં પાંચસો હતા ને આમાં અગિયારસો હતા. અગિયારસોવાળું કાપી ગયો એટલે પછી તરત મહીંથી વૃત્તિઓ બૂમો પાડે, પેલાને આપવાના છે ત્રણસો, પેલાને પાંચસો આપવાના હતા. આપણે સમભાવે નિકાલ કરીએ ત્યારે વૃત્તિઓ શું કહે ? ના, ના. આ શું સમભાવે નિકાલ કરો છો ? ત્યારે તે ઘડીએ આપણે તપ કરવાનું. તે ઘડીએ હૃદય લાલ લાલ થઈ જાય. તેને જોયા કરવાનું. મહીં અકળામણ થાય. તેથી આપણે એવું સમજવાનું કે કાલના જેટલું લાલ નથી આજ. અને પછી લાલ ઓછું થાય ત્યારે જાણવું કે હા, ઘટ્યું હવે. જેમ આ ગ્રહણ થાય છેને, તે ગ્રહણ વધતું વધતું આપણે સમજીએ કે હજુ વધે છે, હજુ વધે છે. અને પછી વધી ગયા પછી ઊતરે, ત્યારે આપણે કહીએ, ‘હવે ગ્રહણમુક્ત થવા માંડ્યું છે. હવે કલાક પછી આપણે બધું કરીએ” પણ આ કલાક પછી ગ્રહણમુક્ત થઈ જશે, એવું આપણે જાણીએ કે આ તપ ઘડીવાર પછી ખલાસ થઈ જશે. પણ હૃદય તપે. અને જગતના લોકોને તપેને, તે તપે એ સહન ના થાય